વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની

SHARE THE NEWS

જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર ગ્રામ પંચાયતની (Gram Panchayat Election) ચૂંટણી ગત 19 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં 6574 મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ વીરપુર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ચાર પાંખીઓ જંગ જામ્યો હતો. જેમાં વીરપુર ગામના કુલ 14 વોર્ડ માંથી 56 જેટલા ઉમેદવારોએ સભ્યપદ માટે તેમજ સરપંચ પદ માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

જેમાં 21 ડિસેમ્બરના રોજ વીરપુર ગ્રામપંચાયતના સરપંચ તરીકે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના રમેશભાઈ સરવૈયા 713 મતે વિજેતા જાહેર થયા હતા. આ સાથે જ તેમના પત્ની મંજુલાબેન સરવૈયા પણ સભ્યપદેથી 145 મતે વિજેતા જાહેર થયા હતા. જેમને લઈને આજે જેતપુર તાલુકા મામલતદાર બી.એમ.ખાનપરાની ઉપસ્થિતમાં વિધિવત રીતે વીરપુર ગ્રામપંચાયતના સરપંચપદ તરીકેનો ચાર્જ રમેશભાઈ સરવૈયાએ સંભાળ્યો હતો. જ્યારે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા બિનહરીફ ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા.

ત્યારે આઝાદી પછી જ્યારથી વીરપુર ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમવાર પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ એમ બંને પતિ પત્નીએ રેકોર્ડ કર્યો હતો. વીરપુર એક જગવિખ્યાત યાત્રાધામ હોય તેમજ વીરપુર ગ્રામપંચાયત જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત હોય ત્યારે પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ બનતા વીરપુર ગામના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે નવ નિયુક્ત સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે પતિ પત્ની બંને સાથે મળીને વીરપુર ગામની જનતાએ જે જવાબદારી સોંપી છે, ત્યારે પૂજ્ય જલારામ બાપાના યાત્રાધામ વીરપુરના વિકાસના કર્યોને હંમેશા આગળ વધારતા રહીશું.

 298 Views,  1 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: