JetpurCourt Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jetpurcourt/ News for India Fri, 17 Dec 2021 17:14:59 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png JetpurCourt Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jetpurcourt/ 32 32 174330959 Jetpur: બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ 110 મતથી ચૂંટાઈને આવ્યા, જ્યારે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો થયા સમરસ http://revoltnewsindia.com/jetpur-bar-association-elections-the-president-was-elected-by-110-vote/5000/ http://revoltnewsindia.com/jetpur-bar-association-elections-the-president-was-elected-by-110-vote/5000/#respond Fri, 17 Dec 2021 16:19:08 +0000 http://revoltnewsindia.com/?p=5000 જેતપુર બાર એસોસિએશનની 2022 ની નવી ટર્મના હોદ્દેદારો માટે લોકશાહી ઢબથી આજે જેતપુર કોર્ટના સંકુલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગોવિંદ ડોબરીયા પ્રમુખ પદે લોકશાહી ઢબથી ચૂંટાયા રાજકોટ:…

The post Jetpur: બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ 110 મતથી ચૂંટાઈને આવ્યા, જ્યારે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો થયા સમરસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર બાર એસોસિએશનની 2022 ની નવી ટર્મના હોદ્દેદારો માટે લોકશાહી ઢબથી આજે જેતપુર કોર્ટના સંકુલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગોવિંદ ડોબરીયા પ્રમુખ પદે લોકશાહી ઢબથી ચૂંટાયા

રાજકોટ: વકીલ મંડળની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં બારકાઉન્સિલ ઓફ ગુજરાત (Bar council of Gujarat) દ્વારા દર વર્ષે યોજવામાં આવતી હોય છે. જેનો કાર્યકાળ એક વર્ષનો હોય છે. આજે જેતપુર બાર એસોસિએશનના (Jetpur Bar Association) નવા પ્રમુખ પદ માટે ગોવિંદભાઈ ડોબરીયા, શૈલેષભાઈ સાવલિયા મેદાનમાં હતા. જેમાં ગોવિંદભાઈ ડોબરીયાને 110 મત મળ્યા હતા. જ્યારે શૈલેષભાઈને 42 મત મળ્યા હતા. જેથી ગોવિંદભાઇ ડોબરીયા વિજેતા જાહેર થયા હતા.

જેતપુર બાર એસોસિએશનમાં હાલ કુલ 289 મતદાર છે

જ્યારે રમેશભાઈ માણંદભાઈ વાઘેલા-ઉપપ્રમુખ, પ્રતિકકુમાર પરષોતમભાઈ ગાજીપરા-સેક્રેટરી, ભાવીન દામજીભાઈ ગોંડલીયા-જોઈન્ટ સેક્રેટરી, મીતેષ કાનજીભાઈ ઠેસીયા-ખજાનચી તરીકે બિનહરીફ એટલે કે હાલ ચાલતી ગ્રામ પંચાયતની ચૂંટણીના શબ્દોમાં કહીએ તો સમરસ થયા હતા.

9 વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે ગોવિંદ ડોબરીયા અગાઉ પણ પ્રમુખ રહી ચૂકેલા છે

આપને જણાવી આપીએ કે જેતપુર બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ ગોવિંદ ડોબરીયા છેલ્લા નવ વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે અને તેઓ B.Com. LLM ની ડીગ્રી પણ ધરાવે છે. અગાઉ પણ તેઓ જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વકીલોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પૂરતો પ્રયાસ કરશે.

by Team Revolt Jetpur, Mo. +919879914491

Loading

The post Jetpur: બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ 110 મતથી ચૂંટાઈને આવ્યા, જ્યારે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો થયા સમરસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-bar-association-elections-the-president-was-elected-by-110-vote/5000/feed/ 0 5000
Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/ http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/#respond Sat, 23 Oct 2021 13:35:02 +0000 https://revoltnewsindia.com/?p=3950 પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.…

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ

જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને જેતપુર શહેર પોલીસ (Police) દ્વારા આજદિન સુધી આરોપીઓની ધરપકડ ન કરાતા જેતપુરના SC સમાજ દ્વારા જેતપુર ડિવિઝન (Jetpur Police Division) ના ASP ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

મામુલી બોલાચાલીમાં યુવાન પર કરવામાં આવ્યો છે છરી વડે હુમલો: અનુ.જાતિ સમાજના આગેવાનો

આવરા અને ગુંડા તત્વો બેફામ બન્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

Rajkot: જિલ્લાના જેતપુરમાં જેતપુરમા અનુસૂચિત જાતિના આગેવાન કાળાભાઈ ચાવડાના પુત્ર  કિશોર ઉપર મામુલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરી જાતિ અંગે અપમાનિત કરવાના બનાવમાં તારીખ 20/10/2021 ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતી (Schedule caste) સમાજ દ્વારા SC સમાજના અગેવાનના પુત્ર પર કથિત દબંગો દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં આજે જેતપુરમાં નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી (DYSP Office) ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

Photo: ASP ને આવેદનપત્ર પાઠવતા SC સમાજના આગેવાનો

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં SC સમાજ પ્રત્યે ખૂબ જ અત્યાચારો થઇ રહ્યા છે.
બહેન-દિકરીઓ સલામત નથી. તેમજ નશાખોર બેફામ થઇ રહ્યા છે. તેમજ પોલીસ પ્રશાસનની જરાય જેટલી બીક કે ડર નથી. પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોને આવારા તત્વોને છાવરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો

રોજ-બરોજ નવી નવી ઘટનાઓ અમારા સમાજના યુવાનો તથા બહેન દિકરીઓને ટાર્ગેટ બનાવવા બની રહી છે. આમ દરેક જગ્યાએ અનુ. જાતિના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો અમો જેતપુર શહેર/તાલુકા અનુ. જાતિ સમાજ વતી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારા સમાજના લોકોની સલામતી જોખમાય હોય તેવુ સામ્રાજય સ્થપાય રહ્યુ હોય.

SC સમાજ પર અત્યાચારો વધ્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

તેમજ અમારે દહેશતમાં જીવવુ પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થઇ રહ્યુ છે. તેમજ હાલ બે દિવસ પહેલા પણ જેતપુરના એક પ્રતિષ્ઠીત બુજુર્ગ દલીત આગેવાનના યુવાન પુત્ર ઉપર જીવલેણ હુમલો થયેલ હોય.

Photo: SC સમાજના લોકો

હુમલાખોર આરોપીઓ ઝનુની સ્વભાવના અને માયાભારે હોવાની છાપ ધરાવતા હોય તેમજ મની મસલ્સ પાવરના કારણે પોલીસ બેડામાં તેનો રોફ હોય જેના કારણે આવા ગુંડા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે.

આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇને SC સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે સમગ્ર હકીકત ધ્યાને લઇ આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવવા અને ફરી આવા કોઇ બનાવો ફરી ન બને તે બાબતે સખત અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા અંગેની જેતપુર શહેર/તાલુકા SC સમાજ દ્વારા SC સમાજના ભાઈઓ, આગેવાનો મનોજભાઈ પારધી, કાળાભાઈ ચાવડા, જીતુભાઇ પારધી, કાંતિભાઈ વેગડા, તરુણભાઈ પારઘી, સંજયભાઈ જાદવ અને પ્રકાશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જેતપુર ડિવિઝનના પોલીસ વડા એ.એસ.પી. (ASP) સાગર બાગમાર (Sagar Bagmar, IPS) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Loading

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/feed/ 0 3950
Rajkot: વર્ષ 2010ના કેસમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત 80 લોકોને નિર્દોષ જાહેર કરતી જેતપુર કોર્ટ http://revoltnewsindia.com/jetpur-court-acquits-80-people-including-former-mp-vitthalbhai-radadia-in-2010-case/3111/ http://revoltnewsindia.com/jetpur-court-acquits-80-people-including-former-mp-vitthalbhai-radadia-in-2010-case/3111/#respond Tue, 21 Sep 2021 10:39:10 +0000 https://revoltnewsindia.com/?p=3111 જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ GETCO 400 KV Sub station ઓફીસે 2010ની સાલમાં ખેડૂતોના વિદ્યુત પુરવઠાના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા અને જે તે સમયના કોંગ્રેસ પક્ષના સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા અને તેમની સાથે આ…

The post Rajkot: વર્ષ 2010ના કેસમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત 80 લોકોને નિર્દોષ જાહેર કરતી જેતપુર કોર્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
ફાઈલ ફોટો: પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા

જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ GETCO 400 KV Sub station ઓફીસે 2010ની સાલમાં ખેડૂતોના વિદ્યુત પુરવઠાના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા અને જે તે સમયના કોંગ્રેસ પક્ષના સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા અને તેમની સાથે આ રજૂઆતમાં જોડાયેલ તેમજ હાલના રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડમના ચેરમેન દિનેશભાઈ ભુવા , રવજીભાઈ ભેસાણીયા, જેતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સુરેશ ક્યાળા વિગેરે કુલ 80 લોકો ઉપર IPC મુજબનો ગુન્હો દાખલ કરી કોર્ટમાં કેશ ચાલતા  તમામ આરોપીઓને જેતપુરની નામદાર કોર્ટ  દ્વારા નિર્દોષ જાહેર કરવા આવ્યા હતા.

ફોટો: ડાબેથી વકીલ જીતેન્દ્ર પી. પારઘી અને પ્રફુલ્લ અપારનાથી

આરોપીઓ તરફે વકીલ અને જેતપુર બાર એશોશિએશનના પ્રમુખ જીતેન્દ્ર પી પારઘી તથા પ્રફુલ્લ અપારનાથીએ ધારદાર દલીલો  કરેલ અને પોતાની દલીલોને સમર્થન કરતા કેટલાંક જજમેંટો પણ કોર્ટ સમક્ષ રજૂ રાખ્યા હતા. પરિણામ સ્વરૂપ તમામ આરોપીઓને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

જુઓ વિડિઓ:-

આ પણ વાંચો

Loading

The post Rajkot: વર્ષ 2010ના કેસમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત 80 લોકોને નિર્દોષ જાહેર કરતી જેતપુર કોર્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-court-acquits-80-people-including-former-mp-vitthalbhai-radadia-in-2010-case/3111/feed/ 0 3111