શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ?

SHARE THE NEWS

કાલારામ મંદિર Kalaram Temple મહારાષ્ટ્રમાં Maharashtra નાસિક Nasik જિલ્લાના પંચવટી Panchvati પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ પેશ્વા સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા 1782 માં નાગર શૈલીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે 1788 માં પૂર્ણ થયું હતું.  મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિ કાળા પથ્થરથી બનેલી છે, તેથી તેને કાલારામ મંદિર કહેવામાં આવે છે.  ભારતના દલિત આંદોલન Dalit Movement માં આ મંદિરનો પોતાનો ઇતિહાસ છે.

2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો

હકીકતમાં ડો. આંબેડકર Dr Bhimrao Ambedkar ના પત્ની રમાબાઈ સહિત સમાજના તમામ લોકો કે જેમને અસ્પૃશ્ય જાહેર કરવામાં આવ્યા હતા, તે મંદિરમાં જવા માંગતા હતા.  તેમાં મુખ્યત્વે મહિલાઓ સામેલ હતી, પરંતુ તે મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે બંધ હતા.  બાબાસાહેબ ઇચ્છતા હતા કે દલિત સમાજના લોકો ધર્મ છોડીને શિક્ષણ પાછળ દોડે, કારણ કે તેમનો ઉદ્ધાર ફક્ત શિક્ષણ દ્વારા જ   સંભવ હતો, નહીં કે મંદિર પ્રવેશ દ્વારા.  પરંતુ તેમને સમજાવવા મુશ્કેલ હતા. માટે ડો. આંબેડકરે તેમની અસ્પૃશ્ય સમાજ-Untouchable community ની આંખો ખોલવા માટે 2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો.

આ આંદોલન અસ્પૃશ્યોના મંદિરમાં પ્રવેશ માટે ચલાવાયેલું આંદોલન હતું. આ સત્યાગ્રહમાં અસ્પૃશ્ય સમાજના લગભગ 15 હજાર લોકોએ ભાગ લીધો હતો.  ડો. આંબેડકરે સવર્ણ હિન્દુઓને પૂછ્યું કે ‘જો ભગવાન દરેક લોકોના છે, તો શા માટે માત્ર થોડા લોકોને જ તેમના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી છે.  પોલીસ અને મંદિરના પૂજારીઓએ સત્યાગ્રહીઓની માંગનો વિરોધ કરતા મંદિરના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.

આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો

કોઈ અસ્પૃશ્ય મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે પોલીસે સમગ્ર મંદિરને ઘેરી લીધું હતું.  શહેરના સવર્ણ હિંદુઓએ આ સત્યાગ્રહીઓને ભગાડવા માટે પથ્થરો વડે હુમલો કર્યો.  આ હુમલામાં ડો.આંબેડકર પણ ઘાયલ થયા હતા.  આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો, પરંતુ મંદિરનો દરવાજો ન ખૂલ્યો.  દલિત વર્ગના લોકો મંદિરનો દરવાજો ન ખુલે ત્યાં સુધી નિર્ણાયક લડાઈ લડવા માંગતા હતા, પરંતુ ડૉ. ભીમરાવ આંબેડકર તેની તરફેણમાં ન હતા.  તેથી તેમણે તેને સ્થગિત કરી દીધું.

ડો. આંબેડકરે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી

આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે મંદિર આંદોલન એટલા માટે કરવામાં આવ્યું નથી કે જેથી મંદિરમાં બેઠેલા ભગવાન અસ્પૃશ્યોના દુઃખ દૂર કરે, પરંતુ અસ્પૃશ્યોને વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ થાય તે માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.  તેમને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ હતો. આ સત્યાગ્રહથી તેમનો ઉદ્દેશ્ય પૂરો થયો છે અને તેથી મંદિર પ્રવેશ આંદોલનની હવે જરૂર નથી.  તેના બદલે તેમણે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.

નોંધ: આ લેખ બહુજન કેલેન્ડરનામની પુસ્તકમાં હિંદીમાં છપાયેલા લેખનો ગુજરાતી અનુવાદ છે. આ લેખનો ગુજરાતી અનુવાદ કરનાર જર્નલિસ્ટ દિનેશકુમાર રાઠોડ છે. તેમના મો. +91 9879914491 છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *