જેતપુર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની કરવામાં આવી વરણી

SHARE THE NEWS

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

જેતપુરમાં તાલુકા બ્રહ્મ સમાજ (Brahma Samaj) ના અગ્રણીઓની એક બેઠક મળી હતી. જેમાં તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજ, હોદેદારો તેમજ મહિલા અને યુવા પાખંના તમામ હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

જેતપુર (Jetpur) ગત તા. 20ના રોજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ (Municipal Girls Highschool)  સ્ટેન્ડ ચોક (Stand chowk)  ખાતે સ્વામીનારાયણ મંદિર (Swaminarayan Temple) ના પૂજ્ય નીલકંઠસ્વામીના આશીર્વચન તેમજ આશીર્વાદ સાથે તમામ જેતપુરની કારોબારી સમિતિ તેમજ યુવા ટીમ તેમજ મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં મેઈન બોડીમાં હિતેશભાઈ રાવલ પ્રમુખ પદે સર્વાનુમતે ચૂંટાયા હતા. તેમજ અન્ય કારોબારીના હોદા આપ્યા હતા. ઊપરાંત મહિલા મંડળમાં  નીતાબેન દિલીપભાઈ મહેતાની નિમણુંક થઈ હતી. તેમજ કારોબારીની નિમણુંક કરવામાં આવી હતી. ઊપરાંત યુવા પાંખમાં હિરેનભાઈ જોષીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી સહિતના તમામ પાંખમાં હોદેદારો નિમાયા હતા

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *