Gujarat Police Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujarat-police/ News for India Sun, 10 Sep 2023 13:09:12 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Gujarat Police Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujarat-police/ 32 32 174330959 પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/ http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/#respond Sun, 10 Sep 2023 12:22:31 +0000 http://revoltnewsindia.com/?p=7740 પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ જિલ્લામાં મામલતદાર, પ્રાંત અધિકારી કચેરીઓમાં હોમગાર્ડ, જીઆરડી દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવા રજૂ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ

રિપોર્ટ: દિનેશ રાઠોડ,

Ahmedabad News: દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા જિલ્લા કલકેટર અમદાવાદને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ અમદાવાદ જિલ્લામાં સુલેહ શાંતિ ભંગની ફરિયાદના આરોપીઓને હોમગાર્ડ, જી.આર.ડી જવાનો નિયમ વિરુદ્ધ મામલતદાર તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની કામગીરી બંધ કરાવવાની કાર્યવાહી અંગે તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા. ડી.કે. (આઇ.એ.એસ.)ને 27.07.2023ના રોજ રજુઆત કરી હતી.

દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆત

જિલ્લા કલકેટર દ્વારા હાથ ધરવામાં આવી કાર્યવાહી

આ રજુઆત બાદ આ પ્રથા બંધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તામંડળ (1) પોલીસ કમિશનર, અમદાવાદ, (2) પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય, (3) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તમામ અમદાવાદ, (4) મામલતદાર તમામ અમદાવાદ, (5) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં.1 ઘી કાંટા અમદાવાદ, (6) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 2 ઘી કાંટા અમદાવાદને લેખિત સૂચના દ્વારા કાર્યવાહી કરવા તેમજ કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી

સાથે જ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો આપના તાલુકાની મામલતદાર ઓફીસ કે પ્રાંત ઓફિસમાં હોમગાર્ડ / GRD જવાન આરોપીઓને રજૂ કરતા હોવાનું ધ્યાને આવે તો અમોને સંપર્ક કરી શકો છો મો. 9727745387.

Loading

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/feed/ 0 7740
Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/ http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/#respond Wed, 17 May 2023 17:54:49 +0000 https://revoltnewsindia.com/?p=7604 રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

આ વિસ્તારનું નામ એટલે નવાગઢ બળદેવધાર વિસ્તાર. આ બળદેવધાર વિસ્તારના પોતાના મકાનમાં જ બહારથી મહિલાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતો ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોલીસના સકંજામાં આવી ગયો છે.

પકડાયેલા આરોપી

પોલીસના જણાવ્યા મુજબ ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોતે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પોતાના આર્થિક લાભ સારૂ આ મહિલાઓને પોતાના મકાને દેહવિક્રયનો ધંધો કરવા માટે સગવડતા કરી આપી ગ્રાહકો શોધી આપી. ગ્રાહકો પાસેથી શરીર સુખ ભોગવવા માટે નાણા લઈ આ નાણામાંથી કમીશન મેળવી અને દેહવિક્રયનો ધંધો કરતો હોવાની માહિતી મળતા.

આર.એ.ડોડીયા (DYSP), એ.એમ.હેરમા (PI), પો. કોન્સ નારણભાઇ પંપાણિયા, પો. કોન્સ બાપાલાલ ચુડાસમા ના.પો.અધિ. કચેરી જેતપુર તથા ડી-સ્ટાફ અને જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા

ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભરના મકાનમાંથી દેહવિક્રયનો ધંધો કરવા આવેલ મહિલા તેમજ આ મહિલા સાથે શરીર સુખ ભોગવવા આવેલ ઇસમ જયદિપ ધીરૂભાઈ પાઘડાર જાતે પટેલ રહે. ઢોળવા તા.ભેંસાણ જી. જૂનાગઢ મળી આવતા તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Loading

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/feed/ 0 7604
ધોરાજીમાં ફરજ બજાવતા યુવા PSI દ્વારા પોલીસ ભરતીની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે શરૂ કર્યા ફ્રી કોચિંગ ક્લાસ http://revoltnewsindia.com/young-cops-on-duty-in-dhoraji-start-free-coaching-classes-for-candidates-in-preparation-for-police-recruitment/4626/ http://revoltnewsindia.com/young-cops-on-duty-in-dhoraji-start-free-coaching-classes-for-candidates-in-preparation-for-police-recruitment/4626/#respond Thu, 25 Nov 2021 09:54:33 +0000 https://revoltnewsindia.com/?p=4626 ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું સૂત્ર “શિક્ષિત બનો”ને સાર્થક કરવાની નાનકડી પહેલ કરતું ‘નોલેજ સોસાયટી ધોરાજી’ દ્વારા  પોલીસ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવાર ભાઈઓ બહેનો માટે નિઃશુલ્ક કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા…

The post ધોરાજીમાં ફરજ બજાવતા યુવા PSI દ્વારા પોલીસ ભરતીની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે શરૂ કર્યા ફ્રી કોચિંગ ક્લાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું સૂત્ર “શિક્ષિત બનો”ને સાર્થક કરવાની નાનકડી પહેલ કરતું ‘નોલેજ સોસાયટી ધોરાજી’ દ્વારા  પોલીસ ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવાર ભાઈઓ બહેનો માટે નિઃશુલ્ક કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લેખિત-શારીરિકની તૈયારી સાથે બહાર ગામના ઉમેદવારો માટે મફત રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સમગ્ર આયોજન ધોરાજી પોલીસમાં યુવા PSI તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ મકવાણાની સીધી દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. જેમાં ખભેથી ખભો મિલાવી યોગેશભાઈ ભાષા તેમજ સાથી મિત્રો અને આસપાસના તાલુકાનાં અનુ જાતિના આગેવાનો અને સમાજના સહિયારા સહયોગથી ઉમેદવાર ભાઈઓ બહેનો માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

200 આસપાસની સંખ્યામાં ઉમેદવાર ભાઈઓ બહેનો નિયમિત અનુભવી ફેકલ્ટી પાસેથી પરીક્ષા લક્ષી વિવિધ વિષયોનું કોચિંગ મેળવે છે. સાથે સાથે ટ્રેઇન્ડ અનુભવી કોચ પાસે શારીરિક કસોટી માટેનું પણ પાયેથી ટ્રેનીંગ મેળવે છે અને ખાસ ભરતી માટે જ તૈયાર કરેલા ટ્રેક પર સવાર સાંજ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.

આપને જણાવી આપીએ કે આ આયોજન માત્ર અનુ.જાતિ સમાજના જરૂરિયાતમંદ ઉમેદવારો માટે જ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના નાના એવા ધોરાજી ગામમાં છેક અમદાવાદ, પાટણ, ગીર સોમનાથ જેવા દૂર-દૂરના જિલ્લાઓ માંથી પણ ઉમેદવારો તૈયારી કરવા માટે આવ્યા છે.

એક વાર સરકારી નોકરી અને તેમાં પણ પોલીસ ફોર્સમાં નોકરી મળી જાય તો પોતાની કારકિર્દી અને દેશની સેવામાં કરવામાં જ વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ યુવાનોને સાચું માર્ગદર્શન આપવામાં અને વધુને વધુ યુવાનોને સરકારી નોકરી મેળવે તે માટે થઈને સમાજના સહયોગથી આ અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે.

આ ભગીરથ કાર્ય કરવાની કઈ રીતે પ્રેરણા મળી ? તેના જવાબમાં PSI  સી.એમ મકવાણા જણાવે છે કે, ‘વર્ષ 2015-16 માં મારા વતન મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામ ખાતે અમે તમામ યુવાન છોકરા-છોકરીઓએ મળીને એક એવો નિર્ણય કર્યો કે તમામ પોત-પોતાના ઘરે વાંચન કરે છે, પરંતુ જો એક જગ્યાએ એકત્ર થઇને વાંચન કરવામાં આવે તો તમામને અલગ-અલગ ઉદભવતા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ થઈ શકે અને તમામને ફાયદારૂપ થાય.

જેથી કૌટુંબિક કાકાનું બંધ પડેલું મકાન થોડું ઘણું સમારકામ કરીને વાંચન કાર્ય માટે શરૂ કર્યું. ધીમે ધીમે સમાજમાથી ₹10,000/- જેટલું ફંડ એકત્રિત કરીને નવા નવા પુસ્તકો વસાવ્યા, અખબારો શરૂ કરાવ્યા અને એમ પ્રવાહ ચાલુ થયો વાંચન નો. જેને નામ આપ્યું ‘નોલેજ સોસાયટી’.

By team Revolt desk

Loading

The post ધોરાજીમાં ફરજ બજાવતા યુવા PSI દ્વારા પોલીસ ભરતીની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે શરૂ કર્યા ફ્રી કોચિંગ ક્લાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/young-cops-on-duty-in-dhoraji-start-free-coaching-classes-for-candidates-in-preparation-for-police-recruitment/4626/feed/ 0 4626
Gujarat Police: ખુશખબર ! કોઈ પ્રીમિયમ વગર મળશે 1 કરોડ સુધીનો લાભ, અહીં જાણો સમગ્ર વાત http://revoltnewsindia.com/gujarat-police-will-get-rs-1-crore-in-an-accident-without-any-premium/2208/ http://revoltnewsindia.com/gujarat-police-will-get-rs-1-crore-in-an-accident-without-any-premium/2208/#respond Fri, 13 Aug 2021 14:04:35 +0000 https://revoltnewsindia.com/?p=2208 Gujarat Police 1 Crore Policy: સામાન્ય રીતે પોલીસના વેલ્ફેરની ચિંતા સરકાર કરતી નથી.

The post Gujarat Police: ખુશખબર ! કોઈ પ્રીમિયમ વગર મળશે 1 કરોડ સુધીનો લાભ, અહીં જાણો સમગ્ર વાત appeared first on REVOLT NEWS INDIA.

]]>
સામાન્ય રીતે પોલીસના વેલ્ફેરની ચિંતા સરકાર કરતી નથી. પોલીસ/SRPFના કોન્સ્ટેબલની હાલત તો બહુ જ દયનીય છે. તેમના કામ કરવાના કલાકો ફિક્સ નથી; પરંતુ પાંચ વર્ષ સુધી પગાર ફિક્સ છે ! કામ રેગ્યુલર કોન્સ્ટેબલ જેવું જ કરવાનું પણ પગાર ફિક્સ !

Gujarat Police 1 Crore Policy: ગુજરાત હાઈકોર્ટે ફૂલ પગાર ચૂકવવા હુકમ કર્યો તો ગુજરાત સરકારે સુપ્રિમકોર્ટમાં જઈ સ્ટે મેળવી લીધો ! વિચિત્રતા તો જૂઓ; ‘વાઈબ્રન્ટ ગુજરાત’માં ફિક્સ પગાર (Fixed Salary) !

પોલીસના ઉપરી અધિકારીઓ પણ કોન્સ્ટેબલ સાથે ગુલામ જેવું વર્તન કરે છે. તેમને સરકારી ક્વાર્ટર મળતા નથી; જેમને ક્વાર્ટર મળે છે તે સારી સ્થિતિમાં હોતા નથી. આ બધાંના કારણે કોન્સ્ટેબલનું વર્તન લોકો સાથે તોછડું જોવા મળે છે !

પોલીસ/SRPF/જેલના કોન્સ્ટેબલથી માંડી IPS અધિકારીઓ માટે ખૂબ સારા સમાચાર છે. DGP, ગુજરાત રાજ્યના IG (વહિવટ)એ 20 એપ્રિલ 2021ના રોજ પોલીસ કલ્યાણ માટે જબરજસ્ત પગલું ભર્યું છે. તેમણે Axis Bank સાથે MoU કર્યું છે. તેનાથી શું લાભ થશે?

[1] અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 કરોડ રુપિયા પરિવારને મળશે. (Gujarat Police 1 Crore Policy)

[2] જો અકસ્માતમાં મૃત્યુ ન થાય અને કાયમી અપંગતા આવે તોપણ 1 કરોડ રુપિયા મળે.

[3] જો અકસ્માતના કારણે આંશિક અપંગતા આવે તો 75 લાખ રુપિયા મળે.

[4] અકસ્માતમાં મૃત્યુ પામનારને દિકરો હોય તો તેના અભ્યાસ માટે 8 લાખ મળે. અને બીજું સંતાન દિકરી હોય તો તેના અભ્યાસ માટે 8 લાખ મળે. આમ દિકરો-દીકરી હોય તેને 1 કરોડ રુપિયા ઉપરાંત 16 લાખ રુપિયા મળે.

[5] કોઈનું અવસાન કુદરતી રીતે થાય; હાર્ટ એટેક વગેરેથી તો પરિવારને 5 લાખ રુપિયા મળે.

PC: Facebook/ Gujarat Police

[6] જો આતંકવાદી હુમલામાં કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો કુલ 1 કરોડ 41 લાખ રુપિયા મળે.

[7] ઉપરાંત ATM Card/ક્રેડિટ કાર્ડની ચાર્જ ફ્રી સુવિધા મળે. પર્સનલ લોન મળે.

[8] શરત શું? પોલીસ/SRPF/જેલના કોન્સ્ટેબલથી લઈને ઉપરી અધિકારી; જો Axis Bankમાં સેલેરી એકાઉન્ટ ખોલાવે તો તેમને આ લાભો મળે. જે તે કચેરી કર્મચારી પોતાનો પગાર Axis Bankમાં જમા કરાવે તેને આ લાભો મળે.

આ લાભો માટે એક પણ પૈસાનું પ્રિમિયમ ભરવાનું નથી. સેલેરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોય તોપણ ઉપરના બધાં લાભો મળે ! ATM વિથડ્રોવલ કે પરચેજ કરવાની શરત નહીં.

[9] ગુજરાતમાં, Axis Bankની કોઈ પણ શાખામાં સેલેરી એકાઉન્ટ ખોલાવી શકાય છે. OS-કચેરી અધિક્ષકને લેખિતમાં એકાઉન્ટ નંબર સાથે પગાર જમા કરાવવા જણાવી દેવું. પ્રથમ પગાર જમા થતાં જ કર્મચારી આ યોજના માટે પાત્રતા ધરાવતા થઈ જશે.

[10] આ યોજનાનો લાભ પોલીસ/જેલ/SRPFમાં ફરજ બજાવતા વહિવટી કર્મચારીઓને પણ મળશે. ટૂંકમાં પ્યુનથી માંડી IPS અધિકારીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

[11] આ યોજનાનો લાભ તાલીમ લઈ રહેલ લોકરક્ષકો/અધિકારીઓને પણ મળવા પાત્ર છે.

Advertise

આ યોજનાનો લાભ, કલેક્ટર કચેરી/જિલ્લા પંચાયત/સચિવાલયના કર્મચારી/અધિકારીઓને મળતો નથી; માત્ર પોલીસ/SRPF/જેલના કર્મચારી/અધિકારીઓને જ મળે છે. પરંતુ કેટલાંય કર્મચારીઓને આ યોજનાની ખબર નથી. અથવા તો OSની નિષ્કાળજીના કારણે કર્મચારીઓનો પગાર Axis Bankમાં જમા થતો નથી; જે શરમજનક બાબત છે.

PC: Facebook/Gujarat Police

અમદાવાદમાં 2002ના કોમી તોફાનો વેળાએ જેમની માત્ર 28 દિવસની નોકરી થઈ હતી તેવા લોકરક્ષકનું ખાનગી ગોળીબારમાં મૃત્યુ થયું હતું; તેમના પરિવારને સરકાર તરફથી એક રુપિયો પણ મળ્યો ન હતો.

લોકોની સુરક્ષા સાથે સંકળાયેલ કર્મચારીઓ/અધિકારીઓ માટે જ Axis Bank આ ખાસ સેવા આપી રહી છે. કોઈ પ્રિમિયમ વિના પોલીસને અકસ્માતમાં 1 કરોડ રુપિયા મળે તે પોલીસ-વેલ્ફેરની દ્રષ્ટિએ ઉત્તમ સેવા જ કહેવાય !

નોંધ : આ લેખ રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)ની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો

Loading

The post Gujarat Police: ખુશખબર ! કોઈ પ્રીમિયમ વગર મળશે 1 કરોડ સુધીનો લાભ, અહીં જાણો સમગ્ર વાત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gujarat-police-will-get-rs-1-crore-in-an-accident-without-any-premium/2208/feed/ 0 2208
Rajkot: ઉપલેટા પોલીસે સપાટો બોલાવીને ઝડપી પાડયો લાખો રૂપિયાનો ઇંગલિશ દારૂ http://revoltnewsindia.com/rajkot-upleta-police-called-for-a-crackdown-and-seized-english-liquor-worth-millions-of-rupees/1780/ http://revoltnewsindia.com/rajkot-upleta-police-called-for-a-crackdown-and-seized-english-liquor-worth-millions-of-rupees/1780/#respond Sun, 20 Jun 2021 14:18:18 +0000 http://revoltnewsindia.com/rajkot-%e0%aa%89%e0%aa%aa%e0%aa%b2%e0%ab%87%e0%aa%9f%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%ab%87-%e0%aa%b8%e0%aa%aa%e0%aa%be%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%ac%e0%ab%8b%e0%aa%b2%e0%aa%be/ રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ગણોદના પાટીયા પાસેથી ઝડપી પાડયો ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉપલેટા ઇન્ચાર્જ પીઆઇ કે.કે. જાડેજાને મળી હતી ચોક્કસ બાતમી લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા…

The post Rajkot: ઉપલેટા પોલીસે સપાટો બોલાવીને ઝડપી પાડયો લાખો રૂપિયાનો ઇંગલિશ દારૂ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ગણોદના પાટીયા પાસેથી ઝડપી પાડયો ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો

ઉપલેટા ઇન્ચાર્જ પીઆઇ કે.કે. જાડેજાને મળી હતી ચોક્કસ બાતમી

લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે જૂનાગઢના એક વ્યક્તિને ઝડપી લેતી ઉપલેટા પોલીસ

પોલીસે કુલ 435 પેટી દારૂ અને 80 પેટી બિયનો જથ્થો ઝડપી પડેલ

રેડ દરમિયાન એક આઇસર અને એક સ્વિફ્ટ કારને પણ ઉપલેટા પોલીસે ઝડપેલ

પોલીસે કુલ રૂપિયા 32,27,800/- મુદ્દામાલ કર્યો કબ્જે

ઉપલેટા પોલીસે કાના હમીર ઉર્ફે જેકી ખાંભલા રહેવાસી જૂનાગઢ વાળા વિરૂદ્ધ નોંધ્યો ગુન્હો.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા.

Loading

The post Rajkot: ઉપલેટા પોલીસે સપાટો બોલાવીને ઝડપી પાડયો લાખો રૂપિયાનો ઇંગલિશ દારૂ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-upleta-police-called-for-a-crackdown-and-seized-english-liquor-worth-millions-of-rupees/1780/feed/ 0 1780
Jetpur: પોલીસ દ્વારા કરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી http://revoltnewsindia.com/jetpur-police-celebrated-world-environment-day/1731/ http://revoltnewsindia.com/jetpur-police-celebrated-world-environment-day/1731/#respond Sat, 05 Jun 2021 14:35:32 +0000 https://revoltnewsindia.com/jetpur-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8-%e0%aa%a4%e0%ab%87%e0%aa%ae%e0%aa%9c-%e0%aa%b5%e0%aa%a8%e0%aa%b5%e0%aa%bf%e0%aa%ad%e0%aa%be%e0%aa%97-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0/ Rajkot: આપણને સૌને ખ્યાલ છે કે વૃક્ષોનું છેદન કરવાને કારણે છેલ્લા કેટલાક દાયકામાં પર્યાવરણને ખુબ જ મોટુ નુકસાન થયું છે જેના કારણે હવે વિશ્વના વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો…

The post Jetpur: પોલીસ દ્વારા કરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: આપણને સૌને ખ્યાલ છે કે વૃક્ષોનું છેદન કરવાને કારણે છેલ્લા કેટલાક દાયકામાં પર્યાવરણને ખુબ જ મોટુ નુકસાન થયું છે જેના કારણે હવે વિશ્વના વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ, વૃક્ષ છેદન, તેમજ માનવી દ્વારા સ્વાર્થ અર્થે પર્યાવરણનું નીકંદનને લીધે પર્યાવરણનું સંતુલન બગડે છે અને આ ગંભીર સમસ્યામાંથી બહાર આવવાનો એકમાત્ર ઉપાય છે દુનિયાભરમાં પર્યાવરણની જાળવણી કરવી અને આ ત્યારે જ સંભવ થશે જ્યારે લોકો વૃક્ષોની વાવશે અને વૃક્ષોની જાણવણી કરશે.

પર્યાવરણની જરૂરીયાતને જોતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations Organisation)ની પહેલ પર વિશ્વ પર્યાવરણ સુરક્ષાને લઈને જાગરૂકતા ફેલાવવા માટે ૫, જૂન ૧૯૭૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ દર વર્ષે 5 જૂને June અલગ-અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોલીસ તથા ફોરેસ્ટના સયુંકત ઉપક્રમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના (Jetpur Taluka Police Station) અમરનગર (Amarnagar) આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ફ્રૂટ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ દ્વારા કરવામાં આવેલ જેમાં અલગ-અલગ ફ્રૂટના 105 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવેલ અને ફ્રૂટ પાર્ક તૈયાર કરવામાં આવ્યો હતો.

આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ જેતપુર વિભાગ જેતપુર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરડીયા સાહેબ તથા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.

Loading

The post Jetpur: પોલીસ દ્વારા કરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-police-celebrated-world-environment-day/1731/feed/ 0 1731
ગોંડલ : ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-nab-gondal-cricket-betting/1385/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-nab-gondal-cricket-betting/1385/#respond Sun, 08 Nov 2020 05:57:00 +0000 https://revoltnewsindia.com/%e0%aa%97%e0%ab%8b%e0%aa%82%e0%aa%a1%e0%aa%b2-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%87%e0%aa%9f%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%9f%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%aa%e0%aa%95/ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB PI એ.આર.ગોહિલ તથા PSI એચ.એમ.રાણા તથા સ્ટાફ સહિતના ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન LCB પોલીસ ને…

The post ગોંડલ : ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB PI એ.આર.ગોહિલ તથા PSI એચ.એમ.રાણા તથા સ્ટાફ સહિતના ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન LCB પોલીસ ને મળેલ બાતમીના આધારે ગુંદાળા પેટ્રોલ પંપ સામે ગુંદાળા દરવાજા અંદર દરોડો પાડી હાલમાં ચાલી રહેલ IPL ક્રિકેટ મેચ DIAMONDEXCH નામની વેબસાઈટનુ લોગીન આઈ.ડી. પાસવર્ડ મેળવી આ

આઇ.ડી. દ્વારા ચાલુ ક્રીકેટ મેચમાં ક્રીકેટ સટ્ટાને લગતા નશીબ આધારીત સોદાઓ નાખી રેઈડ દરમ્યાન લાઈવ લાઈન ગૂરૂ નામની મોબાઈલ એપ દ્વારા લાઇવ ક્રિકેટ મેચનો સ્કોર મોબાઈલ ફોનમાં જોઇ બીજા મોબાઇલ ફોનમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ગુગલ ક્રોમમાં આઈ.ડી.દ્રારા નશીબ આધારીત હાર જીતના સોદાઓ કરી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઇડ દરમ્‍યાન ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૧૦૫૦/- સાથે મળી કુલ મુદામાલ કી.રૂ.૨૧,૦૫૦/- નો.મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

આરોપી (૧) પાર્થ ઉર્ફે ભોલુ કનકરાય રાજ્યગુરુની ધરપકડ કરેલ હતી.

Loading

The post ગોંડલ : ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-nab-gondal-cricket-betting/1385/feed/ 0 1385
જેતપુરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો http://revoltnewsindia.com/attack-on-a-police-constable-in-jetpur/1329/ http://revoltnewsindia.com/attack-on-a-police-constable-in-jetpur/1329/#respond Sun, 11 Oct 2020 14:53:53 +0000 http://revoltnewsindia.com/%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8-%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%ac/ જેતપુરના (Jetpur) બોરડી સમઢીયાળા ગામે એડવોકેટ (Advocate) સહિત બે શખ્સોએ પોલીસ (Police) કોન્સ્ટેબલ પર કર્યો હુમલો. રિપોર્ટ : રાહુલ વેગડા, જેતપુર જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે જેતપુર તાલુકા પોલીસના બે…

The post જેતપુરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરના (Jetpur) બોરડી સમઢીયાળા ગામે એડવોકેટ (Advocate) સહિત બે શખ્સોએ પોલીસ (Police) કોન્સ્ટેબલ પર કર્યો હુમલો.

રિપોર્ટ : રાહુલ વેગડા, જેતપુર

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે જેતપુર તાલુકા પોલીસના બે કોન્સ્ટેબલ, માસ્ક પહેર્યા વગર નીકળતા લોકોને તપાસ કરી રહ્યા હતા.

તે દરમિયાન એક બાઇક સવારે આ બાબતે બોલાચાલી કરી પોતાના બે સાથીને ત્યાં બોલાવી ત્રણેય દ્વારા એક સંપ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યાની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી.

કોવિડ-19 ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેર્યા વગર નીકળતા તેમજ પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન તાલુકાના બોરડી સમઢીયાળા ગામે પો. હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા અને રાજુભાઇ શામળા બંને બાઇક પર નીકળતા ચાલકોનું ચેકિંગ કરી રહ્યા હતા.

ત્યારે બાઇક પર માસ્ક પહેર્યા વગર નીકળેલ એક શખ્સને અટકાવી તેનું નામ ઠામ પૂછતા ચાલકે પોતાનું નામ અરવિંદભાઈ દોંગા અને જેતપુરના મોઢવાડી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યુ હતું.

પોતે માસ્ક ન પહેર્યું હોય દંડ ભરવાનું પોલીસે જણાવતા અરવિંદભાઈ બાઈક લઈને ભાગવાની કોશિશ કરી હતી.

હાજર બે કોન્સ્ટેબલે તેમને અટકાવ્યા હતા અને અરવિંદભાઈએ કોલ કરી પોતાના ભાઈ નરેન્દ્ર અને એડવોકેટ તેજસ દોંગાને બોલાવતા તે ત્યાં આવી જતા, ત્રણેય ભાઈઓ એક સંપ કરી તેમની ફરજમાં રૂકાવટ કરી ત્યાંથી નાસી જવાની ફરિયાદ કોન્સ્ટેબલ મહિપાલસિંહે તાલુકા પોલીસમાં નોંધાવી છે.

ત્રણેય આરોપીઓ સામે ફરજ રુકાવટ અને હુમલાની ફરિયાદ દાખલ થઈ હતી. જેને લઈને હુમલો કરનાર ત્રણેય શખ્સોની પોલીસે અટક કરી છે.

Loading

The post જેતપુરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/attack-on-a-police-constable-in-jetpur/1329/feed/ 0 1329
LRD સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ http://revoltnewsindia.com/former-up-chief-minister-akhilesh-yadav-came-out-in-support-of-sunita-yadav/1230/ http://revoltnewsindia.com/former-up-chief-minister-akhilesh-yadav-came-out-in-support-of-sunita-yadav/1230/#respond Tue, 14 Jul 2020 09:17:49 +0000 http://revoltnewsindia.com/?p=1230 સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સુરત પોલીસના લોકરકક્ષક(LRD) સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહયું કે આવાજ સત્યનિષ્ઠ પોલીસ કર્મચારીઓના હિસાબે પોલીસના માનમાં વધારો થાય…

The post LRD સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ appeared first on REVOLT NEWS INDIA.

]]>
AkhileshYadav/FB

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સુરત પોલીસના લોકરકક્ષક(LRD) સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા છે.

તેમણે કહયું કે આવાજ સત્યનિષ્ઠ પોલીસ કર્મચારીઓના હિસાબે પોલીસના માનમાં વધારો થાય છે. આગળ અખિલેશ યાદવે માંગ કરી કે ગુજરાતની ભાજપ સરકારે સુનીતા યાદવને સન્માનિત કરવા જોઈએ. આ અંગે તેમણે ટ્વીટ કર્યું હતું.

Loading

The post LRD સુનિતા યાદવના સમર્થનમાં આવ્યા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/former-up-chief-minister-akhilesh-yadav-came-out-in-support-of-sunita-yadav/1230/feed/ 0 1230
કિશોર વયે મોટર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે કિશોર સહિત ત્રણની ધરપકડ http://revoltnewsindia.com/%e0%aa%95%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%af%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%95%e0%aa%b2-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80/488/ http://revoltnewsindia.com/%e0%aa%95%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%af%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%95%e0%aa%b2-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80/488/#respond Mon, 16 Mar 2020 13:46:02 +0000 http://revoltnewsindia.com/?p=488 સુરત : જિલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાને નાથવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 10 દિવસમાં 20 જેટલા ચોરાયેલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ ચોરીના મોટર…

The post કિશોર વયે મોટર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે કિશોર સહિત ત્રણની ધરપકડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
સુરત : જિલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાને નાથવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 10 દિવસમાં 20 જેટલા ચોરાયેલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ ચોરીના મોટર સાયકલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે સુરત સહીત આણંદ જિલ્લામાં મોટર સાયકલ ચોરીના બનાવને અંજામ આપતા હતા. આ ત્રણેમાંથી બે કિશોર વયના આરોપીઓ છે.

સુરતના સરથાના વરાછા અને પુણાગામ વિસ્તારથી આ ચોર ટોળકીએ 6 મોટરસાયકલની ચોરી કરી હતી. જ્યારે આણંદ જિલ્લાના તારાપુર વિસ્તારમાંથી 1 વાહન ચોરી કરી સુરત લઈ આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને કિશોરો અગાઉ પણ એક દુકાનમાં 1,10,000ની ચોરી કરતા ઝડપાઇ ચૂકયા છે. જ્યારે અન્ય આરોપીની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

Loading

The post કિશોર વયે મોટર સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર બે કિશોર સહિત ત્રણની ધરપકડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/%e0%aa%95%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%af%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%95%e0%aa%b2-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80/488/feed/ 0 488