Maharashtra Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/maharashtra/ News for India Wed, 20 Mar 2024 09:08:08 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Maharashtra Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/maharashtra/ 32 32 174330959 મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/ http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/#respond Mon, 20 Mar 2023 05:57:58 +0000 http://revoltnewsindia.com/?p=7447 20મી માર્ચની બપોરે હજારો દલિતો તળાવ પાસે હારબંધ ગોઠવાઈ ગયા. ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ સૈંકડો દલિતો હજારો વર્ષોથી છીનવાયેલા પોતાના માનવ અધિકારો માટે બંડ પોકરવા માટે તૈયાર હતા. સૌપ્રથમ ડૉ. આંબેડકરે ચવદાર તળાવનું પાણી પીધું. ત્યાર પછી બધા જ લોકોએ પાણી પીને અસમાનતા પર આધારિત હિંદુ સામાજિક વ્યવસ્થા પર લૂણો લગાવી દીધો.

The post મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉંચ-નીચની સમાજ-વ્યવસ્થાના પાપે દલિતોએ પાણી માટે પણ વલખવું પડ્યું છે

દેશના દલિતોને તેમના માનવીય અધિકારો ભીખમાં નથી મળ્યાં

હિંદુ સામાજિક વ્યવસ્થાનાં છેક નિમ્નત્તર છેડે આયખુ ભોગવતા, યુગોથી ઘોર શોષણ અને અવહેલનાનો ભોગ બનેલા વર્ગના વલખા મુખ્યધારાનાં ઈતિહાસનાં ચોપડે નોંધાયા નથી. ભારતમાં દલિતજીવનમાં ઘુંટાતા દુ:ખ-દર્દોની સદાય ઉપેક્ષા થતી રહી. આજે બહુજનોમાં તીવ્ર ગતિથી વધતી સામાજિક જાગૃતી બાબાસાહેબ ડૉ. આંબેડકરે માનવ અધિકારો માટે કરેલા સંઘર્ષની ફલશ્રૃતિ છે. બહુજનોની સામાજિક, રાજકીય કે સાંકૃતિક ક્ષેત્રમાં વધતી જાગૃતિએ હિંદુ ધર્મની વર્ણ-વ્યવસ્થા સામે હજારો પ્રશ્નોનાં ખડકલા કરી દીધા છે.

હિંદુ સમાજ જે વર્ણ-વ્યવસ્થાને ઝૂંકી-ઝૂકીને વંદન કરે છે તેને બહુજનોએ તેના વિમર્શમાં પગની જૂતીએ કચડી નાખી છે. કારણ કે તેણે જ જન્મ આધારિત વર્ણાશ્રમ પ્રથાએ હજારો વર્ષોથી અસમાનતા, અન્યાય અને અત્યાચારોની વણજારનો વણથંભ્યો ઈતિહાસ દલિતોનાં લમણે લખી નાખ્યો હતો.

દલિતોની વર્ણાશ્રમ પ્રથા વિરોધી ચેતના ડૉ. આંબેડકરનાં બૌદ્ધિક સંઘર્ષની પરિણીતી છે. તે હકીકતને વીસમી સદીનાં હિંદુ હ્રદય સમ્રાટ મોનહનદાસ ગાંધી પણ બદલી શક્યા ન હતા અને એકવીસમી સદીના હિંદુ હ્રદય સમ્રાટ મોહન ભાગવત પણ પડકારી શકે તેમ નથી.

symbolic image

સામાન્ય રીતે અર્વાચીન દલિત આંદોલનના ઈતિહાસને સમજવા માટે ડૉ. આંબેડકરનાં સંઘર્ષને દલિત આંદોલનનું કેન્દ્ર માનીએ તો તેને ત્રણ તબક્કામા વહેંચી શકાય. જો કે દલિત આંદોલનો ઈતિહાસ તો સળંગ હોય. પણ દલિત આંદોલનને સમજવા માટે અભ્યાસનું સરળીકરણ કરવાના આશયથી તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. એક તબક્કો આંબેડકરનાં આંદોલન પૂર્વેનો, બીજો તબક્કો ડૉ. આંબેડકરના નેતૃત્વમાં થયેલા આંદોલનનો અને ત્રીજો તબક્કો ડૉ. આંબેડકરનાં પરિનિર્વાણ પછીનો તબક્કો.

આ લેખ પણ વાંચો

દલિત આંદોલનનો પ્રથમ તબક્કો ઈ.સ. 1920ના ગાળામાં અસ્ત થઈ ગયો હતો. જેમાં મહાત્મા જ્યોતિબા ફૂલે, કિસન ફૂગૂજી વનસોડે, ગોપાલબાબા વાલંકરથી માંડીને સ્વામી અછૂતાનંદ સુધીનાં અનેક સામાજિક સંઘર્ષનાં નાયકોનો સમાવેશ થાય છે. દલિત આંદોલનના પ્રથમ તબક્કાનાં નાયકોએ સમાજ સુધારને પ્રાથમિકતા આપી હતી. તેમણે દલિતોમાં વ્યાપ્ત અસ્વચ્છ વ્યવસાયો, અંધશ્રદ્ધા, વ્યસનોનો પરિત્યાગ કરી શિક્ષણ પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો હતો.

દલિત આંદોલનનાં બીજા તબક્કામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સંઘર્ષકાળમાં ચાલતા આંદોલનનો સમાવેશ થાય છે. જે તેમના પરિનિર્વાણ સુધી ચાલ્યું. જેમાં દલિત આંદોલનની ગતી તીવ્ર અને ઝંઝાવાતી રહી. આ ગાળાનાં દલિત આંદોલનની વિકાસયાત્રા વિશ્વ કક્ષાના અભ્યાસુઓ, વિદ્વાનો, સંશોધકો ને નાગરિક અધિકાર કાર્યકર્તાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમા ડૉ. આંબેડકરે દેશના દલિત-બહુજનોના સમાન માનવીય અધિકારો માટે કરેલા સંઘર્ષોની શૃંખલાનો સમાવેશ થાય છે. તેમા માત્ર સામાજિક સુધાર જ નહી પણ રાજકીય અને આર્થિક પરિવર્તન પર પણ ભાર મૂકાયો હતો.

symbolic image

દલિત આંદોલનો ત્રીજો તબક્કો ડૉ. આંબેડકરના સંઘર્ષની બદૌલત પ્રાપ્ત કરેલા બંધારણીય અધિકારોની છત્રછાયા હેઠળ ચાલ્યો. જે ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણથી લઈને આજ પર્યત ચાલુ છે. જેણે દલિત આંદોલનને બહુજન આંદોલનમાં પલટાવી દીધું છે. જેના મહાનાયક છે માન્યવર કાંશીરામ સાહેબ. દલિત આંદોલનના ત્રણે તબક્કા પૈકી ડૉ. આંબેડકરની હયાતીમાં ચાલેલા દલિત આંદોલનના બીજા તબક્કાએ દલિત આંદોલનના ત્રીજા તબક્કાને ભારે પીઠબળ આપ્યું છે.

દલિત આંદોલનનો બીજો તબક્કો દેશ અને દુનિયાનાં કોઈપણ ખૂણે ચાલતા નાગરીક અધિકારો માટે પ્રેરણારૂપ છે. ડૉ. આંબડકરનું બૌદ્ધિકબળ અને તેમની અડગ પ્રતિબદ્ધતા દલિત આંદોલનનો પ્રાણ છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટનની લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં એમએસ.સીની પદવી પ્રાપ્ત કરવા માટે પ્રવેશ લીધો હતો.

આ લેખ પણ વાંચો

પણ તેમની શિષ્યવૃત્તિની અવધિ પૂરી થઈ જવાને લીધે તેમણે ભારત પરત ફરવાની ફરજ પડી. વિદેશમાં વિદ્યાર્થી આંબેડકર સ્વદેશમાં માનવીય અધિકારોવિહિન જીવતા પોતાનાં લાખો શોષિત-પીડિત ભાઈ-ભાડુંડાંઓની મુક્તિનો માર્ગ શોધવાની મથામણમાં હતા.

ડૉ. આંબેડકર ભારત પરત ફરીને સામાજિક ન્યાયના સંઘર્ષને ગતિમય બનાવીને તેમનો મુક્તિસંગ્રામ લડવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે ઈ.સ. 1919માં સાઉથબરો સમિતિ સમક્ષ હાજર રહીને દલિતોના રાજકીય અધિકારોની માગ કરી હતી. દલિતોમાં સામાજિક ઉત્થાનની ચેતના જાગૃત કરવા માટે તેમણે ઈ.સ.1920માં ‘મૂકનાયક’ નામનું માસિક શરૂ કર્યું હતું. તે દરમિયાન મહારાષ્ટ્રમાં અનેક દલિત વર્ગોની અનેક સભાઓ કરીને દલિતોમાં માનવ અધિકારોની ભૂખ જગાડવાના પ્રયાસો કર્યો હતા.

ત્યાર પછી થોડો સમય તેમનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે વિદેશની વાટ પકડી હતી. જ્યાં તેમણે એમએસ.સી, બાર એટ લૉ અને ડીએસ.સી. પૂર્ણ કર્યું હતું. જેમા તેમનું આર્થિક દર્શન વિશ્વ ફલક પર પોંખાયું હતું. ત્યાર બાદ, તેમણે ઈ.સ. 1924માં દલિતોના કાળજાફાંટ અન્યાય, અત્યાચાર અને દલનને દૂર કરીને તેમના નાગરીક અધિકારોને સુનિશ્વિત કરવા માટે ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ નામની સંસ્થાનો પાયો નાંખ્યો હતો. તેમની આ સંસ્થાના નેતૃત્વમાં દલિતો માટે શિક્ષણનો વ્યાપ વિસ્તારવાનો, તેમના નાગરીક અધિકારો પ્રાપ્ત કરવાનો અને રાજકીય અધિકારો સુનિશ્વિત કરવાનાં અનેક આંદોલનો કર્યાં હતા.

symbolic image

ઈ.સ. 1927નો મહાડ તળાવ સત્યાગ્રહ પણ તેમનાં આ જ આંદોલનોની શૃંખલાનો મહત્વપૂર્ણ સંઘર્ષ હતો.

હિંદુ સામાજિક કોટિક્રમિક વ્યવસ્થાના પાપે જણેલી આભડછેટ હજારો વર્ષોથી હિંદુઓના હાડ-માસમાં વણાઈ ગઈ હતી. તેને પરિણામે દલિતોને જાહેર માર્ગ પર ચાલવાનો, સારૂ રહેઠાણ બનાવીને રહેવાનો કે જાહેર તળાવ કે કૂવામાંથી પાણી પણ લેવાનો અધિકાર ન હતો. જાહેર તળાવ કે કૂવાઓ દલિતોના સ્પર્શ માત્રથી અપવિત્ર થઈ જવાની ભાવના હિંદુઓની મસ્તિસ્કમાં જડાઈ ગઈ હતી.

હિંદુઓનાં જે તળાવમાં પશુઓ પાણી પી શકતા પણ એક જેવા હાડ-માસ-ચામના બનેલા માણસ જેવા માણસ પાણી સ્પર્શી ન શકતા. 4 ઓગષ્ટ, 1923ના રોજ મુંબઈ વિધાન પરિષદના સભ્ય રાવ બહાદૂર એસ.કે.બોલેએ વિધાનગૃહમાં એક ખરડો પસાર કર્યો હતો. તે મુજબ જાહેર સ્થળોમાં દલિત વર્ગો સાથે કરવામાં આવતા ભેદભાવ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. અર્થાંત, જાહેર કૂવા કે તળાવમાં દલિત વર્ગોનો પણ સમાન અધિકાર રહે તેવો ખરડો પસાર થયો હતો.

બહુમતીથી પસાર થયેલા પ્રસ્તુત ખરડાને 19 સપ્ટેમ્બર, 1923માં કાયદાનું સ્વરૂપ મળ્યું હતું. પણ તે માત્ર કાગળ પર જ હતો. કોઈ તેનો અમલ કરવાની હિંમત કરી શકતું ન હતું. તેથી રાવ બહાદૂર એસ.કે. બોલેએ ત્રણ વર્ષ પછી એવો ઠરાવ પસાર કરાવ્યો કે જે નગરપાલિકા પ્રસ્તુત ખરડાનો અમલ ન કરાવે તેની સરકારી સહાય પર કામ મૂકવામાં આવે.

મહાડ નગરપાલિકાએ તેના અધિકારક્ષેત્રમાં આવતા ચવદાર તળાવ દલિતો માટે ખુલ્લુ મૂકવા માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો. પણ હિંદુઓના ભયથી અસ્પૃશ્યો તેમના નાગરીક અધિકાર ભોગવવાની હિંમત કરી શકતા ન હતા. ડૉ. આંબેડકર બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના પછી તેમની ચળવળને વેગ આપવા માટે કોઈ યોગ્ય મુદ્દાની શોધમાં હતા.

symbolic image

તે સમયે કોંકણ પ્રદેશનાં મહાડ તાલુકાનાં અસ્પૃશ્યોની એક સભાની અધ્યક્ષતા કરવા માટે ડૉ. આંબેડકર સમક્ષ વિનંતી આવી. આર.બી. મોરે, સુરેન્દ્ર નાથ, સુરબા ટિપણીસ, વિશ્રામ ગંગારામ સવાદકર, શિવરામા જાદવ, અનંતરાવ ચિત્રે સહિત અનેક કર્મશીલોએ મહાડનાં ચવદાર તળાવનું પાણીનો ઉપયોગ કરીને દલિતોના નાગરીક અધિકારોનો ઉપયોગ કરવાનું નક્કી થયું. તે અંતર્ગત 19-20 માર્ચ, 1927માં એક સભાનું આયોજન થયું. તેમાં ડૉ. આંબેડકરને અધ્યક્ષતા કરવાની હતી. તે સભા માત્ર ભારત જ નહી પણ વિશ્વનાં માનવ અધિકારોનાં સંઘર્ષની સાક્ષી બનવાની હતી.

પ્રસ્તુત સભાને સફળ બનાવવા માટે પ્રદેશનાં અનેક ગામડાઓમાંથી દસ હજાર લોકો ઉપસ્થિત થયા હતા. ડૉ. આંબેડકરે તેમના ધારદાર ભાષણમાં યુગોથી પ્રવર્તતા બ્રાહ્મણવાદ સામે વિદ્રોહ કરીને ગુલામીમાંથી મુક્ત થવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે “તમે અસ્પૃશ્ય છો એવી માનસિકતામાંથી મુક્ત થઈ જાઓ. ” તેમણે તેમનાં ભાષણમાં આગળ કહ્યું કે, “શું આપણે અહીં પાણી પીવા આવ્યાં છીએ? શું આપણે તરસ્યા છીએ એટલે અહીં આવ્યા છીએ? ના, આપણે માણસ તરીકે આપણો અધિકાર ભોગવવા અહીં આવ્યા છીએ.” ડૉ. આંબેડકરનાં ભાષણ પછી સૌએ મહાડ તળાવનું પાણી પીવાનું નક્કી કર્યુ.

20મી માર્ચની બપોરે હજારો દલિતો તળાવ પાસે હારબંધ ગોઠવાઈ ગયા. ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ સૈંકડો દલિતો હજારો વર્ષોથી છીનવાયેલા પોતાના માનવ અધિકારો માટે બંડ પોકરવા માટે તૈયાર હતા. સૌપ્રથમ ડૉ. આંબેડકરે ચવદાર તળાવનું પાણી પીધું. ત્યાર પછી બધા જ લોકોએ પાણી પીને અસમાનતા પર આધારિત હિંદુ સામાજિક વ્યવસ્થા પર લૂણો લગાવી દીધો.

આ દેશમાં હિંદુઓની ઉંચ-નીચની સમાજ-વ્યવસ્થાના પાપે દલિતોએ પાણી માટે પણ વલખવું પડ્યું છે, આંદોલિત થવું પડ્યું છે. તે નગ્ન ને શરમજનક હકીકત છે. દલિતોએ ચવદાર તળાવનું પાણી પીધુ તે વાત ઝડપથી મહાડ તાલુકામાં ફેલાઈ ગઈ. ‘દલિતો ચવદાર તળાવનું પાણી પીને હવે, વિરેન્દ્ર મંદીરમાં પ્રવેશ કરવાના છે.’ તેવી અફવા પણ ફેલાઈ ગઈ હતી.

તેથી સવર્ણ હિંદુઓના યુવાનોના કાફલાએ નિર્દોષ દલિતો પર હુમલો કરી દીધો. સવર્ણ હિંદુઓના રોષે ભરાયેલા યુવાનો સ્ત્રીઓ અને બાળકો પર પણ તૂટી પડ્યા હતા. મહાડની બજારોમાં દલિતો જોવા મળે તો તેના પર પણ હુમલા થયા હતા.

symbolic image

કેટલાક દલિતોએ મુસ્લિમોના ઘરનો આશ્રય લઈને જીવ બચાવ્યો હતો. ઘાયલ દલિતોને દવાખાને લઈ જવામાં આવ્યાં હતા. સવર્ણ ડોક્ટરોએ ‘પાણી પીવું છે ને, લો પાણી.’ એવા અનેક કટાક્ષ કરીને ઘાયલ દલિતોને સારવાર આપી. ડૉ. આંબેડકર આ સત્યાગ્રહને અહિંસક જ રાખવા માગતા હતા. તેથી હજારો દલિતોએ સવર્ણ હિંદુ યુવાનો પર વળતો પ્રહાર કર્યો ન હતો.નહી તો, સવર્ણ હિંદુ યુવાનો શોધ્યા ન મળ્યા હોત.

તે વખતના અખબારોએ દલિતો વિરોધી વાતાવરણ ઊભુ કર્યું હતું. તે પ્રદેશના અખબારોમાં ડૉ. આંબેડકરના વિદ્રોહી મીજાજની વિરોધમાં અહેવાલો છપાવા લાગ્યા હતા. ચવદાર તળાવની ઘટના પછીના દિવસે મહાડના સવર્ણ હિંદુઓએ દલિતોના સ્પર્શથી ‘અપવિત્ર’ થયેલા ચવદાર તળાવનું શુદ્ધિકરણ કરવાની વિધી કરી હતી.

આ લેખ પણ વાંચો

આ ઘટના પછી મહાડના સવર્ણ હિંદુઓએ કોર્ટમાં દરખાસ્ત કરી કે ચવદાર તળાવ હકીકતે ચૌધરી તળાવ છે, જે ખાનગી મિલકત છે, જાહેર મિલકત નથી. કોર્ટે તેની દલીલ માન્ય રાખીને ચૂકાદાની તારીખ અનામત રાખી હતી. અસ્પૃશ્યોના સમાન નાગરીક અધિકારો માટેના સંઘર્ષનો અંત આવ્યો ન હતો. પણ તે સંઘર્ષ છેક 25મી ડિસેમ્બર, 1927ના મનુસ્મૃતિ દહનના કાર્યક્રમ સુધી વિસ્તર્યો હતો.

જેમાં ડૉ. આંબેડકરે દેશને હજારો જાતિઓમાં વિભાજીત કરી દેનારી વ્યવસ્થાનું સૂત્રીકરણ કરનારા મનુસ્મૃતિ નામના ગ્રંથને જાહેરમાં આગ ચાંપી દીધી હતી. મહાડ તળાવ સત્યાગ્રહ ડૉ. આંબેડકરના સંઘર્ષમાં સિમાચિહ્નરૂપ સ્થાન ધરાવે છે.

દેશના દલિતોને તેમના માનવીય અધિકારો ભીખમાં નથી મળ્યાં. તેના માટે તેમણે મોટી કિંમત ચૂકવવી પડી છે. આજે ડૉ. આંબેડકરે બંધારણમાં આમેજ કરેલા અધિકારોની બદૌલત બે પાંદડે થયેલા દલિતો છાતી ફૂલાવીને ડંફાસ મારતા હોય છે કે “અમારા સવર્ણ મિત્રો તો તેમના ઘરમાં અમને ચા-પાણી પીવડાવે છે.” તેને પોતાની સિદ્ધિ માનતા હોય છે. તેમને સવર્ણોના ઘરે સન્માનપૂર્વક પાણી પીવા મળે તે માટે સેંકડો દલિતોએ પોતાની પીઠ પર સવર્ણોની લાઠીઓ ખાધી છે. સંઘર્ષનો તે ઈતિહાસ તેમને યાદ નથી હોતો.

Note: આ વેબસાઇટ પર પબ્લીશ થતાં લેખ લેખકના અંગત વિચાર હોય છે.

Loading

The post મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/feed/ 0 7447
શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/ http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/#respond Wed, 02 Mar 2022 11:07:39 +0000 https://revoltnewsindia.com/?p=6664 ડો. આંબેડકરનું કાલારામ મંદિર સત્યાગ્રહ, 02 માર્ચ 1930

The post શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

કાલારામ મંદિર Kalaram Temple મહારાષ્ટ્રમાં Maharashtra નાસિક Nasik જિલ્લાના પંચવટી Panchvati પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ પેશ્વા સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા 1782 માં નાગર શૈલીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે 1788 માં પૂર્ણ થયું હતું.  મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિ કાળા પથ્થરથી બનેલી છે, તેથી તેને કાલારામ મંદિર કહેવામાં આવે છે.  ભારતના દલિત આંદોલન Dalit Movement માં આ મંદિરનો પોતાનો ઇતિહાસ છે.

2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો

હકીકતમાં ડો. આંબેડકર Dr Bhimrao Ambedkar ના પત્ની રમાબાઈ સહિત સમાજના તમામ લોકો કે જેમને અસ્પૃશ્ય જાહેર કરવામાં આવ્યા હતા, તે મંદિરમાં જવા માંગતા હતા.  તેમાં મુખ્યત્વે મહિલાઓ સામેલ હતી, પરંતુ તે મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે બંધ હતા.  બાબાસાહેબ ઇચ્છતા હતા કે દલિત સમાજના લોકો ધર્મ છોડીને શિક્ષણ પાછળ દોડે, કારણ કે તેમનો ઉદ્ધાર ફક્ત શિક્ષણ દ્વારા જ   સંભવ હતો, નહીં કે મંદિર પ્રવેશ દ્વારા.  પરંતુ તેમને સમજાવવા મુશ્કેલ હતા. માટે ડો. આંબેડકરે તેમની અસ્પૃશ્ય સમાજ-Untouchable community ની આંખો ખોલવા માટે 2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો.

આ આંદોલન અસ્પૃશ્યોના મંદિરમાં પ્રવેશ માટે ચલાવાયેલું આંદોલન હતું. આ સત્યાગ્રહમાં અસ્પૃશ્ય સમાજના લગભગ 15 હજાર લોકોએ ભાગ લીધો હતો.  ડો. આંબેડકરે સવર્ણ હિન્દુઓને પૂછ્યું કે ‘જો ભગવાન દરેક લોકોના છે, તો શા માટે માત્ર થોડા લોકોને જ તેમના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી છે.  પોલીસ અને મંદિરના પૂજારીઓએ સત્યાગ્રહીઓની માંગનો વિરોધ કરતા મંદિરના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.

આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો

કોઈ અસ્પૃશ્ય મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે પોલીસે સમગ્ર મંદિરને ઘેરી લીધું હતું.  શહેરના સવર્ણ હિંદુઓએ આ સત્યાગ્રહીઓને ભગાડવા માટે પથ્થરો વડે હુમલો કર્યો.  આ હુમલામાં ડો.આંબેડકર પણ ઘાયલ થયા હતા.  આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો, પરંતુ મંદિરનો દરવાજો ન ખૂલ્યો.  દલિત વર્ગના લોકો મંદિરનો દરવાજો ન ખુલે ત્યાં સુધી નિર્ણાયક લડાઈ લડવા માંગતા હતા, પરંતુ ડૉ. ભીમરાવ આંબેડકર તેની તરફેણમાં ન હતા.  તેથી તેમણે તેને સ્થગિત કરી દીધું.

ડો. આંબેડકરે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી

આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે મંદિર આંદોલન એટલા માટે કરવામાં આવ્યું નથી કે જેથી મંદિરમાં બેઠેલા ભગવાન અસ્પૃશ્યોના દુઃખ દૂર કરે, પરંતુ અસ્પૃશ્યોને વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ થાય તે માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.  તેમને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ હતો. આ સત્યાગ્રહથી તેમનો ઉદ્દેશ્ય પૂરો થયો છે અને તેથી મંદિર પ્રવેશ આંદોલનની હવે જરૂર નથી.  તેના બદલે તેમણે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.

નોંધ: આ લેખ બહુજન કેલેન્ડરનામની પુસ્તકમાં હિંદીમાં છપાયેલા લેખનો ગુજરાતી અનુવાદ છે. આ લેખનો ગુજરાતી અનુવાદ કરનાર જર્નલિસ્ટ દિનેશકુમાર રાઠોડ છે. તેમના મો. +91 9879914491 છે.

Loading

The post શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/feed/ 0 6664
Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/ http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/#respond Thu, 14 Oct 2021 12:06:10 +0000 https://revoltnewsindia.com/?p=3674 14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી. 13 ઓક્ટોબર…

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી.

Photo: 1956 બૌદ્ધ ધર્મ દીક્ષા નાગપુર, બાબાસાહેબ આંબેડકર અને તેમના પત્ની સવિતામાઈ આંબેડકર

13 ઓક્ટોબર 1935 ના રોજ બાબાસાહેબ આંબેડકરે યેવલા પરિષદમાં હિન્દૂ ધર્મ ત્યાગવાની ઘોષણા કરી હતી

બાબાસાહેબ આંબેડકર દ્વારા વિશ્વના તમામ ધર્મના અભ્યાસ બાદ ભારતીય મૂળધર્મ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી

Rajkot: જિલ્લાના જેતપુરમાં આજે પહેલીવાર ધમ્મચક્ર પ્રવર્તન દિનની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તેમજ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હાજર રહ્યા હતા.

તેમજ ત્રિશરણ પંચશીલ સાથે બુદ્ધ વંદના કરીને ધમ્મચક્ર પ્રવર્તન દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ભારતવાસીઓને ધમ્મચક્ર પ્રવર્તન દિનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તરુણ પારઘી, સંજય સોલંકી, પ્રકાશ બગડા, અમૃત સિંગલ, પ્રકાશ પરમાર, પ્રકાશ રાઠોડ, સંજય જાદવ, રાહુલ વેગડા અને દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વિડિઓ:

Loading

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/feed/ 0 3674
પેંથરની જરૂરિયાત આજે સૌથી વધુ છે – એડ. રમેશભાઈ ખંડાગળે http://revoltnewsindia.com/panther-is-most-needed-today-by-ad-rameshbhai-khandagale/1514/ http://revoltnewsindia.com/panther-is-most-needed-today-by-ad-rameshbhai-khandagale/1514/#respond Sat, 13 Feb 2021 17:10:57 +0000 http://revoltnewsindia.com/?p=1514 ઔરંગાબાદ – કેન્દ્રમાં જાતિવાદી સરકાર સત્તા પર આવવાની સાથે દલિતો, ઓબીસી અને લઘુમતી સમુદાયો પર અત્યાચાર વધ્યા છે. ન તો મધ્યમ વર્ગ ખુશ છે અને ન તો ફુગાવાના કારણે ખેડૂત…

The post પેંથરની જરૂરિયાત આજે સૌથી વધુ છે – એડ. રમેશભાઈ ખંડાગળે appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઔરંગાબાદ – કેન્દ્રમાં જાતિવાદી સરકાર સત્તા પર આવવાની સાથે દલિતો, ઓબીસી અને લઘુમતી સમુદાયો પર અત્યાચાર વધ્યા છે. ન તો મધ્યમ વર્ગ ખુશ છે અને ન તો ફુગાવાના કારણે ખેડૂત ખુશ છે.

1972 કરતા પણ પરિસ્થિતિ ખૂબ વધુ વણસી છે. દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજો પર અન્યાયી અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આ અત્યાચારોનો સામનો કરવા માટે, પેંથરના સંગઠનની જરૂરિયાત પહેલા કરતા પણ વધારે થઈ ગઈ છે. આ કારણોસર આંબેડકરી ચળવળના કેન્દ્ર તરીકે ઓળખાતા ઔરંગાબાદ શહેરમાં ભારતીય દલિત પેંથરનું એક મોટા અધિવેશનનું આયોજનમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની માહિતી સંગઠનના સંયોજક એડ. રમેશભાઇ ખંડાગળે સાહેબ દ્વારા આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં દલિત પેંથરનું શક્તિશાળી સંગઠન ઉભુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં, મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેરેથોન મીટિંગો યોજાઇ હતી. આ બેઠકમાં સ્થાનિક દલિત અને ઓબીસી સમાજના કાર્યકર્તા હાજર રહ્યા હતા. ચોથી બેઠક નાંદેડ જિલ્લામાં આયોજીત કરવામાં આવી હતી. આ બેઠકમાં 23 ફેબ્રુઆરી 2019 ના રોજ સંત ગાડગે બાબા જયંતિના દિવસે ઔરંગાબાદમાં દલિત પેંથરનું શક્તિશાળી અધિવેશન કરવાનું નિશ્ચિત કરાયું છે, આવું એડ. રમેશભાઈ ખંડાગળે સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે.

દલિત પેંથરના આ રાજ્ય કક્ષાના અધિવેશનમાં ગુજરાતથી રાહુલભાઈ પરમાર, દિલ્હીથી ડો. વિકાસ ફકીડે, ઉત્તરપ્રદેશથી સાથી ધનિરામ સિંહ પ્રમુખતાથી ઉપસ્થિત થવાના છે. આ સાથે જ દશરથ લોહબંદે, દિગમ્બર મોરે, એન. ડી ગવળી, રામભાઉ સોનાલે, ડી.ડી.વાઘમારે (નાંદેડ), સંજય કાંબલે, અશોક કાંબલે, કિશોર કાંબલે (લાતર), આયુષ્યમાન માને (ઉસ્માનાબાદ), શેખ ખુર્શીદભાઈ, સ્વપ્નીલ બ્રહ્મરાક્ષે, મધુકર કાલે (પરભણી), એડ. શિવાજીરાવ આદમાને, એડ. કિશોર ચતરે (જાલના), એડ. રમેશભાઇ ખંડાગળે, પ્રા. અંબાદાસ ઢોકે, ઓમપાલ ચાવરીયા, (ઔરંગાબાદ), રામચંદ્ર માને,પ્રા.દિપક ગાયકવાડ (પુણે) પ્રા. અમર પાંડે અને પ્રા અમોલ વેટમ (સાંગલી) ઉપસ્થિત રહેશે.

તેમજ પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠાવાડાના કાર્યકરોને મોટી સંખ્યામાં આવવાનું આહ્વાન રામેશ્વર નિકાલજે, સંભાજી સાઠલે, અશોક શ્રીખંડે, માણીક પગડે, મધુકર ઘોરપડે, સિદ્ધાર્થ ઠોકર, ગણેશ ચવ્હાણ, સંજય ચાકે, સાઈનાથ જંગમ દ્વારા કરવામાં આવ્યું છે.

Loading

The post પેંથરની જરૂરિયાત આજે સૌથી વધુ છે – એડ. રમેશભાઈ ખંડાગળે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/panther-is-most-needed-today-by-ad-rameshbhai-khandagale/1514/feed/ 0 1514
સમાનતાની સ્થાપના માટે શાહુ મહારાજનો વિદ્રોહ http://revoltnewsindia.com/shahu-maharajs-revolt-for-the-establishment-of-equality/1170/ http://revoltnewsindia.com/shahu-maharajs-revolt-for-the-establishment-of-equality/1170/#respond Fri, 26 Jun 2020 18:02:04 +0000 http://revoltnewsindia.com/?p=1170 કણબી પરીવારમાં 26 જૂન 1874ના રોજ શાહૂજી મહારાજનો જન્મ થયો હતો. એ વખતે ભારતીય સમાજ બ્રિટીશ શાસનની ગુલામીની બેડીઓમાં તો જકડાયેલો હતો જ, અને અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વહેમો, કુરીવાજો, અસ્પૃશ્યતા, જાતિવાદ તેમજ બ્રાહ્ણણવાદીઓ દ્વારા ફેલાવામાં આવતા પાખંડની ગુલામીમાં પણ ગુંચવાયેલો હતો.

The post સમાનતાની સ્થાપના માટે શાહુ મહારાજનો વિદ્રોહ appeared first on REVOLT NEWS INDIA.

]]>

લેખક: મયુર વાઢેર

વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતના રાજકારણના વર્તુળમાં આવેલી  નૂતન રાજકીય રણનીતિ બહુજનવાદમાં પરીણમી હતી. તેનો ઉદ્દેશ સમૂળા સામાજિક પરીવર્તનની મશાલ સળગતી રાખવાનો હતો.  ભારતના સમાજ જીવનમાં બહુજન અસ્મિતાની ચેતના પાથરીને તેમાંથી રાજકીય શક્તિનું સર્જન કરનારા માન્યવર કાંશીરામ સાહેબે પ્રચારીત કરેલી બહુજનવાદની સંકલ્પના બુદ્ધ, કબીર, રૈદાસ, શાહુ, ફૂલે, આંબેડકર, પેરીયારના આંદોલનની ધારા પ્રવાહિત કરે છે. બહુજન નાયકોની આ ધારામાં અંગ્રેજોના શાસનકાળમાં જન્મેલા મહાનાયકો મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રી દેવી ફૂલે, શાહુજી મહારાજ, રામાસ્વામી પેરીયાર અને બાબાસાહેબ આંબેડકરે બહુજન વિચારધારને નવી ઉંચાઈ આપી હતી.

બહુજનવાદના ઈતિહાસના અવલોકનમાં કોલ્હાપૂરના મહારાજા રાજર્ષિ શાહુ મહારાજ આધુનિક કાળની મહત્વની છબી છે. રાજર્ષિ શાહુનો જન્મ થયો એ વેળાએ હિન્દુ સમાજની  જાતિપ્રથા અને અસ્પૃશ્યતાના  મૂળિયાં સમાજજીવનના તળ સુધી ખૂંપેલા હતાં.  હિન્દુઓનુ સમાજતંત્ર અનેક અત્યાચારી અને બિન-લોકશાહી લક્ષણોથી તરબોળ હતું. ત્યારે જાતિપ્રથાના લોખંડી જકડનાં મૂળિયા શિથિલ કરવા માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો સંઘર્ષ ચાલુ હતો. ઈ.સ. 1894માં શાહુજી મહારાજ કોલ્હાપુર રાજ્યની રાજગાદી પર આરૂઢ થયા ત્યાં સુધીમાં તો મહાત્મા જ્યોતિબા ફૂલે પણ ઓગણીસમી સદીનો ભયાનક સામાજિક સંઘર્ષ ખેલીને આથમી ચૂક્યાં હતાં.

બાબાસાહેબ આંબેડકર કે જેને ભવિષ્યમાં ભારતની સામાજીક  ક્રાંતિનાં બીજ રોપવાનાં હતા, તેમનું બાળપણ ત્રણ જ વર્ષનું થયું હતું. આવા નિરાશાજનક વાતવરણમાં ભારતના નેતૃત્વ વિહીન બહુજનો શ્વાસ લેતા હતાં. એવામાં હિન્દુ સમાજની જુગ-જુગ જૂની જાતિપ્રથા સામે બંડ પોકારનારા બહુજન વિચારધારાનાં નાયક  શાહુજી મહારાજનો ઉદય થયો. 

કણબી પરીવારમાં 26 જૂન 1874ના રોજ શાહૂજી મહારાજનો જન્મ થયો હતો. તેના જન્મના દસમા વર્ષે કોલ્હાપૂરના એક રાજાના પત્નિ આનંદીબાઈએ માર્ચ 1884માં તેમને દત્તક લીધા હતાં. એ પછીના દસમે વર્ષે એટલે કે 2 એપ્રિલ 1894ના રોજ તેઓ કોલ્હાપૂરની રાજગાદી પર આરૂઢ થયા.

એ વખતે ભારતીય સમાજ બ્રિટીશ શાસનની ગુલામીની બેડીઓમાં તો જકડાયેલો હતો જ, અને અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વહેમો, કુરીવાજો, અસ્પૃશ્યતા, જાતિવાદ તેમજ બ્રાહ્ણણવાદીઓ દ્વારા ફેલાવામાં આવતા પાખંડની ગુલામીમાં પણ ગુંચવાયેલો હતો. રાજર્ષી શાહુજી મહારાજે આવી દારૂણ સામાજિક પરીસ્થિતિ વચ્ચે માત્ર વીસની ઉંમરે કોલ્હાપુર સ્ટેટની રાજગાદી સંભાળી હતી. 

ભારતમાં રાક્ષસી જાતિવાદ અને પિસાચી વિષમતાના પાપે શુદ્રો અને અતિશુદ્રો એટલે કે વર્તમાન OBC, SC, ST વર્ગોનું જીવન દોહ્યલું હતું. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે સામાજિક કોટિક્રમિક ભેદભાવ પ્રવર્તમાન હતો. એવામાં પેશ્વાઓના બ્રાહ્ણણવાદી શાસનની સ્થાપના પછી મહારાષ્ટ્રના આર્થિક, સામાજિક, ધાર્મિક તેમજ રાજકીય જીવનમાં બ્રાહ્ણણ વર્ગનું  પ્રબળ વર્ચસ્વ સ્થાપિત થયુ હતું.

પણ તેમણે રાજગાદી સંભાળી ત્યારે રાજ્યના સેવા-મહેકમમાં અધિકારી કક્ષાએ અને કર્મચારી કક્ષાએ બ્રાહ્ણણ અને બિનબ્રાહ્ણણ વર્ગોના પ્રતિનિધિત્વ વચ્ચે ઊંડી ખાઈ હતી. ફોરવર્ડ પ્રેસના સિદ્ધાર્થના લેખની એક વિગત મુજબ ઈ.સ. 1892માં તેમના રાજ્યમાં કુલ 71 અધિકારીના પદમાંથી કુલ 60 પદ પર બ્રાહ્ણણ અધિકારીઓ નિયુક્ત હતાં. જ્યારે 11 પદ પર બિનબ્રાહ્ણણ અધિકારીઓ નિયુક્ત થયેલા હતા. તેમણે સત્તા પ્રાપ્ત કર્યા પછી આ સ્થિતિ બદલવા માટે પ્રશાસનમાં શુદ્રો અને અસ્પૃશ્યોને પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત કરી. 


પ્રજા વાત્સલ્ય રાજવી શાહુજી મહારાજે તેમના અઠાવીસમાં જન્મદિવસ નિમિત્તે એટલે કે 26 જૂલાઈ, 1902ના રોજ પછાત વર્ગોને તેમના પ્રશાસનમાં 50 ટકા પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો હતો. સદીઓથી હિન્દુ ધર્મની ઓથ હેઠળ જે વર્ગોને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતાં તે વર્ગને કોલ્હાપુર રાજ્યના પ્રશાસનમાં યથોચિત્ત પ્રતિનિધિત્વ મળ્યું. એ ભારતના સામાજિક ન્યાયના ઈતિહાસમાં સિમાચિહ્નરૂપ ઘટના હતી.

સદીઓથી મનુવાદી પરંપરા પ્રમાણે બ્રાહ્ણણ, ક્ષત્રિય અને વૈશ્યોને પદ, પ્રતિષ્ઠા, સત્તા અને સંપતિમાં સો ટકા અનામત આપવામાં આવી હતી તેના અન્યાયી સ્વરૂપને મહારાજાએ બદલવાનો પ્રયાસ કર્યો. ઈ.સ. 1912માં તેના રાજ્યના કુલ 95 અધિકારી પદ પર માત્ર 35 બ્રાહ્ણણો નિયુક્ત હતાં. અન્ય બિનબ્રાહ્ણણ અને પછાત વર્ગોના અધિકારો નિમાયા હતાં. શાહુજીના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યના સવર્ણો રોષે ભરાયા હતાં. તે સમયના સવર્ણ-બ્રાહ્ણણવાદી નેતા બાળગંગાધર ટીળકે મહારાજા શાહુજીના આ નિર્ણયનો પ્રબળ વિરોધ કર્યો હતો.

ટીળકે તેના ‘કેસરી’ અખબારમાં શાહુજી મહારાજના વિરોધમાં પૂરજોશ પ્રચાર આદર્યો હતો. પણ સામાજિક ન્યાયના પૂરોધા મહારાજા શાહુજી ટીળકના અપપ્રચારથી અકળાયા ન હતા. આ ઘટનાનાં સોળ વર્ષ પછી બિનબ્રાહ્ણણો અને પછાત વર્ગોને પ્રાંતિક વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની હિમાયત કરવામાં આવી હતી ત્યારે ટીળકે તેને હાસ્યાસ્પદ રીતે ટીકા કરી હતી.

અર્થાંત, આજના OBC, SC, ST વર્ગોનું પ્રતિનિધિત્વ ટીળકને માન્ય ન હતું. પણ આજે OBC, SC,STની બહોળી જનસંખ્યા ધરાવતા દેશમાં અભ્યાસના પાઠ્યક્રમોમાં ટીળકને ‘રાષ્ટ્રવાદી’ નેતા તરીકે પ્રચારીત કરવામાં આવ્યા છે જ્યારે શાહુજી મહારાજને પાઠ્યક્રમોમા ક્યાય સ્થાન આપવામાં આવ્યું નથી.

જ્યોતિબા ફૂલેએ બહુજનોની મુક્તિના સંગ્રામમાં  શુદ્રો-અતિશુદ્રો અને સ્ત્રીઓના શિક્ષણને પ્રાધાન્ય આપ્યુ હતું. રાજર્ષિ શાહુ મહાત્મા જ્યોતિબા ફૂલેથી પ્રભાવિત હતાં. રાજર્ષિ શાહુ મહાત્મા જ્યોતિબા ફૂલેથી પ્રભાવિત હતાં. તેમણે  500થી વધુ વસ્તી ધરાવતા દરેક ગામોમાં શાળા શરૂ કરાવી.

ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ વાર તેમણે 25 જૂલાઈ 1917ના રોજ તેમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજીયાત જાહેર કર્યું હતું. તેમણે ફૂલે દંપતિનું કન્યા કેળવણીનું સ્વપ્ન પણ સાકાર કર્યું. તદ્ઉપરાંત, તેમણે મફત છાત્રાલયો શરૂ કરીને શિક્ષણની જ્યોત જગાવી હતી.  

મહારાજા શાહુજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે સઘન પ્રયાસો કર્યા હતાં. જ્યારે લોકો અસ્પૃશ્યોના પડછાયાથી પણ આભડછેટ પાળતા હતાં ત્યારે છત્રપતિ શાહુજી મહારાજે ગંગારામ નામનાં અસ્પૃશ્યને ચાની દુકાન શરૂ કરવા માટે નાણાં આપ્યાં હતા.

તેમજ એક રાજાનો મોભાદાર દરજ્જો હોવા છત્તાં તેમણે ગાંગારામના હાથે બનેલી ચા પીને સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો હતો. ઈ.સ. 1919મા તેમણે રાજ્યમાં અછૂતોને કોઈપણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે અને ત્યાં તેમની સાથે આભડછેટ પાળવામાં આવે નહી તેવો આદેશ આપ્યો હતો. તેમણે તેના રાજ્યમાં મહારોનુ શોષણ કરતી પ્રણાલીનો અંત લાવીને તેમને સન્માનપૂર્વક જીવન વ્યતિત કરવા માટે ખેતીલાયક જમીન અપાવી હતી. 

હજારો વર્ષોથી હિન્દુ સમાજના ઘોર શોષણખોર અન્યાયનો ભોગ બનેલા અસ્પૃશ્યોનાં માનવ અધિકારો સંરક્ષિત કરવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંઘર્ષના આરંભિક કાળમાં છત્રપતિ શાહુજી મહારાજ તેમની સાથે રહ્યાં હતા.  શાહુજી મહારાજનાં સામાજિક સમાનતા અને શોષિતો પ્રત્યેની સંવેદનાએ જ તેમને બાબાસાહેબ આંબેડકરના પરમ મિત્ર બનાવ્યાં હતા.

તેમણે ઈ.સ. 1920માં અખિલ ભારતીય બહિષ્કૃત પરીષદમાં હાજરી આપી હતી.  તેમા બાબાસાહેબ આંબેડકર પણ હાજર રહ્યાં હતા. તેમાં શાહુજીએ અસ્પૃષ્યોને સંબોધીને આર્ષવાણી કરી  હતી કે, “આંબેડકરના રૂપમાં તમને તમારા મુક્તિદાતા મળી ગયા છે.” આ માહન રાજાએ ડૉ. આંબેડકરની તેજ પ્રતિભાને 1920માં જ પામી લીધી હતી. તદઉપરાંત, તેમણે બાબાસાહેબ આંબેડકરને શિષ્યવત્તિ પૂરી થવાને લીધે અધુરો રહેલો લંડન ખાતેનો અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાંની વ્યવસ્થા કરી આપી હતી. 

દેશમાં સામાજિક સમાનતા સ્થાપિત કરવા માટે વિદ્રોહ કરનારા  શાહુનું 6 મે, 1922ના રોજ નિધન થયુ હતું. ત્યારે લંડનથી બાબાસાહેબ આંબેડકરે પત્ર લખીને શોકસંદેશો પાઠવતા લખ્યું હતું કે, “શાહુજીના નિધનથી મને ઘણું દુ:ખ થયુ છે. તેમના નિધનને લીધે મે મારા મહાન ઉપકારી અને અસ્પૃશ્યોએ એના મસિહાને ગુમાવ્યા છે.”

લેખક મયુર વાઢેર ઇંગલિશ સાહિત્યમાં અનુસ્નાતક છે, બહુજન સંગઠક મેગેઝીનના સબ એડિટર, RTI કાર્યકર્તા, અનુવાદક અને કર્મશીલ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.

Loading

The post સમાનતાની સ્થાપના માટે શાહુ મહારાજનો વિદ્રોહ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/shahu-maharajs-revolt-for-the-establishment-of-equality/1170/feed/ 0 1170