Rajkot: આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે 21 માર્ચે યોજાશે રોજગાર ભરતી મેળો

SHARE THE NEWS

રાજકોટ તા. 17 માર્ચ – શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા હરિઓમ મોબાઈલ પ્રા. લી., રાજકોટ (પુજારા ટેલીકોમ ગ્રુપ) માટે તા.21/03/2023, મંગળવારના રોજ સવારે 09.30 વાગ્યે આજી ડેમ પાસે આવેલ ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત કંપનીમાં રાજકોટ, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા લોકેશન ઉપર પ્રમોટર અને કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે જુદી જુદી 100થી વધુ જગ્યાઓ માટે સીધી ભરતી થવાની છે.

આઈ.ટી.આઈ. – સી.ઓ.પી.એ., સી.એસ.પી., સી.એચ.ડબ્લ્યુ, ઈ.એમ. તેમજ બી.બી.એ., એમ.બી.એ. કોઈ પણ ગ્રેજ્યુએટની શૈક્ષિણક લાયકાત ધરાવતાં 18થી 32 વર્ષની ઉંમરનાં ફિઝિકલ ફિટનેસ તેમજ સારી કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા અનુભવી કે બિનઅનુભવી ઉમેદવારો ભાગ લઈ શકશે.

ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ અન્ય સુવિધાઓ તથા મળવાપાત્ર રજાઓ મળશે. કંપની વિશે વધુ વિગતો https://www.hocl.in/ આ વેબસાઈટ પરથી મળી રહેશે.

રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ, મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પગાર ધોરણ અનુભવ મુજબ રૂ.11000 થી રૂ.20,000 સાથે ઈન્સેન્ટીવ અને પી.એફ. મળવાપાત્ર છે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવા આઈ.ટી.આઈ.નાં આચાર્ય નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.

આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ 10ની માર્કશીટ, આઈ.ટી.આઈ.ની તમામ માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 05 નંગ, પાનકાર્ડ,જો હોય તો, બાયોડેટા અથવા રિઝયુમ સહિતના ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ તથા ઝેરોક્ષનો એક સેટ સાથે લાવવાનાં રહેશે.

 242 Views,  1 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: