RajkotPolice Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/rajkotpolice/ News for India Tue, 05 Sep 2023 04:47:00 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png RajkotPolice Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/rajkotpolice/ 32 32 174330959 Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/ http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/#respond Tue, 05 Sep 2023 04:46:54 +0000 http://revoltnewsindia.com/?p=7730 રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
symbolic image

મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસમાં આપવાના આદેશો

રિપોર્ટ: દિનેશ રાઠોડ, રાજકોટ તા. 05 સપ્ટેમ્બર – રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા. અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ ઓફિસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજના માલિક અગર તો આ માટે આવા એકમના મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓ/ સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/મકાનો/ઓફિસો/દુકાનો/ગોડાઉનો/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યાારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં.

નોટરી પાસે કરાવવાના રહેશે જરૂરી દસ્તાવેજ

ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. 31/10/2023 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/feed/ 0 7730
Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/ http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/#respond Wed, 17 May 2023 17:54:49 +0000 https://revoltnewsindia.com/?p=7604 રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

આ વિસ્તારનું નામ એટલે નવાગઢ બળદેવધાર વિસ્તાર. આ બળદેવધાર વિસ્તારના પોતાના મકાનમાં જ બહારથી મહિલાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતો ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોલીસના સકંજામાં આવી ગયો છે.

પકડાયેલા આરોપી

પોલીસના જણાવ્યા મુજબ ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોતે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પોતાના આર્થિક લાભ સારૂ આ મહિલાઓને પોતાના મકાને દેહવિક્રયનો ધંધો કરવા માટે સગવડતા કરી આપી ગ્રાહકો શોધી આપી. ગ્રાહકો પાસેથી શરીર સુખ ભોગવવા માટે નાણા લઈ આ નાણામાંથી કમીશન મેળવી અને દેહવિક્રયનો ધંધો કરતો હોવાની માહિતી મળતા.

આર.એ.ડોડીયા (DYSP), એ.એમ.હેરમા (PI), પો. કોન્સ નારણભાઇ પંપાણિયા, પો. કોન્સ બાપાલાલ ચુડાસમા ના.પો.અધિ. કચેરી જેતપુર તથા ડી-સ્ટાફ અને જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા

ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભરના મકાનમાંથી દેહવિક્રયનો ધંધો કરવા આવેલ મહિલા તેમજ આ મહિલા સાથે શરીર સુખ ભોગવવા આવેલ ઇસમ જયદિપ ધીરૂભાઈ પાઘડાર જાતે પટેલ રહે. ઢોળવા તા.ભેંસાણ જી. જૂનાગઢ મળી આવતા તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Loading

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/feed/ 0 7604
ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/#respond Mon, 15 May 2023 10:48:37 +0000 https://revoltnewsindia.com/?p=7601 રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ (Rajkot Rural LCB Police) ઈન્સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.

જે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીપાનેલી ગામની સીમમાં માંડાસણ રોડ પર આવેલ અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટીપાનેલી વાળાની કબ્જા ભોગવટાની વાડીએ રેઇડ કરી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ –52 કી. રૂ. 27,040/- ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી.

પકડવા પર બાકી આરોપી: અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટી પાનેલી માંડાસણ રોડ જુના જારવાસ, તા. ઉપલેટા, જી. રાજકોટ.

આ કામગીરી કરનાર ટીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસના ઇન્સ. વી.વી.ઓડેદારા, પો.સબ.ઈન્સ ડી.જી.બડવા, પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ, પો.સબ.ઇન્સ જે.યુ.ગોહીલ એ.એસ.આઇ મહેશ જાની, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલેશ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા, દીવ્યેશ સુવા, તથા પો કોન્સ કૌશીક જોષી, મહેશ સારીખડા, મેહુલ સોનરાજ તથા ડ્રા. પો કોન્સ અનીરૂધ્ધસિંહ જાડેજા જોડાયેલા હતા. તેમ એલ.સી.બી. (Local Crime Branch) રાજકોટ ગ્રામ્ય (RAJKOT RURAL) ની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

Loading

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/feed/ 0 7601
Rajkot: ઉત્તરાયણ પર્વને લઈને રાજકોટ પોલિસ દ્વારા જાહેર કરાયા પ્રતિબંધાત્મક આદેશો http://revoltnewsindia.com/prohibitory-orders-announced-by-rajkot-police-regarding-uttarayanparva/7394/ Thu, 15 Dec 2022 14:51:49 +0000 http://revoltnewsindia.com/?p=7394 ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને રાજકોટ શહેરમાં જાહેર જનતાની સલામતિ અને સુખાકારી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ શહેર પોલિસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવ્યા

The post Rajkot: ઉત્તરાયણ પર્વને લઈને રાજકોટ પોલિસ દ્વારા જાહેર કરાયા પ્રતિબંધાત્મક આદેશો appeared first on REVOLT NEWS INDIA.

]]>
Image credit: Canva

રાજકોટ તા.15ડિસેમ્બર – તા.14/01/2023ના રોજ ઉજવવામાં આવતા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને રાજકોટ શહેરમાં જાહેર જનતાની સલામતિ અને સુખાકારી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ શહેર પોલિસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવ્યા છે.

જે અંતર્ગત કોઇપણ વ્યકિતએ જાહેર રસ્તાઓ પર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા કોઇપણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહન વ્યવહારને અવરોધ થાય તે રીતે ફરવા, વીજળીના કે ટેલીફોનના તાર પર લંગર નાખવા અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃતિ કરવા, નોન બાયોડીગ્રેડેબલ દોરા કે અન્ય હાનિકારક આયાતી દોરા તેમજ ચાઇનિઝ તુક્કલ વગેરેનો સંગ્રહ વપરાશ કે ખરીદ-વેચાણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Image credit: Twitter SMC Gujarat

ઉપરાંત, જાહેર માર્ગ પર પશુઓને ઘાસચારો નાંખવા કે માર્ગ પર ઘાસચારાનું વેચાણ કરી ટ્રાફિક અવરોધ ઉભો કરવા, આમ જનતાને ત્રાસ થાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવા પર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં મનાઇ ફરમાવેલ છે.

આ હુકમો તા. 17/12/2022થી 17/01/2023 સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot: ઉત્તરાયણ પર્વને લઈને રાજકોટ પોલિસ દ્વારા જાહેર કરાયા પ્રતિબંધાત્મક આદેશો appeared first on REVOLT NEWS INDIA.

]]>
7394
12 ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડતી જેતપુર પોલીસ http://revoltnewsindia.com/jetpur-police-nab-2-thieves-with-12-stolen-motorcycles/7333/ http://revoltnewsindia.com/jetpur-police-nab-2-thieves-with-12-stolen-motorcycles/7333/#respond Wed, 13 Jul 2022 06:05:38 +0000 http://revoltnewsindia.com/?p=7333 રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર સીટી પોલીસ દ્વારા 12 જેટલા ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડવામાં આવ્યા હતા. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુરના જુનાગઢ રોડ, ગણેશ નગરમાં ગત તારીખ 30.04.2022 ના રોજ રાત્રીના સમયે રહેણાંક મકાનમાં બે ઇસમોએ રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સેટીમાં મુકેલ રોકડા રૂપીયા 57000/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ મળી કુલ રૂપીયા 59000/- તથા આજ વિસ્તારમાં બાઇક કિ.રૂ. 20,000/- ની ચોરીનો ગુનો અજાણ્યા બે ઇસમો વિરૂદ્ધ રજી. થયેલ હતો.

The post 12 ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડતી જેતપુર પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા દાતારનગર અને ગણેશનગરમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ થાય તેવી લોકમાંગ ઉઠી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર સીટી પોલીસ દ્વારા 12 જેટલા ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડવામાં આવ્યા હતા. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુરના જુનાગઢ રોડ, ગણેશ નગરમાં ગત તારીખ 30.04.2022 ના રોજ રાત્રીના સમયે રહેણાંક મકાનમાં બે ઇસમોએ રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સેટીમાં મુકેલ રોકડા રૂપીયા 57000/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ મળી કુલ રૂપીયા 59000/- તથા આજ વિસ્તારમાં બાઇક કિ.રૂ. 20,000/- ની ચોરીનો ગુનો અજાણ્યા બે ઇસમો વિરૂદ્ધ રજી. થયેલ હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા દાતારનગર, ગણેશનગરમાં આગાઉ પણ ચોરીના બનાવો બનેલા હતા. છતાં પોલીસતંત્ર દ્વારા આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ કે પોલિસ કર્મચારીઓને પોઇન્ટ આપવામાં આવ્યો નથી. ત્યારે આ વિસ્તારમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ થાય તેવું લોકચચર્ચાએ જોર પકડ્યું છે.

જે ગુનામાં અગાઉ એક આરોપી પકડાયેલ હોય અને બીજો સહ આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહે.ઉપલેટા વાળો નાસતો ફરતો હોય જેથી પકડવા ઉપર બાકી આરોપીઓ શોધી કાઢવા રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌંડ તથા નાયબ પોલીસ અધિક્ષક, જેતપુર ડીવીઝન, જેતપુર મયુરસિંહ રાજપુત આરોપીને મુદ્દામાલ સહીત પકડી પાડવા સુચના આપેલ હતી.

જે અંગે પોલીસ ઇન્સ્પેકટર, એ આર.ગોહીલના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ અલગ-અલગ દીશામાં ટીમો બનાવી પ્રયત્નશીલ હતા. તે દરમિયાન પો.કોન્સ. મનદીપસિંહ જાડેજા તથા ઘનશ્યામસિંહ જાડેજા ને સંયુક્ત રીતે હકીકત મળેલ હતી કે ગુનાનો આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહે.ઉપલેટા વાળો જેતપુર, બળદેવધાર, ગણેજીના મંદીર પાસે ચોરી કરેલ બાઇક સાથે હાજર છે. જેથી આજગ્યાએ તપાસમાં જઇ આરોપીને બાઇક સાથે પકડી પાડેલ હતો.

અને જેતપુર સીટી પોલિસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેના મિત્ર રવી પુનાભાઇ સોલંકી, રહે. દેરડીધાર, જેતપુરવાળા સાથે મળી રાજકોટ શહેર તથા તેની આજુ બાજુના વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરેલની કબુલાત આપતા આરોપીને સાથે રાખી દેરડીધારમાં તપાસ કરતા સહ આરોપી રવી પુનાભાઇ સોલંકી, રહે. દેરડીધાર, જેતપુર વાળાના મકાનેથી મોટર સાયકલ નંગ-06 તથા બળદેવધાર, ખાડામાં આવેલ ઓરડીઓ પાસેથી મોટર સાયકલ નંગ-05 મળી કુલ-11 મોટર સાયકલ મળી આવતા CRPC કલમ 102 મુજબ કબ્જે કરેલ છે.

તથા એક મોટર સાયકલ ગુનાના કામે કબ્જે કરી આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહેજડેશ્વરનો ખાડો, ઉપલેટાને ગુનાના કામે હસ્તગત કરેલ છે અને આરોપી રવી પુનાભાઇ સોલંકી, રહે.દેરડીધાર, જેતપુરને CRPC કલમ 41(1)d મુજબ અટક કરેલ છે.

અટક કરેલ આરોપીઓ

(1) રવી રસીકભાઇ સોલંકી, રહેજડેશ્વરનો ખાડો, ઉપલેટા (2) રવી પુનાભાઇ સોલંકી, રહે.દેરડીધાર, જેતપુર,

કબ્જે કરેલા મુદ્દામાલ

(ક) મો.સા. નંગ-12 કુલ ₹ 3,40,000/- (2) મોબાઇલ ફોન નંગ-01, ₹ 3000/-

(૩) રોકડ ₹ 650/

મળી કુલ મુદામાલ ₹ 3,43,650/-

શોધાયેલ ગુનાઓ (1) જેતપુર સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.4-૧૧૨૧૩૦૨૨૨૨૦૪૬૮/૨૦૨૨ IPC કલમ-379,380,457, 114 (2) રાજકોટ શહેર બી-ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૧૨૨૦૮૭૬/૨૦૨૨ IPC કલમ-379

કામગીરી કરનાર ટીમ

PI એ.આર.ગોહીલ, PSI વી.બી.વસાવા, HC સી.ટી.વસૈયા,
PC ધનશ્યામસિંહ જાડેજા, PC શક્તિસિંહ ઝાલા, PC રાજુભાઇ શામળા, PC મનદીપસિંહ જાડેજા, PC હિતેષભાઇ વરૂ, PC રામજીભાઇ ગરેજા, PC નિલેશભાઇ મકવાણા, PC અભયરાજસિંહ જાડેજા.

Loading

The post 12 ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડતી જેતપુર પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-police-nab-2-thieves-with-12-stolen-motorcycles/7333/feed/ 0 7333
Rajkot: LCB માં ફરજ બજાવતા રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month Award થી કરવામાં આવ્યા સન્માનિત http://revoltnewsindia.com/ravidevbhai-barad-on-duty-in-rajkot-lcb-honored-with-cyber-cop-of-the-month-award/4168/ http://revoltnewsindia.com/ravidevbhai-barad-on-duty-in-rajkot-lcb-honored-with-cyber-cop-of-the-month-award/4168/#respond Fri, 29 Oct 2021 09:48:33 +0000 https://revoltnewsindia.com/?p=4168 Rajkot: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રૂરલ LCB પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month  September 2021 Award (સાયબર કોપ ઓફ ધ મન્થ સપ્ટેમ્બર-2021…

The post Rajkot: LCB માં ફરજ બજાવતા રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month Award થી કરવામાં આવ્યા સન્માનિત appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રૂરલ LCB પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month  September 2021 Award

(સાયબર કોપ ઓફ ધ મન્થ સપ્ટેમ્બર-2021 એવોર્ડ) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત પોલીસ વડા DGP આશિષ ભાટીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post Rajkot: LCB માં ફરજ બજાવતા રવિદેવભાઈ બારડ ને Cyber Cop of The Month Award થી કરવામાં આવ્યા સન્માનિત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ravidevbhai-barad-on-duty-in-rajkot-lcb-honored-with-cyber-cop-of-the-month-award/4168/feed/ 0 4168
Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/ http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/#respond Sat, 23 Oct 2021 13:35:02 +0000 https://revoltnewsindia.com/?p=3950 પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.…

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ

જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને જેતપુર શહેર પોલીસ (Police) દ્વારા આજદિન સુધી આરોપીઓની ધરપકડ ન કરાતા જેતપુરના SC સમાજ દ્વારા જેતપુર ડિવિઝન (Jetpur Police Division) ના ASP ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

મામુલી બોલાચાલીમાં યુવાન પર કરવામાં આવ્યો છે છરી વડે હુમલો: અનુ.જાતિ સમાજના આગેવાનો

આવરા અને ગુંડા તત્વો બેફામ બન્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

Rajkot: જિલ્લાના જેતપુરમાં જેતપુરમા અનુસૂચિત જાતિના આગેવાન કાળાભાઈ ચાવડાના પુત્ર  કિશોર ઉપર મામુલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરી જાતિ અંગે અપમાનિત કરવાના બનાવમાં તારીખ 20/10/2021 ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતી (Schedule caste) સમાજ દ્વારા SC સમાજના અગેવાનના પુત્ર પર કથિત દબંગો દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં આજે જેતપુરમાં નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી (DYSP Office) ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

Photo: ASP ને આવેદનપત્ર પાઠવતા SC સમાજના આગેવાનો

આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં SC સમાજ પ્રત્યે ખૂબ જ અત્યાચારો થઇ રહ્યા છે.
બહેન-દિકરીઓ સલામત નથી. તેમજ નશાખોર બેફામ થઇ રહ્યા છે. તેમજ પોલીસ પ્રશાસનની જરાય જેટલી બીક કે ડર નથી. પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોને આવારા તત્વોને છાવરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.

જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો

રોજ-બરોજ નવી નવી ઘટનાઓ અમારા સમાજના યુવાનો તથા બહેન દિકરીઓને ટાર્ગેટ બનાવવા બની રહી છે. આમ દરેક જગ્યાએ અનુ. જાતિના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો અમો જેતપુર શહેર/તાલુકા અનુ. જાતિ સમાજ વતી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારા સમાજના લોકોની સલામતી જોખમાય હોય તેવુ સામ્રાજય સ્થપાય રહ્યુ હોય.

SC સમાજ પર અત્યાચારો વધ્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં

તેમજ અમારે દહેશતમાં જીવવુ પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થઇ રહ્યુ છે. તેમજ હાલ બે દિવસ પહેલા પણ જેતપુરના એક પ્રતિષ્ઠીત બુજુર્ગ દલીત આગેવાનના યુવાન પુત્ર ઉપર જીવલેણ હુમલો થયેલ હોય.

Photo: SC સમાજના લોકો

હુમલાખોર આરોપીઓ ઝનુની સ્વભાવના અને માયાભારે હોવાની છાપ ધરાવતા હોય તેમજ મની મસલ્સ પાવરના કારણે પોલીસ બેડામાં તેનો રોફ હોય જેના કારણે આવા ગુંડા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે.

આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇને SC સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

ત્યારે સમગ્ર હકીકત ધ્યાને લઇ આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવવા અને ફરી આવા કોઇ બનાવો ફરી ન બને તે બાબતે સખત અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા અંગેની જેતપુર શહેર/તાલુકા SC સમાજ દ્વારા SC સમાજના ભાઈઓ, આગેવાનો મનોજભાઈ પારધી, કાળાભાઈ ચાવડા, જીતુભાઇ પારધી, કાંતિભાઈ વેગડા, તરુણભાઈ પારઘી, સંજયભાઈ જાદવ અને પ્રકાશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જેતપુર ડિવિઝનના પોલીસ વડા એ.એસ.પી. (ASP) સાગર બાગમાર (Sagar Bagmar, IPS) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

Loading

The post Jetpur: SC સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા અંગે ASP ને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-schedulecaste-community-application-sent-to-asp-regarding-fatal-attack-on-youth/3950/feed/ 0 3950
Jetpur: SC સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ટ્રાફિક દૂર કરવાની માગ સાથે પોલીસને અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-sc-society-submits-application-to-police-demanding-removal-of-traffic-from-babasaheb-ambedkar-statue/3586/ http://revoltnewsindia.com/jetpur-sc-society-submits-application-to-police-demanding-removal-of-traffic-from-babasaheb-ambedkar-statue/3586/#respond Mon, 11 Oct 2021 10:34:24 +0000 https://revoltnewsindia.com/?p=3586 બાબસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જતાં રેકડી ધારકો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગંદકી અને અસ્વચ્છતા  ફેલાવતા દબાણકર્તાઓ Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur)માં સરદાર ગાર્ડન (Sardar Garden) પાસે બાબાસાહેબ આંબેડકર (Dr.…

The post Jetpur: SC સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ટ્રાફિક દૂર કરવાની માગ સાથે પોલીસને અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા SC સમાજના યુવા આગેવાનો

બાબસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જતાં રેકડી ધારકો

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગંદકી અને અસ્વચ્છતા  ફેલાવતા દબાણકર્તાઓ

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur)માં સરદાર ગાર્ડન (Sardar Garden) પાસે બાબાસાહેબ આંબેડકર (Dr. Ambedkar) ની પુરા કદની પ્રતિમા આવેલ છે. જેમાં પ્રતિમા (Statue) પાસેના પરિસરમાં SC સમાજ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમયે સમયે યોજવામાં આવતા હોય છે. પરંતુ આ પ્રતિમાની આગળના ભાગમાં ઘણા સમયથી ટ્રાફિક (Traffic) અને ગંદકી ફેલાવતા રેકડીધારકો ઉભા રહેવા લાગ્યાં છે.

જેને કારણે પ્રતિમા પાસે આવતા લોકોને વાહન રાખવામાં હાલાકીનો સામનો કરવો પડે છે, ઉપરાંત રેકડીધારકો લોકો સાથે બોલાચાલી પણ કરતા હોય છે. જેને લઈને જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ પી.ડી. દરજીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.

સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા

જેમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ પી.ડી. દરજી SC સમાજના આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. અને સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

આપને જણાવી આપીએ કે સરદાર ગાર્ડન પાસે શાકભાજીના રેકડીધારકો પણ MG રોડ પર પડ્યા પાથર્યા રહે છે. જેને કારણે રખડતા ઢોર પણ અડીંગો જમાવીને બેસતા હોય છે.

જેને કારણે ભૂતકાળમાં ગંભીર અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. અને આ રોડ પર જ જેતપુરની A ગ્રેડ સરકારી હોસ્પિટલ પણ આવેલી છે. જેમાં એમ્બ્યુલન્સ (Ambulance) પણ ભૂતકાળમાં ઘણીવાર પડ્યા પાથર્યા રહેતા ઢોરના કારણે ટ્રાફિકમાં ફસાણી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે.

જેતપુરતંત્ર દ્વારા બાબા સાહેબની પ્રતિમાનિ અવગણના

ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા શહેરની મધ્યમાં આવેલા સરદાર ગાર્ડન પાસે પ્રસ્થાપિત થયેલી છે. પરંતુ જે  વિશ્વ વિભૂતિએ ભારતની તમામ મહિલાઓ અને પછાત વર્ગોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે તેની જ પ્રતિમા કે તેની આસપાસની જગ્યાની ગરિમા જળવાતી નથી.

તંત્રને અવાર-નવાર SC સમાજ દ્વારા રજૂઆત કરવા છતાં પણ ત્યાંની સાફ-સફાઈ અને લાઇટિંગના પ્રશનો જૈસેથી ની સ્થિતિમાં છે.

આવેદન કર્તાઓની માંગણી નહીં પૂરી કરવાના સત્તાધીશોએ જાણે સમ ખાઈ લીધા હોય તેવું વલણ દર્શાવી રહ્યા છે. જ્યારે અનુ.જાતિના ચૂંટાયેલા સભ્યો પણ આ કામ કરાવવા અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે.      

પ્રતિમાનું પરિસરની જગ્યા વધારવા માંગ

જેતપુર અનુ.જાતિ સમાજ અને કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે બાબા સાહેબની જન્મ જયંતિ તેમજ અન્ય દિવસોમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાંથી પોતાનો ભાવ પ્રગટ કરવા એકઠા થાય છે, ત્યારે જગ્યાના અભાવના કારણે ભારે ગિરદીના દ્રશ્યો સર્જાય છે.

તેમજ પ્રતિમા સુધી જવાની સીડી પણ એકજ હોવાથી ચડવા ઉતારવા માટે મુશ્કેલી પડે છે અને કોઈ અકસ્માત થવાનો પણ ભય રહે છે.

જેને લઈને અનુ.જાતિ (SC) ની એક સમાજિક મિટિંગમાં  આગેવાન દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો પ્રસારિત કર્યો હતો. જેમાં જેતપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાને સંબોધતા બગીચાની જગ્યાને બાબા સાહેબની પ્રતિમાના પરિસરમાં આવરી લેવાની, બંને સાઈડની સીડી બનાવવાની તેમજ તેને લાગતાં દરેક પ્રશ્નો નું નિરાકરણ લાવવાની માંગણી કરી હતી.

Loading

The post Jetpur: SC સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ટ્રાફિક દૂર કરવાની માગ સાથે પોલીસને અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-sc-society-submits-application-to-police-demanding-removal-of-traffic-from-babasaheb-ambedkar-statue/3586/feed/ 0 3586
Jamkandorana: પોલીસ દમનનાં વિરુદ્ધમાં જામકંડોરણા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું http://revoltnewsindia.com/jamkandorana-dalit-samaj-sends-application-against-police-repression/2965/ http://revoltnewsindia.com/jamkandorana-dalit-samaj-sends-application-against-police-repression/2965/#respond Tue, 14 Sep 2021 16:21:54 +0000 https://revoltnewsindia.com/?p=2965 જામકંડોરણામાં Jamkandorana થોડા દિવસ પહેલા પોલીસ (Police) દ્વારા એક દલિત (Dalit) યુવાનને ઢોરમાર (Torture) મારવામાં આવ્યો હતો. જેના કારણે યુવાનને શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જવાબદાર પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની…

The post Jamkandorana: પોલીસ દમનનાં વિરુદ્ધમાં જામકંડોરણા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામકંડોરણામાં Jamkandorana થોડા દિવસ પહેલા પોલીસ (Police) દ્વારા એક દલિત (Dalit) યુવાનને ઢોરમાર (Torture) મારવામાં આવ્યો હતો. જેના કારણે યુવાનને શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જવાબદાર પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહીની કરવામાં આવી માગ

જામકંડોરણા પોલીસ દ્વારા દારૂના બુટલેગરો પાસેથી હપ્તા લેતા હોવાના પણ કરવામાં આવ્યા આક્ષેપ

જામકંડોરણા પોલીસ દ્વારા દલિત સમાજના આગેવાનું અપમાન કરતા હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા

જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવતા લોકો

Rajkot: જિલ્લાના જામકંડોરણામાં પોલીસ (Jamkandorana Police) દ્વારા ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. જેને લઈને જામકંડોરણા દલિત સમાજ દ્વારા આક્રોશ સાથે એક આવેદનપત્ર જામકંડોરણા મામલતદાર મારફત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને મોકલવામાં આવ્યું છે. દેશ અને રાજ્યમાં થોડા થોડા સમય પોલીસ અત્યાચારોની ઘટનાઓ સામે આવતી રહે છે.

ભોગ બનનાર વ્યક્તિ

જેના કારણે લોકોનો પોલીસ પરનો ભરોસો પણ તૂટતો હોય છે. થોડા મહિનાઓ પહેલા કચ્છમાં પણ પોલીસનો ક્રૂર ચહેરો સામે આવ્યો હતો. જેના કારણે સમગ્ર પોલીસ બેડાને નીચું જોવાનું થયું હતું. હવે જોવાનું રહ્યું કે આઝાદીના 75 વર્ષો પછી પણ પોલીસ કર્મીઓ ક્યારે માનવીય અભિગમ દર્શાવશે તે એક મોટો પ્રશ્ન છે!

નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમન્ના (ફાઇલ ફોટો)

નામદાર સુપ્રીમ કૉર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના પણ પોલીસ સ્ટેશનમાં થતા ટોર્ચર પર ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.

જામકંડોરણા દલિત સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે

ગત તા. 10/09/2021 ના રોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનના PSI ગોહિલ અને જમાદાર મયુર પટેલ દ્વારા દલિત સમાજના યુવાન લલિત બગડાને ખાનગી વાહનમાં લઈ જઈ તેની સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ કર્મી મયુર દ્વારા દલિત યુવાન લલિત ને પટ્ટા અને ઢીકા પાટુનો ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેમાં યુવાનની આંખ 50% ડેમેજ અને જડબના ઉપરના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હોવાનું પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. યુવાનોને ગંભીર ઇજાઓ થતા તેને ડરીને જામીન પર છોડવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

2016 માં આવેલી અને પોલીસ ટોર્ચરની સત્ય ઘટના પર આધારિત અને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મનો ખિતાબ જીતી ચુકેલી તમિલ (Tamil) ફિલ્મ “Visaranai” નું આ બેનર છે.

આગળ આવેદનપત્ર મુજબ જણાવ્યું છે કે દલિત યુવાન લલિત બગડાને જામીન મળ્યા બાદ તેને શરીરમાં દુઃખાવો ઉપડતા તેને ધોરાજી ખાતેની સરકારી દવાખાના અને ત્યારબાદ જૂનાગઢના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતો. જ્યાં જામકંડોરણા પોલીસ દ્વારા 12/09/2021 ના રોજ બપોરના સમયે જૂનાગઢના સરકારી દવાખાના ખાતે લલિત બગડાનું નિવેદન લેવામાં આવ્યું હતું.જેમાં યુવાન દ્વારા તેઓને માર મારી જ્ઞાતિથી અપમાનિત
કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું નિવેદન આપવામાં આવેલ હતું.

આમ આ યુવાનના નિવેદન મુજબ અનુ.જાતિ અત્યાચાર નિવારણ ધારાની જોગવાઈ મુજબ ગુનો બનતો હોય તેનુ સ્ટેટમેન્ટ પી.એસ.આઈથી ઉતરતી કક્ષાના અધિકારી લઈ શકે નહી. આમ છતા જામકંડોરણા પોલીસ આ કાયદો જાણતી નહોય તેમ આ અધિનિયમની જોગવાઇ વિરૂધ્ધ હેડકોન્સ્ટેબલ દ્વારા આ યુવાનનુ નિવેદન લેવામા આવેલ હતુ.

જુઓ વિડીયો

જામકંડોરણા પોલીસ પર પોલીસ કર્મી મયુર પટેલનો બચાવ કરવાના લાગ્યા ગંભીર આક્ષેપો

દલિત સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઈ મુજબ તુરત જ ગુનો દાખલ કરવાનો હોય છે. આમ છતા રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા પોતાના કમાઉ દિકરા પોલીસ જમાદાર મયુર પટેલને બચાવવા જાણે કોગ્નિઝેબલ (Cognizable)  અને નોન કોગ્નિઝેબલ (Non-cognizable)  ગુનાની તુરંત જ કાર્યવાહી પોલીસ ન જાણતી હોય તેમ તાત્કાલીક રજીસ્ટર કરવાની ફરીયાદને પી.આઈ. કક્ષના અધિકારીને ઇન્કવાયરી સોંપી દઈ સમગ્ર પ્રકરણ પર પાણી-ઢોળ કરતા હોય તેવું જણાવ્યું હતુ.

જવાબદાર પોલીસ કર્મીઓ ઉપર પગલાં ન ભરાય તો આંદોલનની આપી ચીમકી

દલિત સમાજ જામકંડોરણા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે  આ બનાવમાં આ આવેદનપત્રથી 24 કલાકમાં ગુનો જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ  દાખલ કરવાની માગ કરવામાં આવી હતી તેમજ પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ પણ કરવાની માગ કરવામાં આવી હતી. તેમજ જો માગ ન સ્વીકારાય તો આંદોલન કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

Loading

The post Jamkandorana: પોલીસ દમનનાં વિરુદ્ધમાં જામકંડોરણા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamkandorana-dalit-samaj-sends-application-against-police-repression/2965/feed/ 0 2965
Jetpur: સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘોડી-પાસાનો જુગાર રમતા શકુનીઓને પકડી પાડતી પોલીસ http://revoltnewsindia.com/police-catch-gamblers-from-jetpur-city-police-station-area/2877/ http://revoltnewsindia.com/police-catch-gamblers-from-jetpur-city-police-station-area/2877/#respond Sat, 11 Sep 2021 09:41:22 +0000 https://revoltnewsindia.com/?p=2877 પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. દરજીના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એક પો.કોન્સ. ને ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળેલ કે જેતપુરના વાલ્મીકી વાસ, અંબર ટોકીઝ પાછળ,…

The post Jetpur: સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘોડી-પાસાનો જુગાર રમતા શકુનીઓને પકડી પાડતી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. દરજીના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એક પો.કોન્સ. ને ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળેલ કે જેતપુરના વાલ્મીકી વાસ, અંબર ટોકીઝ પાછળ, દશામાના મંદીર પાસે જાહેરમાં ધોડીપાસાનો જુગાર રમતા રોકડા રૂપીયા 35,960/- તથા ધોડી પાસાના પાસા નંગ-૨ કી.રૂ. 00/00 સાથે સાત આરોપીઓને પકડી પાડી જુ.ધા. કલમ 12 મુજબ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

અટક કરેલ આરોપીઓ:-
(1) નરસીંહ લખમણભાઇ વાઘેલા,
(2) ચમન બચુભાઇ વાઘેલા,
(3) ખોડીદાસ અરજણભાઇ ગોહેલ,
(4) નરેશ હીરાભાઇ બોરીચા,
(5) ભરત છગનભાઇ વાઘેલા,
(6) ગોવીંદ મોહનભાઇ મકવાણા,
(7) ભાવેશ હીરાભાઇ વાઘેલા.

કામગીરી કરનાર ટીમ:-
(1) PI  પી.ડી.દરજી
(2) HC એચ.બી.સોવલીયા
(3) PC  કીર્તીરાજસિંહ જાડેજા
(4) PC  હીતેષ વરૂ
(5) PC  કિરીટદાન સુરૂ
(6) PC મનદીપસિંહ જાડેજા
(7) PC  પાર્થ સોજીત્રા

Loading

The post Jetpur: સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘોડી-પાસાનો જુગાર રમતા શકુનીઓને પકડી પાડતી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/police-catch-gamblers-from-jetpur-city-police-station-area/2877/feed/ 0 2877