RajkotUpdate Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/rajkotupdate/ News for India Fri, 17 Mar 2023 15:22:10 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png RajkotUpdate Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/rajkotupdate/ 32 32 174330959 Rajkot: આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે 21 માર્ચે યોજાશે રોજગાર ભરતી મેળો http://revoltnewsindia.com/job-recruitment-fair-will-held-march-21-govt-iti-rajkot-rni-dinesh-rathod/7437/ http://revoltnewsindia.com/job-recruitment-fair-will-held-march-21-govt-iti-rajkot-rni-dinesh-rathod/7437/#respond Fri, 17 Mar 2023 15:20:22 +0000 http://revoltnewsindia.com/?p=7437 રાજકોટ, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા લોકેશન ઉપર પ્રમોટર અને કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે જુદી જુદી 100થી વધુ જગ્યાઓ માટે સીધી ભરતી થવાની છે.

The post Rajkot: આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે 21 માર્ચે યોજાશે રોજગાર ભરતી મેળો appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ તા. 17 માર્ચ – શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા હરિઓમ મોબાઈલ પ્રા. લી., રાજકોટ (પુજારા ટેલીકોમ ગ્રુપ) માટે તા.21/03/2023, મંગળવારના રોજ સવારે 09.30 વાગ્યે આજી ડેમ પાસે આવેલ ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત કંપનીમાં રાજકોટ, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા લોકેશન ઉપર પ્રમોટર અને કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે જુદી જુદી 100થી વધુ જગ્યાઓ માટે સીધી ભરતી થવાની છે.

આઈ.ટી.આઈ. – સી.ઓ.પી.એ., સી.એસ.પી., સી.એચ.ડબ્લ્યુ, ઈ.એમ. તેમજ બી.બી.એ., એમ.બી.એ. કોઈ પણ ગ્રેજ્યુએટની શૈક્ષિણક લાયકાત ધરાવતાં 18થી 32 વર્ષની ઉંમરનાં ફિઝિકલ ફિટનેસ તેમજ સારી કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા અનુભવી કે બિનઅનુભવી ઉમેદવારો ભાગ લઈ શકશે.

ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ અન્ય સુવિધાઓ તથા મળવાપાત્ર રજાઓ મળશે. કંપની વિશે વધુ વિગતો https://www.hocl.in/ આ વેબસાઈટ પરથી મળી રહેશે.

રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ, મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પગાર ધોરણ અનુભવ મુજબ રૂ.11000 થી રૂ.20,000 સાથે ઈન્સેન્ટીવ અને પી.એફ. મળવાપાત્ર છે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવા આઈ.ટી.આઈ.નાં આચાર્ય નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.

આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ 10ની માર્કશીટ, આઈ.ટી.આઈ.ની તમામ માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 05 નંગ, પાનકાર્ડ,જો હોય તો, બાયોડેટા અથવા રિઝયુમ સહિતના ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ તથા ઝેરોક્ષનો એક સેટ સાથે લાવવાનાં રહેશે.

Loading

The post Rajkot: આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે 21 માર્ચે યોજાશે રોજગાર ભરતી મેળો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/job-recruitment-fair-will-held-march-21-govt-iti-rajkot-rni-dinesh-rathod/7437/feed/ 0 7437
Rajkot: સિવિલ હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સનું કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ http://revoltnewsindia.com/rajkot-collector-arun-mahesh-babu-launches-new-ambulances-civil-hospital-rni-dinesh-rathod/7433/ http://revoltnewsindia.com/rajkot-collector-arun-mahesh-babu-launches-new-ambulances-civil-hospital-rni-dinesh-rathod/7433/#respond Fri, 17 Mar 2023 14:03:38 +0000 http://revoltnewsindia.com/?p=7433 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે નવી એમ્બ્યુલન્સનું જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

The post Rajkot: સિવિલ હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સનું કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે નવી એમ્બ્યુલન્સનું જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. 17 માર્ચ – “વિશ્વ રસીકરણ દિવસે” રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે નવી એમ્બ્યુલન્સનું જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બંને એમ્બ્યુલન્સના લોકાર્પણથી દર્દીઓને પરિવહન માટે વધુ સુવિધા ઉપલબ્ધ થઈ છે અને દર્દીઓની સેવા માટે આ બંને એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી બનશે તેવી આશા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વ્યક્ત કરી હતી. મહત્ત્વનું છે કે, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ગ્રાન્ટમાંથી એક તેમજ રાષ્ટ્રીય પર્વ ઉજવણી 26 જાન્યુઆરી 2022ની જિલ્લા કક્ષાની વિકાસ કામો માટેની ગ્રાન્ટમાંથી એક મળીને કુલ બે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલને અર્પિત કરવામાં આવી છે.

Loading

The post Rajkot: સિવિલ હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સનું કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-collector-arun-mahesh-babu-launches-new-ambulances-civil-hospital-rni-dinesh-rathod/7433/feed/ 0 7433
તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/ http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/#respond Mon, 17 Jan 2022 07:41:00 +0000 https://revoltnewsindia.com/?p=5517 ગત તા. 16 ના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે પ્રસિદ્ધ તોરણીયાધામ (Toraniya) ખાતે રકતદાન કેમ્પનું (Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન કેમ્પમાં 46 થી…

The post તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ગત તા. 16 ના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે પ્રસિદ્ધ તોરણીયાધામ (Toraniya) ખાતે રકતદાન કેમ્પનું (Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં 46 થી વધુ લોકોએ કર્યું રકતદાન

રાજકોટ: જિલ્લાના ધર્મસ્થાન તોરણીયા ગામે ખાતે ગત રવિવારના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ અને સરપંચ અંકિત ટીલવાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં એકઠું થયેલ લોહી રાજકોટ સિવિલ ખાતે મોકલાશે

આ બ્લડ ડોનેશન કેમ્પમાં 46 થી વધુ લોકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અને તેમના લોહીનું દાન કર્યું હતું. આ કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રકતદાન કેમ્પમાં એકઠું થયેલ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

થેલેસેમિયાની બીમારીથી પીડાતા બાળકોને ઉપયોગી થશે રક્તદાનમાં એકઠું થયેલ રક્ત

આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આરોગ્ય કેન્દ્ર તોરણીયા ખાતે કરવામાં આવ્યું હતુ. આ સાથે જ તોરણીયાના સરપંચ અંકિત ટીલવાએ જણાવ્યું હતું કે આ એકઠું થયેલ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ઉપયોગી થશે. તેમજ વધુમાં કહ્યું હતું કે આવા કેમ્પ કરવાથી માનવતાની મહેક મહેકાવી શકાય છે. અને માનવ-માનવ વચ્ચેના માનવીય સંબંધો વિકસાવી શકાય છે.

Loading

The post તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/feed/ 0 5517
Jetpur: અધિકારીઓની આળસના હિસાબે વિજબીલના રૂપિયા ભર્યા હોવા છતાં વીજ કનેકશન કપાતા પાણી માટે તરવરતા સરકારી કર્મચારીઓ http://revoltnewsindia.com/according-to-the-laziness-of-the-jetpur-officials-the-government-employees-were-quick-to-cut-off-the-electricity-connection-despite-paying-the-electricity-bill/4882/ http://revoltnewsindia.com/according-to-the-laziness-of-the-jetpur-officials-the-government-employees-were-quick-to-cut-off-the-electricity-connection-despite-paying-the-electricity-bill/4882/#respond Wed, 08 Dec 2021 09:17:18 +0000 https://revoltnewsindia.com/?p=4882 જેતપુરમાં તાલુકા પંચાયત સામે આવેલી સરકારી કર્મચારીઓ માટેની વસાહતમાં વીજ કનેકશન વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવતા છતાં પાણીએ સરકારી કર્મચારીઓ પાણી વિહોણા થઈ ગયા  છે. માર્ગ અને મકાન વિભાગ…

The post Jetpur: અધિકારીઓની આળસના હિસાબે વિજબીલના રૂપિયા ભર્યા હોવા છતાં વીજ કનેકશન કપાતા પાણી માટે તરવરતા સરકારી કર્મચારીઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરમાં તાલુકા પંચાયત સામે આવેલી સરકારી કર્મચારીઓ માટેની વસાહતમાં વીજ કનેકશન વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવતા છતાં પાણીએ સરકારી કર્મચારીઓ પાણી વિહોણા થઈ ગયા  છે.

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના અધિકારીઓની આળસને કારણે હાલાકી ભોગવતા કર્મચારીઓ

છેલ્લા બે દિવસથી પાણીની હાલાકી ભોગવી રહ્યા છે કર્મચારીઓ

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં તાલુકા પંચાયત સામે સરકારી કર્મચારીઓ માટેની વસાહત આવેલી છે. જેમાં સરકારી તંત્રના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે. જેનું મકાન ભાડું અને બીજા અન્ય ખર્ચા કર્મચારીઓના પગારમાંથી જ એડવાન્સ કટ થતાં હોય છે.

આ સરકારી વસાહત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ અંદર આવતી હોય છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ના અધિકારીઓની આળસના કારણે ખુદ સરકારી કર્મચારીઓ જ પાણીની હાલાકી ભોગવી રહ્યા છે. મીડિયા દ્વારા જ્યારે આ સરકારી વસાહતની મુલાકાત કરવામાં આવી ત્યારે ત્યાંના રહીશો દ્વારા પોતાની વેદના ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે અમોએ વારંવાર આર & બી ના અધિકારીઓને આ અંગે રજુઆત કરેલી છે.

પણ અમારી રજુઆત ધ્યાનમાં ન લેતા અંતે અમારે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આગળ વાત કરતા રહીશો એ જણાવ્યું હતું આ સરકારી વસાહતના પરિસરમાં કોઈ જ પ્રકારની સાફ સફાઈ કરવાની નથી. તેમજ હાલ ડેન્ગ્યુ મલેરિયા થવાનો પણ ડર તેમણે વ્યક્ત કર્યો હતો અને અસ્વચ્છતા ને કારણે કોરોના વાયરસનું સંક્રમણ પણ થવાની ચિંતા વ્યકર કરી હતી.

શું છે પુરી બાબત?

જેતપુરમાં ભાદર કોલોની બાજુમાં અને તાલુકા પંચાયત સામે આવેલ (માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય) PWD ક્વાટર્સનું ગ્રાઉન્ડમાં આવેલ સામુહિક મીટરનું પાણીની મોટર અને સ્ટ્રીટ લાઈટનું છેલ્લા ત્રણ વર્ષથી વીજબિલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરવામાં ન આવતા પીજીવીસીએલ (PGVCL) દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવતા ક્વાટર્સમાં રહેતા લોકોમાં હોબાળો મચી ગયેલ હતો.

માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ કેમેરા સામે જવાબ આપવાનો કર્યો ઇનકાર

મીડિયા સાથે વાત કરવાની અને ઓન કેમેરા કંઈજ કહેવાની માર્ગ અને મકાન વિભાગના અધિકારી નીરવ પીપળીયા એ ના પાડ્યો હતો અને પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધતા નજરે પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જો સરકારી કર્મચારીઓ જ આવી પાણી અને અસ્વચ્છતાની હાલાકી ભોગવવા મજબૂર હોય તો બીજા સામાન્ય લોકોની શું પરિસ્થિતિ હશે તે તો જોવાનું જ રહ્યું!

By team Revolt, Jetpur, Mo. +919879914491.

Loading

The post Jetpur: અધિકારીઓની આળસના હિસાબે વિજબીલના રૂપિયા ભર્યા હોવા છતાં વીજ કનેકશન કપાતા પાણી માટે તરવરતા સરકારી કર્મચારીઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/according-to-the-laziness-of-the-jetpur-officials-the-government-employees-were-quick-to-cut-off-the-electricity-connection-despite-paying-the-electricity-bill/4882/feed/ 0 4882
Jetpur: ક્ષાત્રવટ ગ્રુપ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો http://revoltnewsindia.com/jetpur-kshatravat-group-organized-a-program-of-arms-worship/3704/ http://revoltnewsindia.com/jetpur-kshatravat-group-organized-a-program-of-arms-worship/3704/#respond Fri, 15 Oct 2021 14:22:24 +0000 http://revoltnewsindia.com/?p=3704 ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે શસ્ત્રોનું પૂજન કરાયું Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) શહેરમાં પ્રતિવર્ષ મુજબ વિજયાદશમી (Vijaya Dashami) ના પર્વને અનુલક્ષીને ક્ષત્રિય (Kshatriya) સમાજ (Community) દ્વારા શસ્ત્રપૂજન (Worship of…

The post Jetpur: ક્ષાત્રવટ ગ્રુપ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે શસ્ત્રોનું પૂજન કરાયું

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) શહેરમાં પ્રતિવર્ષ મુજબ વિજયાદશમી (Vijaya Dashami) ના પર્વને અનુલક્ષીને ક્ષત્રિય (Kshatriya) સમાજ (Community) દ્વારા શસ્ત્રપૂજન (Worship of Arms)નો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, ત્યારે આજે પણ રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.

જેતપુરના દેસાઇવાડી શાકમાર્કેટ પાસે આવેલા સરદાર પાર્કમાં આજે પાવન પર્વને અનુલક્ષીને રાજપૂતાના ક્ષાત્રવટ ગ્રુપ તેમજ સમસ્ત રાજપૂત સમાજ દ્વારા દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને જુદા જુદા શસ્ત્રો ને ગોઠવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું.

તેમજ જેતપુર શહેરના વિવિધ મંદિરો ખાતે ફુલ હાર પહેરાવીને માતાજીને આરાધના કરી હતી તેમજ યુવકો દ્વારા તલવારથી પટાબાજી પણ કરવામાં આવી હતી.

જેતપુરમાં રાજપૂત સમાજના શહેર અને તાલુકાના અગ્રણીઓ રાજપૂત સમાજના પહેરવેશ અને ઓળખ સમી રાજાશાહી પાઘડી પહેરીને શસ્ત્ર પૂજામાં જોડાયા હતા અને શાસ્ત્રોક્ત વિધી સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજન સમારોહમાં રાજપૂત સમાજના તેમજ અન્ય અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટ: વિક્રમસિંહ ચુડાસમા, જેતપુર

Loading

The post Jetpur: ક્ષાત્રવટ ગ્રુપ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-kshatravat-group-organized-a-program-of-arms-worship/3704/feed/ 0 3704
Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/ http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/#respond Thu, 14 Oct 2021 12:06:10 +0000 https://revoltnewsindia.com/?p=3674 14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી. 13 ઓક્ટોબર…

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લેવામાં આવી હતી.

Photo: 1956 બૌદ્ધ ધર્મ દીક્ષા નાગપુર, બાબાસાહેબ આંબેડકર અને તેમના પત્ની સવિતામાઈ આંબેડકર

13 ઓક્ટોબર 1935 ના રોજ બાબાસાહેબ આંબેડકરે યેવલા પરિષદમાં હિન્દૂ ધર્મ ત્યાગવાની ઘોષણા કરી હતી

બાબાસાહેબ આંબેડકર દ્વારા વિશ્વના તમામ ધર્મના અભ્યાસ બાદ ભારતીય મૂળધર્મ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી

Rajkot: જિલ્લાના જેતપુરમાં આજે પહેલીવાર ધમ્મચક્ર પ્રવર્તન દિનની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તેમજ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હાજર રહ્યા હતા.

તેમજ ત્રિશરણ પંચશીલ સાથે બુદ્ધ વંદના કરીને ધમ્મચક્ર પ્રવર્તન દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ભારતવાસીઓને ધમ્મચક્ર પ્રવર્તન દિનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તરુણ પારઘી, સંજય સોલંકી, પ્રકાશ બગડા, અમૃત સિંગલ, પ્રકાશ પરમાર, પ્રકાશ રાઠોડ, સંજય જાદવ, રાહુલ વેગડા અને દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વિડિઓ:

Loading

The post Jetpur: ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-dhamma-chakra-enforcement-day-has-been-celebrated/3674/feed/ 0 3674