Gujarat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujarat/ News for India Fri, 08 Mar 2024 10:59:51 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Gujarat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujarat/ 32 32 174330959 જેતપુર: લોકોનો જીવ જોખમાય તે રીતે વાહન ચલાવનાર વ્યક્તિ ને કાયદાનું ભાન કરાવતી પોલીસ http://revoltnewsindia.com/jetpur-police-catch-a-person-who-drives-a-vehicle-in-a-way-that-endangers-peoples-lives/6603/ http://revoltnewsindia.com/jetpur-police-catch-a-person-who-drives-a-vehicle-in-a-way-that-endangers-peoples-lives/6603/#respond Mon, 28 Feb 2022 14:13:57 +0000 https://revoltnewsindia.com/?p=6603 Jetpur Police catch a person who drives a vehicle in a way that endangers people's lives

The post જેતપુર: લોકોનો જીવ જોખમાય તે રીતે વાહન ચલાવનાર વ્યક્તિ ને કાયદાનું ભાન કરાવતી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic image

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

જેતપુર (Jetpur) ઔદ્યોગિક શહેર હોય જેને લઈને બહારના રાજ્ય અને ગુજરાત (Gujarat)ના અલગ-અલગ જિલ્લાના લોકો રોજીરોટી (Employment) માટે જેતપુરમાં આવતા હોય છે. ત્યારે શહેરમાં વાહનવ્યવહાર પણ વધતો જાય છે. ઉપરાંત શહેરમાંથી જ જૂનાગઢ-રાજકોટ જવાના ખાનગી વાહનો પેસેન્જરની કેપેસિટી કરતા પણ વધારે બેસાડીને નીકળતા હોય છે. જેનાથી લોકોની જિંદગીને પણ જોખમ અનુભાવતું હોય છે. ત્યારે જેતપુર સીટી પોલીસ (Jetpur City Police) દ્વારા રાજકોટ તરફથી નવાગઢ તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર અનમોલ વેબ્રીજ પાસે રોંગ સાઇડમાં રોડ ઉપર પુર ઝડપે ટાટા છોટા હાથી GJ-03-AT 1011 ચલાવનારા શૈલેષભાઇ વિનુભાઇ ભેડાને ઝડપી પાડ્યો હતો. અને આઇ. પી. સી. કલમ 279 એમવી એકટ કલમ 184 અને 177 મુજબ ગુન્હો જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે જ્યારે જેતપુર સીટી પોલીસ દ્વારા નેશનલ હાઇવે પરથી પણ લોકોનું જીવ જોખમાય તેવી રીતે વાહન ચલાવતા ચાલકને ઝડપી પાડવામાં આવતા હોય છે. ત્યારે જેતપુર શહેરમાંથી પસાર થતા અને પુરપાટ દોડતા વાહન ચાલકો સામે ક્યારે લાલ આંખ કરવામાં આવશે તે પણ એક લોકચર્ચાનો વિષય બન્યો છે.

Loading

The post જેતપુર: લોકોનો જીવ જોખમાય તે રીતે વાહન ચલાવનાર વ્યક્તિ ને કાયદાનું ભાન કરાવતી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-police-catch-a-person-who-drives-a-vehicle-in-a-way-that-endangers-peoples-lives/6603/feed/ 0 6603
બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/#respond Sun, 27 Feb 2022 16:00:48 +0000 https://revoltnewsindia.com/?p=6588 Dalit community of Jetpur following the path of Buddha and Babasaheb Ambedkar

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ (Rajkot) બાબાસાહેબ આંબેડકર (Baba Saheb Ambedkar) દ્વારા 1956માં પોતાના લાખો અનુયાયીઓ સાથે ભારતીય મૂળધર્મ એવા બૌદ્ધ ધર્મની (Buddhism) દીક્ષા નાગપુર (Nagpur) ખાતે લેવામાં આવી હતી. ત્યારે વર્ષો બાદ રાજકોટ  જિલ્લામાં અને ખાસ કરીને જેતપુર (Jetpur) શહેર અને તાલુકામાં બાબાસાહેબ આંબેડકરની માનવતાવાદી વિચારધારા વેગવંતી બની છે. જેને લઈને દલિત સમાજમાં લગ્ન પ્રસંગ પણ બૌદ્ધ પરંપરા પ્રમાણે કરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં જેતપુર  તાલુકાના અમરનગર ગામમાં પણ ગત રવિવારે સ્વયમ્  સૈનિક દળ (Swayam Sainik Dal) ના માધ્યમથી બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને લગતી એક ચિંતન શિબિર પણ યોજાઈ હતી.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

Loading

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/feed/ 0 6588
જેતપુર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની કરવામાં આવી વરણી http://revoltnewsindia.com/brahma-samaj-designators-selected-in-jetpur-rajkot/6416/ http://revoltnewsindia.com/brahma-samaj-designators-selected-in-jetpur-rajkot/6416/#respond Mon, 21 Feb 2022 05:11:41 +0000 https://revoltnewsindia.com/?p=6416 Brahma Samaj Designators selected in jetpur rajkot

The post જેતપુર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની કરવામાં આવી વરણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

જેતપુરમાં તાલુકા બ્રહ્મ સમાજ (Brahma Samaj) ના અગ્રણીઓની એક બેઠક મળી હતી. જેમાં તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજ, હોદેદારો તેમજ મહિલા અને યુવા પાખંના તમામ હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

જેતપુર (Jetpur) ગત તા. 20ના રોજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ (Municipal Girls Highschool)  સ્ટેન્ડ ચોક (Stand chowk)  ખાતે સ્વામીનારાયણ મંદિર (Swaminarayan Temple) ના પૂજ્ય નીલકંઠસ્વામીના આશીર્વચન તેમજ આશીર્વાદ સાથે તમામ જેતપુરની કારોબારી સમિતિ તેમજ યુવા ટીમ તેમજ મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં મેઈન બોડીમાં હિતેશભાઈ રાવલ પ્રમુખ પદે સર્વાનુમતે ચૂંટાયા હતા. તેમજ અન્ય કારોબારીના હોદા આપ્યા હતા. ઊપરાંત મહિલા મંડળમાં  નીતાબેન દિલીપભાઈ મહેતાની નિમણુંક થઈ હતી. તેમજ કારોબારીની નિમણુંક કરવામાં આવી હતી. ઊપરાંત યુવા પાંખમાં હિરેનભાઈ જોષીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના તમામ પાંખમાં હોદેદારો નિમાયા હતા

Loading

The post જેતપુર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની કરવામાં આવી વરણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/brahma-samaj-designators-selected-in-jetpur-rajkot/6416/feed/ 0 6416
વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/ http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/#respond Wed, 19 Jan 2022 18:18:23 +0000 http://revoltnewsindia.com/?p=5590 જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર…

The post વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર ગ્રામ પંચાયતની (Gram Panchayat Election) ચૂંટણી ગત 19 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં 6574 મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ વીરપુર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ચાર પાંખીઓ જંગ જામ્યો હતો. જેમાં વીરપુર ગામના કુલ 14 વોર્ડ માંથી 56 જેટલા ઉમેદવારોએ સભ્યપદ માટે તેમજ સરપંચ પદ માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

જેમાં 21 ડિસેમ્બરના રોજ વીરપુર ગ્રામપંચાયતના સરપંચ તરીકે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના રમેશભાઈ સરવૈયા 713 મતે વિજેતા જાહેર થયા હતા. આ સાથે જ તેમના પત્ની મંજુલાબેન સરવૈયા પણ સભ્યપદેથી 145 મતે વિજેતા જાહેર થયા હતા. જેમને લઈને આજે જેતપુર તાલુકા મામલતદાર બી.એમ.ખાનપરાની ઉપસ્થિતમાં વિધિવત રીતે વીરપુર ગ્રામપંચાયતના સરપંચપદ તરીકેનો ચાર્જ રમેશભાઈ સરવૈયાએ સંભાળ્યો હતો. જ્યારે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા બિનહરીફ ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા.

ત્યારે આઝાદી પછી જ્યારથી વીરપુર ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમવાર પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ એમ બંને પતિ પત્નીએ રેકોર્ડ કર્યો હતો. વીરપુર એક જગવિખ્યાત યાત્રાધામ હોય તેમજ વીરપુર ગ્રામપંચાયત જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત હોય ત્યારે પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ બનતા વીરપુર ગામના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે નવ નિયુક્ત સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે પતિ પત્ની બંને સાથે મળીને વીરપુર ગામની જનતાએ જે જવાબદારી સોંપી છે, ત્યારે પૂજ્ય જલારામ બાપાના યાત્રાધામ વીરપુરના વિકાસના કર્યોને હંમેશા આગળ વધારતા રહીશું.

Loading

The post વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/feed/ 0 5590
એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/ http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/#respond Wed, 19 Jan 2022 15:32:08 +0000 http://revoltnewsindia.com/?p=5584 કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની…

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સેવા કરી હતી. તેમાંના એક એટલે જેતપુર (Jetpur) તાલુકાના પેઢલા (Pedhala) ગામના ભૂપતભાઈ ડાભી કે જેઓ પોતે એક સામાન્ય રીક્ષા (Rickshaw) ચાલક છે, પણ તેમની સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડે એમ છે. વાત એમ છે, કે ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં પણ ખુમારીની વાત આવે તો ભૂપતભાઈ ડાભી પાછા પડે એમ નથી.

તેમણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા (Free service) આપી હતી. આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી ડરતા હતા. ત્યારે ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોતાની મફત સેવા આપી હતી.

આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ લોકો પણ હતા. જેમણે પૈસા કમાવવાનો એક મોકો પણ ગુમાવ્યો નહોતો. ત્યારે ભૂપતભાઈ જેવા દેવદૂત લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની મફત સેવા આપીને માનવતાની મહેક મહેકાવી હતી. હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલુ જ રાખ્યું છે.

Loading

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/feed/ 0 5584
BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/ http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/#respond Sat, 15 Jan 2022 11:47:43 +0000 https://revoltnewsindia.com/?p=5506 બહેન કુ. માયાવતીના જન્મદિવસને તેમના સમર્થકો દ્વારા જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ સુશ્રી બહેન કુમારી માયાવતીના 15 જાન્યુઆરી…

The post BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>

બહેન કુ. માયાવતીના જન્મદિવસને તેમના સમર્થકો દ્વારા જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ સુશ્રી બહેન કુમારી માયાવતીના 15 જાન્યુઆરી 2022 ને 66માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદ શહેર બુહજન સમાજ પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે બસપા અમદાવાદ જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના બસપાના અધ્યક્ષ જેજે રાવત સાથે બસપા મહેસાણા લોકસભાના ઇન્ચાર્જ ડો કલ્પેશ વોરા તેમજ બસપા ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ એસજે લાલ, બસપા ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ જશવંત મૈત્રય, બસપા અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ યુનુસ મન્સૂરી, કમલેશ સોનારા, ઉષાબેન પરમાર અને બસપા નારણપુરા વિધાનસભાના પ્રભારી રવિ વાધેલા સાથે કોરોનાની ગાઈડ ઉપસ્થિત રહ્યાં હતા.

તેમજ કોરોના ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરી અને માત્ર જવાબદાર લોકો સાથે લઈ બસપા અમદાવાદ શહેર કાર્યાલયની રીબીન કાપી શરૂઆત કરવામાં આવી હતી.

Loading

The post BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/feed/ 0 5506
Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/ http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/#respond Mon, 10 Jan 2022 18:19:36 +0000 https://revoltnewsindia.com/?p=5414 Rajkot: જેતપુર (Jetpur)ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે. જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar…

The post Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જેતપુર (Jetpur)ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે.

જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar Mahadev) મંદિર (Temple) ભૂતના ડેરા તરીકે પણ ઓળખાય છે. એક રાતમાં જ બન્યું હોવાની દંતકથા છે.

વીડિયો જોવા માટે અહીં Click કરો:

રાજકોટ: ગુજરાતની ભૂમિ આમ તો પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વરસાથી અખૂટ ભરી છે. ત્યારે જિલ્લાના જેતપુર તાલુકામાં પણ એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે. જે 13મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ મુજબ જાણી શકાય છે.

આ શિવ મંદિર જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામમાં આવેલું છે જે સાંકળેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશ એમ ચાર ભાગ છે તેમજ ગર્ભગૃહની બહારની દીવાલો  પર આછું અલંકરણ પણ છે. મંદિરનું શિખર અને ઉરુશૃંગ સુંદર જાલકભાતથી અલંકૃત છે.

આ ચાર ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી કહે છે. તેમજ આ મંદિર પાસે પહેલા પીપળાનું મોટું વૃક્ષ આવેલું હતું જો કે અત્યારે મંદિરના સામેના ભાગમાં કદાવર પીપળાનું વૃક્ષ આવેલું છે. આ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરને મળતું આવે છે તેમજ બૌદ્ધ કલાકૃતિની ઝલક પણ આ મંદિરમાં થયેલી કોતરણી તરફ જોનારા દરેકનું ધ્યાન ખેંચે છે.

શા માટે કહે છે આ મંદિરને ભૂતનો ડેરો?

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે આવેલું 800 વર્ષ પ્રાચીન સાંકળેશ્વર મહાદેવ મંદિર આજે પણ છે અડીખમ, બીરબલે બનાવ્યું હોવાની છે લોકવાયકા બીરબલના બે દીકરા હતા.

તેમની યાદમાં બે મંદિર બનાવવામાં આવેલ એક રામમંદિર અને બીજુ આ મંદિર બનાવેલ અહીંના વડીલ લોકોના જણાવ્યા મુજબ બીરબલ અહીં સૌરાષ્ટનો વતની હતો અને અહીં પહેલા ટિમ્બો હતો. ધીરે ધીરે અહીં ગામ વસ્યુ અને નામ પડ્યું જૂની સાંકળી.

આ ગામ રાજા અમરાબાપુ હસ્તક હતુ ત્યારે કેટલાક લોકોએ માયાની લાલચમાં જે રામમંદિર હતું તે ખોદી નાખ્યું પણ માયા ન મળતા અહીં સાંકળેશ્વર મંદિરમાં ખોદવાનું કામ ચાલુ કરતા મંદિરના પગથિયાં અંદર ખોદતાં નાગ અને ભમરા ઉડવા લાગતા ભયના માર્યા ભાગી ગયેલ.

ત્યારબાદ પોલીસ પટેલને જાણ કરતા પોલીસ પટેલ દ્વવારા રાજા અમરાબાપુને જાણ કરતા બાપુએ પણ નાગ જોતા તરત ખોદકામ બંધ કરવા હુકમ કરેલ અને ફરી પગથિયાં અને મંદિર એક રાતમાં પાછુ બનાવી દીધેલ એટલે ભૂતના ડેરા તરીકે પણ પ્રચલિત છે .

રાજા બીરબલ દ્વારા આ મંદિર બંધાવ્યું હોવાની લોકવાયકા

જૂની સાંકળી ગામના લોકો આ સાંકળેશ્વર મહાદેવ મંદિરને ભૂતના ડેરા તરીકે પણ ઓળખે છે. જો કે એક એવી લોકવાયકા છે કે આ મંદિર અકબરના મંત્રી બીરબલ દ્વારા બંધાવ્યું છે તેમજ બીરબલ આ જૂની સાંકળી ગામના હોવાનું પણ લોકોનું માનવું છે.

આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જૂની સાંકળી ગામના લોકો આ મંદિરને ભૂતના ડેરા તરીકે ઓળખે છે.

હાલ આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જો કે આ મંદિર ઘણા સમયથી સમારકામ ન થયું હોવાથી ગામ લોકો આ મંદિરમાં સમારકામ થાય તેવું પણ વ્યક્ત કરી રહ્યાં છે.

Loading

The post Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/feed/ 0 5414
Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/ http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/#respond Mon, 10 Jan 2022 12:25:54 +0000 https://revoltnewsindia.com/?p=5402 જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર…

The post Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર ગામમાંથી દેશી દારુનું દુષણ ડામવા માટે અરજ કરી હતી.

જુઓ વિડિઓ

ગામના લોકના જણાવ્યા અનુસાર સરધારપુર ગામમાં ઘણા લાંબા સમયથી દેશીદારુનું વેચાણ થતું હોય જેને લઈને ગામનું યુવાધન બરબાદ થતું હોય તેમજ પરિવારો પણ બરબાદ થતા હોવાનું જણાવ્યું હતું.

સરધારપુર ગામવાસીઓના જણાવ્યાં અનુસાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ફરજ પરના નવનિયુક્ત  અધિકારી પીઆઈ તપન જાની દ્વારા ગામવાસીઓને શાંતીથી સાંભળ્યા હતા અને દેશી દારૂના દૂષણને ડામવા માટે નક્કર પગલાં લેવા માટે ખાતરી આપી હતી.

Loading

The post Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/feed/ 0 5402
Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/ http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/#respond Sat, 08 Jan 2022 12:58:18 +0000 https://revoltnewsindia.com/?p=5368 જેતપુર તાલુકા સેવા સદન ખાતે જેતપુરના પ્રબુદ્ધ વકીલો અને પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગત તા. 07 ના રોજ જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની…

The post Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર તાલુકા સેવા સદન ખાતે જેતપુરના પ્રબુદ્ધ વકીલો અને પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગત તા. 07 ના રોજ જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાબત એમ છે કે ક્રિએટીવ સ્યોર સજેશન નામના પ્રકાશને પોતાના એસ.વાય.બી.એ સેમેસ્ટર 3 ના પુસ્તકમાં બાબાસાહેબ આંબેડકર તેમજ અનુસૂચિત જાતિ અંગે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કરેલ હતો. જે શબ્દ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવેલ છે.

જે શબ્દનો વિદ્યાર્થીઓના અભ્યાસના પુસ્તકમાં છાપી લાગણી દુભાવી હોય જે સંદર્ભે આવેદનપત્ર પાઠવી પબ્લિકેશન અને એડિટર સહિતના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું માનવીય ગૌરવ ન હણાય તેને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ 1999 માં એસસીડબ્લ્યુ-૧૯૯૦/૧૪૬૯/હ મુજબનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ હતો. આ આવેદનપત્ર આપવામાં જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ ગોવિંદ ડોબરીયા, વિદ્વાન વકીલ એલ.બી. જેઠવા, શૈલેષ સોલંકી અને પત્રકારમાં દિનેશ રાઠોડ, અજય જાદવ ઉપસ્થિત રહયા હતા.

Loading

The post Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/feed/ 0 5368
Jetpur: ફૂટવેરમાં કમરતોડ 12 ટકા GST ના વધારા સામે વેપારીઓમાં રોષ, દુકાનો બંધ કરીને મામલતદારને પાઠવ્યું આવેદન http://revoltnewsindia.com/jetpur-footwear-gear-breaks-12-per-cent-increase-in-gst/5263/ http://revoltnewsindia.com/jetpur-footwear-gear-breaks-12-per-cent-increase-in-gst/5263/#respond Tue, 04 Jan 2022 07:48:53 +0000 https://revoltnewsindia.com/?p=5263 Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં કૂટવેર (Footwear)ના વેપારીઓ  સરકાર દ્વારા ફૂટવેરમાં 5 ટકા GSTમાંથી 12 ટકા GSTનો વધારો કરતા જેતપુરના તમામ કૂટવેરના વેપારીઓ દ્વારા આજે સવારે દુકાનો બંધ કરીને પોતાનો…

The post Jetpur: ફૂટવેરમાં કમરતોડ 12 ટકા GST ના વધારા સામે વેપારીઓમાં રોષ, દુકાનો બંધ કરીને મામલતદારને પાઠવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં કૂટવેર (Footwear)ના વેપારીઓ  સરકાર દ્વારા ફૂટવેરમાં 5 ટકા GSTમાંથી 12 ટકા GSTનો વધારો કરતા જેતપુરના તમામ કૂટવેરના વેપારીઓ દ્વારા આજે સવારે દુકાનો બંધ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને મામલતદાર (Mamlatdar)ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વધુમાં જેતપુર ફૂટવેર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જો કાપડ પરનો 12 ટકા GST દૂર કરવામાં આવે તો ફૂટવેર પરનો 12 ટકા GST શા માટે દૂર કરવામાં ન આવે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગરીબ અમીર સૌને ફૂટવેરની જરૂર પડતી હોય છે માટે મામલતદાર દ્વારા સરકારને રજુઆત કરીએ છીએ કે કૂટવેર પરનો 12 ટકા GST દૂર કરવામાં આવે.

કૂટવેર પર ઝીંકાયેલા GSTના વધારાને દૂર કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

આજે રાજ્યભરમાં ફૂટવેરના વિવિધ વેપારી મંડળો દ્વારા ફૂટવેરમાં કરાયેલા કમરતોડ GST ના વધારા સામે દુકાનો બંધ પાડીને વિરોધ કરાયો હતો. ત્યારે જેતપુર ફૂટવેર એસોસિએશન દ્વારા પણ ફૂટવેરમાં કરાયેલા 12 ટકા GST ના વધારાનો વિરોધ કર્યો હતો

અને જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી GST નો વધારો પાછો ખેંચવાની રજુઆત કરી હતી. તેમજ જો આ ફૂટવેરમાં કરાયેલો GST નો વધારો પાછો ન ખેંચાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Loading

The post Jetpur: ફૂટવેરમાં કમરતોડ 12 ટકા GST ના વધારા સામે વેપારીઓમાં રોષ, દુકાનો બંધ કરીને મામલતદારને પાઠવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-footwear-gear-breaks-12-per-cent-increase-in-gst/5263/feed/ 0 5263