અમદાવાદ જિલ્લામાં મામલતદાર, પ્રાંત અધિકારી કચેરીઓમાં હોમગાર્ડ, જીઆરડી દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવા રજૂ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ
રિપોર્ટ: દિનેશ રાઠોડ,
Ahmedabad News: દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા જિલ્લા કલકેટર અમદાવાદને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ અમદાવાદ જિલ્લામાં સુલેહ શાંતિ ભંગની ફરિયાદના આરોપીઓને હોમગાર્ડ, જી.આર.ડી જવાનો નિયમ વિરુદ્ધ મામલતદાર તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની કામગીરી બંધ કરાવવાની કાર્યવાહી અંગે તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા. ડી.કે. (આઇ.એ.એસ.)ને 27.07.2023ના રોજ રજુઆત કરી હતી.
જિલ્લા કલકેટર દ્વારા હાથ ધરવામાં આવી કાર્યવાહી
આ રજુઆત બાદ આ પ્રથા બંધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તામંડળ (1) પોલીસ કમિશનર, અમદાવાદ, (2) પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય, (3) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તમામ અમદાવાદ, (4) મામલતદાર તમામ અમદાવાદ, (5) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં.1 ઘી કાંટા અમદાવાદ, (6) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 2 ઘી કાંટા અમદાવાદને લેખિત સૂચના દ્વારા કાર્યવાહી કરવા તેમજ કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે.
સાથે જ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો આપના તાલુકાની મામલતદાર ઓફીસ કે પ્રાંત ઓફિસમાં હોમગાર્ડ / GRD જવાન આરોપીઓને રજૂ કરતા હોવાનું ધ્યાને આવે તો અમોને સંપર્ક કરી શકો છો મો. 9727745387.