Jetpur: બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ 110 મતથી ચૂંટાઈને આવ્યા, જ્યારે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો થયા સમરસ

SHARE THE NEWS

જેતપુર બાર એસોસિએશનની 2022 ની નવી ટર્મના હોદ્દેદારો માટે લોકશાહી ઢબથી આજે જેતપુર કોર્ટના સંકુલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગોવિંદ ડોબરીયા પ્રમુખ પદે લોકશાહી ઢબથી ચૂંટાયા

રાજકોટ: વકીલ મંડળની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં બારકાઉન્સિલ ઓફ ગુજરાત (Bar council of Gujarat) દ્વારા દર વર્ષે યોજવામાં આવતી હોય છે. જેનો કાર્યકાળ એક વર્ષનો હોય છે. આજે જેતપુર બાર એસોસિએશનના (Jetpur Bar Association) નવા પ્રમુખ પદ માટે ગોવિંદભાઈ ડોબરીયા, શૈલેષભાઈ સાવલિયા મેદાનમાં હતા. જેમાં ગોવિંદભાઈ ડોબરીયાને 110 મત મળ્યા હતા. જ્યારે શૈલેષભાઈને 42 મત મળ્યા હતા. જેથી ગોવિંદભાઇ ડોબરીયા વિજેતા જાહેર થયા હતા.

જેતપુર બાર એસોસિએશનમાં હાલ કુલ 289 મતદાર છે

જ્યારે રમેશભાઈ માણંદભાઈ વાઘેલા-ઉપપ્રમુખ, પ્રતિકકુમાર પરષોતમભાઈ ગાજીપરા-સેક્રેટરી, ભાવીન દામજીભાઈ ગોંડલીયા-જોઈન્ટ સેક્રેટરી, મીતેષ કાનજીભાઈ ઠેસીયા-ખજાનચી તરીકે બિનહરીફ એટલે કે હાલ ચાલતી ગ્રામ પંચાયતની ચૂંટણીના શબ્દોમાં કહીએ તો સમરસ થયા હતા.

9 વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે ગોવિંદ ડોબરીયા અગાઉ પણ પ્રમુખ રહી ચૂકેલા છે

આપને જણાવી આપીએ કે જેતપુર બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ ગોવિંદ ડોબરીયા છેલ્લા નવ વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે અને તેઓ B.Com. LLM ની ડીગ્રી પણ ધરાવે છે. અગાઉ પણ તેઓ જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વકીલોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પૂરતો પ્રયાસ કરશે.

by Team Revolt Jetpur, Mo. +919879914491

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *