GujaratiNews Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/gujaratinews/ News for India Tue, 26 Sep 2023 10:14:29 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png GujaratiNews Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/gujaratinews/ 32 32 174330959 Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/ http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/#respond Mon, 04 Sep 2023 12:15:11 +0000 http://revoltnewsindia.com/?p=7721 જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાનજી કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

The post Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર

તા. 04, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રોને લઈને હાલ જ્યારે હનુમાનજીના ભકતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના પણ આવી એક બાબત સામે આવી છે જેને લઇને આજે સાધુ સંતો દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સાધુ સંતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબ માંગ કરવામાં આવી હતી.

જય સનાતન ધર્મ સાથ જણાવવાનું કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રો સ્વામીને ફળાહાર કરાવતી મુર્તિઓ, માતા સીતાજી વિશે અભદ્ર ટીપ્પણીઓનો વિવાદ ચાલી રહ્યો છે.

અને આવા દુરાચારી સ્વામીઓ વારંવાર સનાતન ધર્મના આરાધ્ય દેવી – દેવતાઓના અપમાન કરી રહ્યા છે. તેની સામે કાનુની રાહે પગલા ભરવાની માંગ કરીએ છીએ.

દુનિયાની ઉત્પતી થઈ ત્યારથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે અને સ્વામીનારાયણ સંપ્રદાયને તો હજુ 250 વર્ષ જેટલો સમય થયો હોવા છતા.

આ સંપ્રદાયના સ્વામીઓ સનાતન ધર્મને નીચે બતાવવાના, આરાધ્ય દેવોને સ્વામી કરતા ઓછા તેજવાળા બતાવવાનો વારંવાર પ્રયાસો કરે છે. વાસ્તવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ કે, સ્વામીઓ દ્વારા ગુરૂકુળમાં ભણતા બાળકો, શિષ્યો સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, મહિલા સત્સંગીઓ સાથે વ્યભીચાર, સંપતીઓ માટે મારામારી, ખુનની કોશીષ, ખુન કરવા, કરાવવા જેવા ગુન્હાહીત કૃત્ય કરી ભગવા વસ્ત્રોને લજવ્યા.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓ બની ગયા એટલે સનાતન ધર્મના દેવી દેવતાઓ, સાધુ સંતો, મહાપુરૂષો વિગેરે વિશે જેમ ફાવે તેમ વાણી વિલાસ કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેવું બોલવા લાગે છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-01

તાજેતરમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. મંદિરના અપૂર્વ સ્વામીએ તો હદ વટાવી દીધી. માતા સીતાજી વનવાસ દરમીયાન ભગવાન શ્રી રામ યારે સોનેરી હરણ પાછળ જાય ત્યારે બચાવોની બુમોનો અવાજ સંભળાય છે ત્યારે માતા સીતાજી લક્ષ્મણજીને શ્રીરામની મદદ માટે જવાનું કહે છે અને તેમાં તુ 13 વર્ષથી અમારી ભેગો વનવાસમાં એટલા માટે ફરે છે કે તારી દાનત સારી નથી, હું મરી જઇશ પણ તારી સાથે નહી પરણું આટલું હિન કક્ષાનું બોલે છે.

આવા ઉચ્ચારણ બદલ અપૂર્વ સ્વામીએ ભુતપૂર્વ સ્વામી બનાવી દેવો જોઇએ. આમ સ્વામીનારાયણ સંપ્રદાય પોતે સનાતન ધર્મનો જ એક ભાગ માનીને સનાતન ધર્મમાં જ્ઞાતીઓના વાડા, અમીર, ગરીબ, ઉંચનીચના ભેદભાવો દુર કરવાને બદલે સંપતીઓ એકઠી કરવાના, ભગવાનના અપમાનો કરવાના જ કામો કરે છે.

જેતપુર શહેરમાં જુનાગઢ રોડ પર તાજેતરમાં 23 શ્રમીકોના મકાન પર હરીભક્તો પાસે દબાણની અરજીઓ કરાવી તે મકાનો પર બુલડોઝર ફેરવાવી, શ્રમીકોને ઘરવિહોણા કરી નાખ્યા. તેવી જ રીતે સારણ નદી પાસે રહેતા શ્રમીકોના મકાનો ડીમોલેશન કરાવવાની વાંરવાર ધમકીઓ આપે છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-02

અને વર્ષોથી શ્રીજી ગાદીસ્થાનમાં સેવા ચાકરી કરતા હરીભક્ત પરીવારની મહિલાને લેન્ડ ગ્રેબીંગ જેવા ગંભીર ગુનામાં એક ટ્રસ્ટીઓએ પોલીસ ફરીયાદ કરી સંડોવી દીધી. આવા બધા કૃત્યો કે જે ગુંડાઓ કરતા હોય તેવા કૃત્ય સ્વામીઓ સંપતી એકઠી કરવા માટે જ કરે છે.

હરીભક્તો પાસેથી ધર્મના નામે પૈસા એકઠા કરી ગરીબ હિન્દુઓના મકાનો પચાવી પાડવામાં વિધર્મીઓને પૈસાઓનું ધિરાણ કરે છે. વિધર્મીઓનું જાહેરમાં સન્માન કરી એક મંચ શેર કરી પ્રશંસા કરે છે. અને સનાતનીઓની નિંદા કરવા જેવા કૃત્યો કરે છે.

આવા કૃત્ય કરનાર સ્વામીઓનો અમો સનાતનીઓ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને તેઓ પર કાયદાકીય પગલા ભરવાની માંગ કરીએ છીએ. પરંતુ કેટલાક બની બેઠેલા ઠગ ભગતો દ્વારા હનુમાનજી નામની આગળ પાછળ ગમે તેવા અશોભનીય શબ્દો જોડી દેતા હોય છે, જે શબ્દો વિશે મોટા ભાગના લોકો બેધ્યાન હોય છે.

જેમ કે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અનેક મહાનુભાવો, લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરી ગયા પરંતુ હનુમાનજીને સ્વામીના દાસ ચીતરવામાં આવ્યા છે તે કોઇના ધ્યાનમાં નોહતું આવ્યું અને જયારે આ વિવાદ જાગ્યો ત્યારે બધાને ધ્યાને આવ્યું કે આતો સનાતન ધર્મનું અપમાન છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-03

આવી રીતે જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, બ્રહ્મલીન રમાનંદજી મહારાજના સમાધિ સ્થળ ખાતે તેજ પ્રતાપી સુર્યમુખી હનુમાનજીનું પૌરાણીક મંદિર આવેલ છે.

આ મંદિરનો જીણોદ્ધાર કરવાનો બની બેઠેલા મહંતે નિર્ણય લીધો અને સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાન કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

કાલે કોઇ કમ્પાઉન્ડર હનુમાનજી નામ રાખી લ્યે તો ? તો પણ ચુપ બેસવાનું. ના તેવું હવે નહી ચલાવી લેવાય અને પ્રાચીન શ્રી નરસીંહજી મંદિર ખાતે શ્રી રામ દરબાર આવેલ છે.

તેમાં હનુમાનજી ગોઠણભેર મુદ્રામાં ભગવાન શ્રી રામ, માતા જાનકી અને ભાઇ લક્ષ્મણ સમક્ષ દાસ સ્વરૂપમાં બેસેલ છે. પરંતુ તે રામ દરબારમાંથી હનુમાનજીની મૂર્તિને અલગ કરી લોકોના દાસ હોય તે રીતે જયાં ત્યાં જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેમ કે હોટેલ બહાર લોકોનું નમીને સ્વાગત કરતો મહારાજ, ચાની હોટેલ પણ ચા પીતા માલધારીનું કટ આઉટ રાખવામાં આવતા હોય તેમા હનુમાનજી લોકોના દાસ હોય તે રીતે પ્રદર્શન માટે રાખવામાં આવે છે.

આવું કૃત્ય કરવુ પણ હનુમાનજીનું અપમાન છે. જેથી અમારી ધાર્મિક લાગણી દુભાઇ છે. અમારી લાગણી દુભાવનાર તેમજ હનુમાનજીનુ વારંવાર અપમાન દ્વારા સનાતન ધર્મનું અપમાન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેમજ ડોક્ટર હનુમાનજી નામમાંથી ફરી મુળ નામ હતું તે સુર્યમુખી હનુમાનજી રાખવાંમાં આવે તેવી અમારી માંગ છે.

Loading

The post Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/feed/ 0 7721
જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/ http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/#respond Tue, 08 Aug 2023 15:27:19 +0000 http://revoltnewsindia.com/?p=7701 રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયા દ્વારા તેમણે માંગેલી માહિતી સમયસર ન આપતા RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગના દરવાજા ખટખટાવ્યાં હતા.

The post જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ),

Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયાએ તેમણે માંગેલી માહિતી ન આપતા ફરિયાદ કરેલી હતી.

જેને લઇને ગુજરાત માહિતી આયોગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયાને માહિતીનો અધિકાર અધિનિયમ-2005ની કલમ-20(1)ની જોગવાઇ મુજબ રૂા. 10000/-(રૂપિયા દસ હજાર પૂરા)નો દંડ ફટકાર્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે શું કહ્યું?

RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે જેતપુરમાં આવેલ એ-સકસેસ સ્કૂલે ગેરરીતિથી મંજૂરી મેળવેલ હોય. તે બાબતની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને લેખિત રજૂઆત 17/08/2021ની અરજી દ્વારા કરેલ હોય. જેની માહિતી તેમણે નમૂના ક’ થી 13/06/2022 ના રોજ માગેલ હતી. જે માહિતી આપેલ ન હોય, તેથી તેઓએ માહિતી બાબતની ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરેલ હતી. જે ધ્યાને લઈ ગુજરાત માહિતી આયોગ દ્વારા ₹10,000 નો મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને દંડ ફટકારવામાં આવ્યો હતો.

RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માંગવામાં આવેલ માહિતીની નકલ જે નીચે મુજબ છે

શું છે પૂરો મામલો?

રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયા દ્વારા તેમણે માંગેલી માહિતી સમયસર ન આપતા RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગના દરવાજા ખટખટાવ્યાં હતા.

ત્યારે 28/07/2023ના ગુજરાત માહિતી આયોગના હુકમ મુજબ RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ-18(1) હેઠળ આયોગ સમક્ષ ફરિયાદ કરેલ હતી. આ ફરિયાદને આયોગ દ્વારા ધ્યાને લેતા તેની સુનવણી કરવામાં આવી હતી.

વધુ વિગત માટે વાંચો આયોગ દ્વારા આપેલા હુકમની નકલ જે નીચે મુજબ છે.

Loading

The post જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/feed/ 0 7701
Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/#respond Fri, 04 Aug 2023 14:21:46 +0000 https://revoltnewsindia.com/?p=7695 જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશનને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેમણે આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ 16 જૂન 2023ના રોજ એસ.ટી. બસની અનિયમિતતાને લીધે મૌખિક રજૂઆત કરેલી હતી.

જો કે જેતપુરના એસ.ટી. તંત્રે વિધાર્થીઓને પડતી હાલાકી દૂર કરવાને બદલે આંખ આડા કાન કર્યા હતા. જેને લઇને આજે ABVP દ્વારા વિધાર્થીઓને સાથે રાખીને જેતપુર એસ.ટી. બસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા હતા.

તેમજ જેતપુર ડેપોના જેતપુર-નવાગામ-જેતપુરના અનિયમિત બસ રૂટને નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

તેમજ જો આ માંગ ત્રણ દિવસમાં પૂરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Loading

The post Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/feed/ 0 7695
Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/#respond Wed, 02 Aug 2023 14:01:49 +0000 http://revoltnewsindia.com/?p=7675 જેતપુરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: ચોમાસાના કારણે જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારો જાણે આફ્રિકાના વિસ્તારો થઈ ગયા હોય એવા હાલના સમયમાં દેખાય રહ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાકા રસ્તાઓ નથી, મહિનાઓથી સ્ટ્રીટ લાઈટો નથી, સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય જેને લીધે પોતાની ફરજ સમજીને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાએ લોકોની વેદનાઓ વારંવાર રજૂ કરી હતી અને હાલમાં કરે પણ છે.

ત્યારે આજે જાણે જેતપુરમાં ઘણા લાંબા સમય પછી વિપક્ષ ઊંઘમાંથી ઉડીને વિરોધ કરતા જોવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આક્ષેપો અને માંગ પણ કરવામાં આવી હતી.

જે આ મુજબ હતી, ચોમાસા પહેલાં જેતપુરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે આ કામગીરી શોભાના ગાઠીયા સમાન જોવા મળેલ છે.

જેતપુર એક સાડી ઉદ્યોગનું મોટું નામ ધરાવતુ હોય, ત્યારે જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો રીપેરીંગ બાબતે કામગીરી ઠપ જેવી જણાય છે.

જેમનું મુખ્ય કારણ સતાપક્ષના ભુતપુર્વ સુધરાઇ સભ્યો આવનારી જેતપુર નવાગઢ નગરપાલીકાની ચુંટણીને અનુલક્ષીને પોતાના વિસ્તારોની વોટબેંક સાચવવા માટે લાઇટની ગાડીઓ લઇ જતા હોય છે.

અને ગાડીઓ સાથે જ રહેતા હોય છે. ત્યારે એવુ લાગે છે કે જેતપુર નવાગઢ નગરપાલીકાની અંદર વહીવટી શાસન નહીં પણ રીમોટથી ચાલતુ ટીવી લાગી રહયુ છે.

અંદાજીત એક વર્ષ પહેલાં અમારા દ્વારા જેતપુર નવાગઢ નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબને નવી લાઇટો બાબતે આવેદન આપેલ હોય જેમાં તેના પ્રતિ ઉતરમાં સારો જવાબ મળેલ હતો. પણ એક વર્ષ ઉપર થઇ જતાં હાલ હજી સુધી કોઇ નવી લાઇટોનું નિવારણ આવેલ નથી.

જેતપુર શહેરમાં આવેલ પછાત વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી છતાં હાલ પછાત વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. તેમજ ભુર્ગભની નવી લાઇનો હજીસુધી મંજુર કરવામાં નથી.

છતાં પછાત વિસ્તારોમાંથી ભુર્ગભ ગટરોનો વેરો ઉઘરાવવામાં આવે છે. તેમજ પછાત વિસ્તારોના રોડ-રસ્તાઓ ગંદકીથી ભરપુર હોય છે.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા પછાત વિસ્તારો તેમજ ગંદકીઓ ભર્યા વિસ્તારોમાં કપચી તેમજ સીલીકોટની રેતી નખાવી પછાત વિસ્તારના લોકોને મુશ્કેલી મુકત કરવા અને

જેતપુર શહેરના ભુર્ગભ ગટરના ઢાકણાઓ રોડ રસ્તા કરતા ખુબ નીચા પ્રમાણમાં હોય છે, તેમજ ઢાકણાઓની હાલત બોવ ખરાબ હોય છે. અથવા તો તુટી ગયેલા હોય છે. અને તેની આજુ બાજુમાં બોવ મોટા ખાડાઓ પડી ગયેલા હોય છે,

તેમજ અધિકારીઓ અને ઉદ્યોગપતીઓ પાસે નાની મોટી લકઝરી ગાડીઓ હોવાથી તે લોકોને આવા નાના મોટા ખાડાઓ નડતા ન હોય અને આવી મુશ્કેલીઓનો સામનો નાના મધ્યવર્ગના માણસોને થતી હોય છે.

હાલ જૂનાગઢ રોડ પર આવેલા શિવકૃપા-1, શિવકૃપા-2, શિવકૃપા-3, ગણેશનગર-1, ગણેશનગર-2, દાતારનગર તેમજ ગઢની રાંગનો પછાત વિસ્તાર-નવાગઢ, વડલીચોક, બાપુનીવાડી, રામૈયા હનુમાન-વિસ્તાર, ભોજાધાર-વિસ્તાર, દાસીજીવણપરા,

જલારામ-1, જલારામ-2, જલારામ-3, સામાકાંઠાથી દેરડી રોડ, જન કલ્યાણી વિસ્તાર, નકલંક રોડ, સરદાર ચોક-કેનાલરોડથી નવાગઢ બળદેવ ઘુસાની ધાર સુધી,

જેતપુર સામાકાંઠા વિસ્તાર, નંદાણીયા નગર સામાકાઠે, દેરડી આવાસ યોજના, નવાગઢ મુખ્ય રોડ, નવાગઢ રેલ્વેના નીચેના બ્રીજમાં મોટા ખાડાઓ તેમજ પાણીની સમસ્યાઓ સર્જાય છે.

રબારીકા ગામ જવા માટેનું અંડર બ્રીજના નીચેના ભાગમાં મોટા પ્રમાણમાં ઉપરવાસનું પાણી આવતુ હોય ત્યારે મીડીયાની અંદર પણ આવી ગયેલ હોય છતાં પણ નેશનલ હાઇવે દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

અને સામાન્ય લોકોનો જીવ જોખમમાં આવી શકે તેમ છે.

જેમનો વહેલા તે પહેલાં ઘોરણે યોગ્ય કાર્યવાહી કરવા બાબત.ઉપરોકત રજુઆત અંગે દિવસ 20 ની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે મંજુરી સાથે નકોડા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.

તેમજ ઘણા લોકો દ્વારા પછાતવર્ગના લોકાને કોઈપણ સહાયતા પુરી પાડવામાં આવતી હોય ત્યારે તેમના ફોટા પાડીને ફોટાઓ સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવતા હોય. જેમાં ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Loading

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/feed/ 0 7675
Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/ http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/#respond Sat, 20 May 2023 00:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7636 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

રાજકોટ 108 ટીમની પ્રશંસનીય કામગીરી

Rajkot: રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત ત્રણ જિંદગીઓની જીવનદાતા બની હતી. 108ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખભાઈ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વધુ વિગતો આપતા 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા.

ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા. ગામની બહાર જ રસ્તાની સાઈડમાં 108 ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ

એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુભાઈ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં

ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી 108 હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનીક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને

જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

Loading

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/feed/ 0 7636
Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/ http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/#respond Fri, 19 May 2023 13:54:04 +0000 https://revoltnewsindia.com/?p=7628 રાજકોટ તા. 19 મે - આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

The post Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: રાજકોટ તા. 19 મે – આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આજ રોજ વહેલી સવારે આર.ટી.ઓ. ટીમ દ્વારા ભલગામડા પાસે ભાદર નદી ખાતે રેડ પાડવામાં આવી હતી. આર.ટી.ઓ. અધિકારીના જણાવ્યા મુજબ આ રેડમાં કુલ 19 વાહનોની તલાશ કરવામાં આવી હતી. જેમાં 03 ઓવરલોડેડ વાહનો પકડવામાં આવ્યા હતાં.

જયારે આર.ટી.ઓ. ટેક્સ ન ભરેલા 04 વાહનો મળી આવેલ છે. રેડ દરમિયાન કેટલાક વાહનોના ડ્રાઈવર નાસી જતા સ્થળ પર વાહનો બિનવારસી હાલતમાં મળેલ હતાં.

આ વાહનોના માલિકો અંગે વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આર.ટી.ઓ. અધિકારીએ જણાવ્યું હતું.

Loading

The post Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/feed/ 0 7628
Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/ http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/#respond Wed, 17 May 2023 17:54:49 +0000 https://revoltnewsindia.com/?p=7604 રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

આ વિસ્તારનું નામ એટલે નવાગઢ બળદેવધાર વિસ્તાર. આ બળદેવધાર વિસ્તારના પોતાના મકાનમાં જ બહારથી મહિલાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતો ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોલીસના સકંજામાં આવી ગયો છે.

પકડાયેલા આરોપી

પોલીસના જણાવ્યા મુજબ ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોતે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પોતાના આર્થિક લાભ સારૂ આ મહિલાઓને પોતાના મકાને દેહવિક્રયનો ધંધો કરવા માટે સગવડતા કરી આપી ગ્રાહકો શોધી આપી. ગ્રાહકો પાસેથી શરીર સુખ ભોગવવા માટે નાણા લઈ આ નાણામાંથી કમીશન મેળવી અને દેહવિક્રયનો ધંધો કરતો હોવાની માહિતી મળતા.

આર.એ.ડોડીયા (DYSP), એ.એમ.હેરમા (PI), પો. કોન્સ નારણભાઇ પંપાણિયા, પો. કોન્સ બાપાલાલ ચુડાસમા ના.પો.અધિ. કચેરી જેતપુર તથા ડી-સ્ટાફ અને જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા

ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભરના મકાનમાંથી દેહવિક્રયનો ધંધો કરવા આવેલ મહિલા તેમજ આ મહિલા સાથે શરીર સુખ ભોગવવા આવેલ ઇસમ જયદિપ ધીરૂભાઈ પાઘડાર જાતે પટેલ રહે. ઢોળવા તા.ભેંસાણ જી. જૂનાગઢ મળી આવતા તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Loading

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/feed/ 0 7604
ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/#respond Mon, 15 May 2023 10:48:37 +0000 https://revoltnewsindia.com/?p=7601 રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ (Rajkot Rural LCB Police) ઈન્સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.

જે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીપાનેલી ગામની સીમમાં માંડાસણ રોડ પર આવેલ અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટીપાનેલી વાળાની કબ્જા ભોગવટાની વાડીએ રેઇડ કરી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ –52 કી. રૂ. 27,040/- ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી.

પકડવા પર બાકી આરોપી: અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટી પાનેલી માંડાસણ રોડ જુના જારવાસ, તા. ઉપલેટા, જી. રાજકોટ.

આ કામગીરી કરનાર ટીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસના ઇન્સ. વી.વી.ઓડેદારા, પો.સબ.ઈન્સ ડી.જી.બડવા, પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ, પો.સબ.ઇન્સ જે.યુ.ગોહીલ એ.એસ.આઇ મહેશ જાની, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલેશ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા, દીવ્યેશ સુવા, તથા પો કોન્સ કૌશીક જોષી, મહેશ સારીખડા, મેહુલ સોનરાજ તથા ડ્રા. પો કોન્સ અનીરૂધ્ધસિંહ જાડેજા જોડાયેલા હતા. તેમ એલ.સી.બી. (Local Crime Branch) રાજકોટ ગ્રામ્ય (RAJKOT RURAL) ની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

Loading

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/feed/ 0 7601
Kutch: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમામાં સગર્ભા મહિલાઓના આરોગ્યની કરાઈ તપાસ http://revoltnewsindia.com/health-checkup-of-pregnant-women-in-primary-health-center-kukma-rni-dr/7594/ http://revoltnewsindia.com/health-checkup-of-pregnant-women-in-primary-health-center-kukma-rni-dr/7594/#respond Fri, 12 May 2023 12:14:40 +0000 https://revoltnewsindia.com/?p=7594 આ આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો હતો. સર્ગભા માતાઓને કેમ્પના સ્થળ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ખિલખિલાટ વાનની સેવાનો ઉપયોગ કરાયો

The post Kutch: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમામાં સગર્ભા મહિલાઓના આરોગ્યની કરાઈ તપાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો હતો. સર્ગભા માતાઓને કેમ્પના સ્થળ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ખિલખિલાટ વાનની સેવાનો ઉપયોગ કરાયો હતો.

આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો

Bhuj: તાજેતરમાં કચ્છ (Kutch)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા અંતર્ગત આવેલી કોટડા ઉગમણા ડિસ્પેન્સરી ખાતે એએનસી આરોગ્ય સારસંભાળ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સગર્ભા માતાની ઉંચાઈ, વજન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હીમોગ્લોબિન, સિફિલીસ વગેરેની તપાસ કરીને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત, સગર્ભા માતાઓના થેલેસેમિયા ટેસ્ટ માટેના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.

આયુષ મેડિકલ ઓફિસર ડૉ.ધારા અજાણી દ્વારા સગર્ભાવસ્થાના દિવસો દરમિયાન રાખવાની કાળજી, આહાર, રસીકરણ અને સોનોગ્રાફી વિશે સગર્ભા માતાઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

વધુ સારવારની જરૂર જણાય એવા કિસ્સામાં સગર્ભા માતાઓને જરૂર પડ્યે ભુજ શહેર રીફર કરવામાં આવ્યા હતા.

આ આરોગ્ય કેમ્પનો કુલ 49 સગર્ભા માતાએ લાભ લીધો હતો. સગર્ભા માતાઓને કેમ્પના સ્થળ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે તે માટે ખિલખિલાટ વાનની સેવાનો ઉપયોગ કરાયો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી તથા ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારના માર્ગદર્શન હેઠળ કુકમાના મેડિકલ ઑફિસર ડૉ. પ્રિન્સ ફેફર દ્વારા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા સગર્ભા માતાના આયુષ્માન કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક FHS, FHW,MPW અને આશા બહેનોએ કેમ્પને સાર્થક બનાવી મહત્તમ સગર્ભા માતાઓ જાગૃત થાય તે દિશામાં પ્રયત્નો કર્યા હતા.

Loading

The post Kutch: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમામાં સગર્ભા મહિલાઓના આરોગ્યની કરાઈ તપાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/health-checkup-of-pregnant-women-in-primary-health-center-kukma-rni-dr/7594/feed/ 0 7594