Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ

SHARE THE NEWS

Jetpur: ચોમાસાના કારણે જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારો જાણે આફ્રિકાના વિસ્તારો થઈ ગયા હોય એવા હાલના સમયમાં દેખાય રહ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાકા રસ્તાઓ નથી, મહિનાઓથી સ્ટ્રીટ લાઈટો નથી, સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય જેને લીધે પોતાની ફરજ સમજીને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાએ લોકોની વેદનાઓ વારંવાર રજૂ કરી હતી અને હાલમાં કરે પણ છે.

ત્યારે આજે જાણે જેતપુરમાં ઘણા લાંબા સમય પછી વિપક્ષ ઊંઘમાંથી ઉડીને વિરોધ કરતા જોવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આક્ષેપો અને માંગ પણ કરવામાં આવી હતી.

જે આ મુજબ હતી, ચોમાસા પહેલાં જેતપુરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે આ કામગીરી શોભાના ગાઠીયા સમાન જોવા મળેલ છે.

જેતપુર એક સાડી ઉદ્યોગનું મોટું નામ ધરાવતુ હોય, ત્યારે જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો રીપેરીંગ બાબતે કામગીરી ઠપ જેવી જણાય છે.

જેમનું મુખ્ય કારણ સતાપક્ષના ભુતપુર્વ સુધરાઇ સભ્યો આવનારી જેતપુર નવાગઢ નગરપાલીકાની ચુંટણીને અનુલક્ષીને પોતાના વિસ્તારોની વોટબેંક સાચવવા માટે લાઇટની ગાડીઓ લઇ જતા હોય છે.

અને ગાડીઓ સાથે જ રહેતા હોય છે. ત્યારે એવુ લાગે છે કે જેતપુર નવાગઢ નગરપાલીકાની અંદર વહીવટી શાસન નહીં પણ રીમોટથી ચાલતુ ટીવી લાગી રહયુ છે.

અંદાજીત એક વર્ષ પહેલાં અમારા દ્વારા જેતપુર નવાગઢ નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબને નવી લાઇટો બાબતે આવેદન આપેલ હોય જેમાં તેના પ્રતિ ઉતરમાં સારો જવાબ મળેલ હતો. પણ એક વર્ષ ઉપર થઇ જતાં હાલ હજી સુધી કોઇ નવી લાઇટોનું નિવારણ આવેલ નથી.

જેતપુર શહેરમાં આવેલ પછાત વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી છતાં હાલ પછાત વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. તેમજ ભુર્ગભની નવી લાઇનો હજીસુધી મંજુર કરવામાં નથી.

છતાં પછાત વિસ્તારોમાંથી ભુર્ગભ ગટરોનો વેરો ઉઘરાવવામાં આવે છે. તેમજ પછાત વિસ્તારોના રોડ-રસ્તાઓ ગંદકીથી ભરપુર હોય છે.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા પછાત વિસ્તારો તેમજ ગંદકીઓ ભર્યા વિસ્તારોમાં કપચી તેમજ સીલીકોટની રેતી નખાવી પછાત વિસ્તારના લોકોને મુશ્કેલી મુકત કરવા અને

જેતપુર શહેરના ભુર્ગભ ગટરના ઢાકણાઓ રોડ રસ્તા કરતા ખુબ નીચા પ્રમાણમાં હોય છે, તેમજ ઢાકણાઓની હાલત બોવ ખરાબ હોય છે. અથવા તો તુટી ગયેલા હોય છે. અને તેની આજુ બાજુમાં બોવ મોટા ખાડાઓ પડી ગયેલા હોય છે,

તેમજ અધિકારીઓ અને ઉદ્યોગપતીઓ પાસે નાની મોટી લકઝરી ગાડીઓ હોવાથી તે લોકોને આવા નાના મોટા ખાડાઓ નડતા ન હોય અને આવી મુશ્કેલીઓનો સામનો નાના મધ્યવર્ગના માણસોને થતી હોય છે.

હાલ જૂનાગઢ રોડ પર આવેલા શિવકૃપા-1, શિવકૃપા-2, શિવકૃપા-3, ગણેશનગર-1, ગણેશનગર-2, દાતારનગર તેમજ ગઢની રાંગનો પછાત વિસ્તાર-નવાગઢ, વડલીચોક, બાપુનીવાડી, રામૈયા હનુમાન-વિસ્તાર, ભોજાધાર-વિસ્તાર, દાસીજીવણપરા,

જલારામ-1, જલારામ-2, જલારામ-3, સામાકાંઠાથી દેરડી રોડ, જન કલ્યાણી વિસ્તાર, નકલંક રોડ, સરદાર ચોક-કેનાલરોડથી નવાગઢ બળદેવ ઘુસાની ધાર સુધી,

જેતપુર સામાકાંઠા વિસ્તાર, નંદાણીયા નગર સામાકાઠે, દેરડી આવાસ યોજના, નવાગઢ મુખ્ય રોડ, નવાગઢ રેલ્વેના નીચેના બ્રીજમાં મોટા ખાડાઓ તેમજ પાણીની સમસ્યાઓ સર્જાય છે.

રબારીકા ગામ જવા માટેનું અંડર બ્રીજના નીચેના ભાગમાં મોટા પ્રમાણમાં ઉપરવાસનું પાણી આવતુ હોય ત્યારે મીડીયાની અંદર પણ આવી ગયેલ હોય છતાં પણ નેશનલ હાઇવે દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

અને સામાન્ય લોકોનો જીવ જોખમમાં આવી શકે તેમ છે.

જેમનો વહેલા તે પહેલાં ઘોરણે યોગ્ય કાર્યવાહી કરવા બાબત.ઉપરોકત રજુઆત અંગે દિવસ 20 ની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે મંજુરી સાથે નકોડા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.

તેમજ ઘણા લોકો દ્વારા પછાતવર્ગના લોકાને કોઈપણ સહાયતા પુરી પાડવામાં આવતી હોય ત્યારે તેમના ફોટા પાડીને ફોટાઓ સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવતા હોય. જેમાં ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *