Saurashtranews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/saurashtranews/ News for India Mon, 03 Apr 2023 05:40:59 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Saurashtranews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/saurashtranews/ 32 32 174330959 Jetpur: રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ http://revoltnewsindia.com/students-of-mevasa-kumar-shala-selected-nmms-examination-jetpur-rajkot-rni-dr/7477/ http://revoltnewsindia.com/students-of-mevasa-kumar-shala-selected-nmms-examination-jetpur-rajkot-rni-dr/7477/#respond Mon, 03 Apr 2023 04:53:06 +0000 http://revoltnewsindia.com/?p=7477 નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.

The post Jetpur: રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>

સરકારી શાળાના વિધાર્થીઓએ વધાર્યું શાળાનું ગૌરવ

નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે.

આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાથીઓને ધોરણ 09થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને 1000/- રૂપિયા લેખે સ્કોલરશીપ યોજનાનો નિયમો અનુસાર લાભ મળવાપાત્ર થતો હોય છે.

આ ચારેય વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મેવાસા ક્લસ્ટરના સીઆરસી ભગતસિંહ ડોડીયા તથા સ્પેશિયલ એજ્યુકેટર ચૌહાણ દિલીપભાઈ દ્વારા એન.એમ.એમ.એસ. પરીક્ષામાં માર્ગદર્શન આપનાર ગણિત-વિજ્ઞાનના શિક્ષક પ્રતિક ચુડાસમા અને મેરીટ પસંદ થયેલા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Loading

The post Jetpur: રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/students-of-mevasa-kumar-shala-selected-nmms-examination-jetpur-rajkot-rni-dr/7477/feed/ 0 7477
જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/ http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/#respond Sat, 26 Mar 2022 10:39:32 +0000 http://revoltnewsindia.com/?p=7223 ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી

The post જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા લોકો

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા પણ બાબાસાહેબ ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવા માટે માંગ કરી ચુક્યા છે

ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. 9879914491

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત સમાજ દ્વારા સરકારી કચેરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા માટે મુખ્યમંત્રી ને ભલામણપત્ર લખી આપવા રજુઆત કરવામાં આવી

મહિલાઓ, વંચિતો, દબાયેલ, કાચડાયેલ વર્ગના મસીહા સમાજ સુધારક તેમજ દેશના પ્રથમ કાયદામંત્રી અને વિશ્વવિભૂતિ ભરાતરત્ન એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશને બંધારણ આપી દેશના તમામ નાગરિકોને ગૌરવ અનુભવ થાય તેવી આદર્શ લોકશાહીની ભેટ આપી છે.

ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં મહાન વિભૂતિઓની તસ્વીર પ્રદર્શિત કરવા માટે જે ઠરાવ પસાર કરવામાં આવેલ છે તે ઠરાવમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરનું નામ ન હોવાથી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવા માટે અનુસૂચિત જાતિના જાગૃત  આગેવાનોએ ખુબ સંઘર્ષ વેઠવો પડતો હોય છે.

અને અમુક સરકારી કચેરીઓમાં અધિકારીની બદલી થાય ત્યારે અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર હટાવી વિશ્વ વિભૂતિ એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કરવામાં આવતું હોય છે. ત્યારે બાબાસાહેબ આંબેડકરના સમર્થકોની લાગણી દુભાય છે અને ત્યારે સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.

જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તત્કાલિક ધોરણે હકારાત્મક નિર્ણય લઇ આગામી 14, એપ્રિલ 2022 એટલે કે  ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા વિધિવત ઠરાવ પસાર કરી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવામાં આવે તેવી 74 જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા ને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા પણ રજૂઆત ગંભીરતાથી સાંભળવામાં આવી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી પણ આપવામાં આવી હતી.

Loading

The post જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/feed/ 0 7223
બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/#respond Sun, 27 Feb 2022 16:00:48 +0000 https://revoltnewsindia.com/?p=6588 Dalit community of Jetpur following the path of Buddha and Babasaheb Ambedkar

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ (Rajkot) બાબાસાહેબ આંબેડકર (Baba Saheb Ambedkar) દ્વારા 1956માં પોતાના લાખો અનુયાયીઓ સાથે ભારતીય મૂળધર્મ એવા બૌદ્ધ ધર્મની (Buddhism) દીક્ષા નાગપુર (Nagpur) ખાતે લેવામાં આવી હતી. ત્યારે વર્ષો બાદ રાજકોટ  જિલ્લામાં અને ખાસ કરીને જેતપુર (Jetpur) શહેર અને તાલુકામાં બાબાસાહેબ આંબેડકરની માનવતાવાદી વિચારધારા વેગવંતી બની છે. જેને લઈને દલિત સમાજમાં લગ્ન પ્રસંગ પણ બૌદ્ધ પરંપરા પ્રમાણે કરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં જેતપુર  તાલુકાના અમરનગર ગામમાં પણ ગત રવિવારે સ્વયમ્  સૈનિક દળ (Swayam Sainik Dal) ના માધ્યમથી બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને લગતી એક ચિંતન શિબિર પણ યોજાઈ હતી.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

Loading

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/feed/ 0 6588
વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/ http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/#respond Wed, 19 Jan 2022 18:18:23 +0000 http://revoltnewsindia.com/?p=5590 જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર…

The post વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર ગ્રામ પંચાયતની (Gram Panchayat Election) ચૂંટણી ગત 19 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં 6574 મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ વીરપુર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ચાર પાંખીઓ જંગ જામ્યો હતો. જેમાં વીરપુર ગામના કુલ 14 વોર્ડ માંથી 56 જેટલા ઉમેદવારોએ સભ્યપદ માટે તેમજ સરપંચ પદ માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

જેમાં 21 ડિસેમ્બરના રોજ વીરપુર ગ્રામપંચાયતના સરપંચ તરીકે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના રમેશભાઈ સરવૈયા 713 મતે વિજેતા જાહેર થયા હતા. આ સાથે જ તેમના પત્ની મંજુલાબેન સરવૈયા પણ સભ્યપદેથી 145 મતે વિજેતા જાહેર થયા હતા. જેમને લઈને આજે જેતપુર તાલુકા મામલતદાર બી.એમ.ખાનપરાની ઉપસ્થિતમાં વિધિવત રીતે વીરપુર ગ્રામપંચાયતના સરપંચપદ તરીકેનો ચાર્જ રમેશભાઈ સરવૈયાએ સંભાળ્યો હતો. જ્યારે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા બિનહરીફ ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા.

ત્યારે આઝાદી પછી જ્યારથી વીરપુર ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમવાર પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ એમ બંને પતિ પત્નીએ રેકોર્ડ કર્યો હતો. વીરપુર એક જગવિખ્યાત યાત્રાધામ હોય તેમજ વીરપુર ગ્રામપંચાયત જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત હોય ત્યારે પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ બનતા વીરપુર ગામના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે નવ નિયુક્ત સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે પતિ પત્ની બંને સાથે મળીને વીરપુર ગામની જનતાએ જે જવાબદારી સોંપી છે, ત્યારે પૂજ્ય જલારામ બાપાના યાત્રાધામ વીરપુરના વિકાસના કર્યોને હંમેશા આગળ વધારતા રહીશું.

Loading

The post વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/feed/ 0 5590
એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/ http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/#respond Wed, 19 Jan 2022 15:32:08 +0000 http://revoltnewsindia.com/?p=5584 કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની…

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સેવા કરી હતી. તેમાંના એક એટલે જેતપુર (Jetpur) તાલુકાના પેઢલા (Pedhala) ગામના ભૂપતભાઈ ડાભી કે જેઓ પોતે એક સામાન્ય રીક્ષા (Rickshaw) ચાલક છે, પણ તેમની સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડે એમ છે. વાત એમ છે, કે ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં પણ ખુમારીની વાત આવે તો ભૂપતભાઈ ડાભી પાછા પડે એમ નથી.

તેમણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા (Free service) આપી હતી. આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી ડરતા હતા. ત્યારે ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોતાની મફત સેવા આપી હતી.

આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ લોકો પણ હતા. જેમણે પૈસા કમાવવાનો એક મોકો પણ ગુમાવ્યો નહોતો. ત્યારે ભૂપતભાઈ જેવા દેવદૂત લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની મફત સેવા આપીને માનવતાની મહેક મહેકાવી હતી. હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલુ જ રાખ્યું છે.

Loading

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/feed/ 0 5584
Jetpur: અધિકારીઓની આળસના હિસાબે વિજબીલના રૂપિયા ભર્યા હોવા છતાં વીજ કનેકશન કપાતા પાણી માટે તરવરતા સરકારી કર્મચારીઓ http://revoltnewsindia.com/according-to-the-laziness-of-the-jetpur-officials-the-government-employees-were-quick-to-cut-off-the-electricity-connection-despite-paying-the-electricity-bill/4882/ http://revoltnewsindia.com/according-to-the-laziness-of-the-jetpur-officials-the-government-employees-were-quick-to-cut-off-the-electricity-connection-despite-paying-the-electricity-bill/4882/#respond Wed, 08 Dec 2021 09:17:18 +0000 https://revoltnewsindia.com/?p=4882 જેતપુરમાં તાલુકા પંચાયત સામે આવેલી સરકારી કર્મચારીઓ માટેની વસાહતમાં વીજ કનેકશન વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવતા છતાં પાણીએ સરકારી કર્મચારીઓ પાણી વિહોણા થઈ ગયા  છે. માર્ગ અને મકાન વિભાગ…

The post Jetpur: અધિકારીઓની આળસના હિસાબે વિજબીલના રૂપિયા ભર્યા હોવા છતાં વીજ કનેકશન કપાતા પાણી માટે તરવરતા સરકારી કર્મચારીઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરમાં તાલુકા પંચાયત સામે આવેલી સરકારી કર્મચારીઓ માટેની વસાહતમાં વીજ કનેકશન વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવતા છતાં પાણીએ સરકારી કર્મચારીઓ પાણી વિહોણા થઈ ગયા  છે.

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના અધિકારીઓની આળસને કારણે હાલાકી ભોગવતા કર્મચારીઓ

છેલ્લા બે દિવસથી પાણીની હાલાકી ભોગવી રહ્યા છે કર્મચારીઓ

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં તાલુકા પંચાયત સામે સરકારી કર્મચારીઓ માટેની વસાહત આવેલી છે. જેમાં સરકારી તંત્રના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે. જેનું મકાન ભાડું અને બીજા અન્ય ખર્ચા કર્મચારીઓના પગારમાંથી જ એડવાન્સ કટ થતાં હોય છે.

આ સરકારી વસાહત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ અંદર આવતી હોય છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ના અધિકારીઓની આળસના કારણે ખુદ સરકારી કર્મચારીઓ જ પાણીની હાલાકી ભોગવી રહ્યા છે. મીડિયા દ્વારા જ્યારે આ સરકારી વસાહતની મુલાકાત કરવામાં આવી ત્યારે ત્યાંના રહીશો દ્વારા પોતાની વેદના ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે અમોએ વારંવાર આર & બી ના અધિકારીઓને આ અંગે રજુઆત કરેલી છે.

પણ અમારી રજુઆત ધ્યાનમાં ન લેતા અંતે અમારે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આગળ વાત કરતા રહીશો એ જણાવ્યું હતું આ સરકારી વસાહતના પરિસરમાં કોઈ જ પ્રકારની સાફ સફાઈ કરવાની નથી. તેમજ હાલ ડેન્ગ્યુ મલેરિયા થવાનો પણ ડર તેમણે વ્યક્ત કર્યો હતો અને અસ્વચ્છતા ને કારણે કોરોના વાયરસનું સંક્રમણ પણ થવાની ચિંતા વ્યકર કરી હતી.

શું છે પુરી બાબત?

જેતપુરમાં ભાદર કોલોની બાજુમાં અને તાલુકા પંચાયત સામે આવેલ (માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય) PWD ક્વાટર્સનું ગ્રાઉન્ડમાં આવેલ સામુહિક મીટરનું પાણીની મોટર અને સ્ટ્રીટ લાઈટનું છેલ્લા ત્રણ વર્ષથી વીજબિલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરવામાં ન આવતા પીજીવીસીએલ (PGVCL) દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવતા ક્વાટર્સમાં રહેતા લોકોમાં હોબાળો મચી ગયેલ હતો.

માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ કેમેરા સામે જવાબ આપવાનો કર્યો ઇનકાર

મીડિયા સાથે વાત કરવાની અને ઓન કેમેરા કંઈજ કહેવાની માર્ગ અને મકાન વિભાગના અધિકારી નીરવ પીપળીયા એ ના પાડ્યો હતો અને પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધતા નજરે પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જો સરકારી કર્મચારીઓ જ આવી પાણી અને અસ્વચ્છતાની હાલાકી ભોગવવા મજબૂર હોય તો બીજા સામાન્ય લોકોની શું પરિસ્થિતિ હશે તે તો જોવાનું જ રહ્યું!

By team Revolt, Jetpur, Mo. +919879914491.

Loading

The post Jetpur: અધિકારીઓની આળસના હિસાબે વિજબીલના રૂપિયા ભર્યા હોવા છતાં વીજ કનેકશન કપાતા પાણી માટે તરવરતા સરકારી કર્મચારીઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/according-to-the-laziness-of-the-jetpur-officials-the-government-employees-were-quick-to-cut-off-the-electricity-connection-despite-paying-the-electricity-bill/4882/feed/ 0 4882
Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/ http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/#respond Fri, 29 Oct 2021 14:06:19 +0000 https://revoltnewsindia.com/?p=4186 જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી…

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર (Application) અપાયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નેચરલ કેલામીટી એકટ દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં અમલમાં છે.

સરકારે આ કાયદાનો અમલ બંધ થયાની કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. આ કાયદો અમલમાં હોવાથી તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ. પરંતુ તેના બદલે અત્યારે તો વાડ ચીભડાં ગળે તેવી સ્થિતિમાં ખૂદ સરકારે જ ખેડૂતોના અધિકાર પર કાતર મૂકી દીધી હોય તેમ આ કાયદાઓને કોરાણે મૂકી દીધા છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/feed/ 0 4186
Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/ http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/#respond Fri, 29 Oct 2021 13:57:34 +0000 https://revoltnewsindia.com/?p=4181 Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનોમામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ…

The post Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો
મામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર (Corruption) નો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અધિકારીઓની મિલિભગતના કારણે આ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરાયો હતો. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામની રજુઆતને લઈને મનપાના ડે. કમિશનરએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી અને સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી.

જામનગરમાં ભુગર્ભ ગટરની સુવિધાની જગ્યાએ મોટી દુવિધા ઉભી કર્યા હોવાનો વિપક્ષી નેતાઓએ કર્યો છે. અને આ દુવિધા ઉભી કરનાર પાછળ જવાબદાર કોણ? તેવા અનેક સવાલ સામે આવ્યા છે. તેમજ ડે. કમિશનર દ્વારા આપેલા નિવેદનને, ઉલ્ટા ચોર કોતવાલ કો દંડે  જેવો ઘાટ સર્જાયાનું જણાવીઆગામી સમયમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરે તો હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ દ્વારા કમિશનર કચેરી બહાર હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ માંગણી કરાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ અંગે તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે પછી વિપક્ષ હાઇકોર્ટના શરણે જશે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/feed/ 0 4181
Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/ http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/#respond Fri, 29 Oct 2021 13:37:40 +0000 https://revoltnewsindia.com/?p=4176 જામનગર (Jamnagar)  સાંસદ (Member of Parliament)  પૂનમબેન માડમ (Poonamben Maadam) ના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ, જામનગર ખાતે ભારત સરકારની લીડ બેંક જામનગર દ્વારા મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું હતું. 14 બેંકો…

The post Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar)  સાંસદ (Member of Parliament)  પૂનમબેન માડમ (Poonamben Maadam) ના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ, જામનગર ખાતે ભારત સરકારની લીડ બેંક જામનગર દ્વારા મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું હતું.

14 બેંકો દ્વારા 41.77 કરોડની 1,390 લોન મંજૂર કરી વિતરણ કરવામાં આવ્યું

ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળ પી.એમ.એમ.વાય, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા લોન, પી.એમ.ઇ.જી.પી., એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વગેરે સરકારી યોજનાઓ અંતર્ગત કુલ 14 બેંકો (એસ.બી.આઈ., યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, આઇ.ડી.બી.આઇ. બેંક,

સી.બી.આઇ.,પી.એન.બી. આર.એસ.ઇ.ટી.આઈ વગેરે દ્વારા  1,390 લોન અરજીઓ ગ્રાહ્ય રાખી કુલ 41.77  કરોડ રૂપિયાની ધિરાણ મંજૂર કરી સાંસદ તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં નાના ઉદ્યોગો અને લઘુ વેપારીઓને માઠી અસરો પહોંચી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા તમામ બેંકોને લઘુ વેપારીઓ અને ઉદ્યોગને ફરીથી સશક્ત બનાવવા માટે ઝડપભેર લોન આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.

સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાતા લઘુ વ્યાપારીઓને સરકારનો સાથ મળ્યો છે. બેંકોના કામ લોકોના જીવન અને આર્થિક વ્યવહાર સરળ અને સુગમ બનાવવા માટે ધિરાણ વધારવાનું અને વિભિન્ન સરકારી યોજનાઓનું ત્વરિત અમલીકરણ કરે એ જરૂરી છે.

લોકોને સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેંશન યોજના જેવી યોજનાઓનો લાભ લોકોને સમજાવીને લેવા પ્રેરિત કરવા જોઈએ.

આ કેમ્પમાં વિવિધ બેંકનાં સ્ટોલ વચ્ચે બેસ્ટ સ્ટોલ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં બેંક.ઓફ.બરોડાનો સ્ટોલ વિજેતા બન્યો હતો, જેમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી.

આ મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઇ ચનીયારા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ,  ગોપાલભાઇ સોરઠીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, એ.પી.એમ.સી. જામનગરના પ્રેસિડેન્ટ  પ્રવિણસિંહ ઝાલા,

એસ.બી.આઈ.ના રાજકોટ મોડ્યુલ ડીજીએમ  વિનોદ અરોરા, બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ  અમરીંદરકુમાર, ડી.આર.ડી.એના નિયામક  રાજેન્દ્ર રાયજાદા, નાયક મ્યુનિ. કમિશનર  એ.કે.વસ્તાણી,એસ.બી.આઇ. જામનગરના એ.જી.એમ ભૂપેન્દ્ર રામાણી, લીડ બેંકના ચીફ મેનેજર  દીક્ષિત ભટ્ટ તથા ૧૨ બેંકોના અધિકારીઓ, વિવિધ વિસ્તારના કોર્પોરેટરઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/feed/ 0 4176
Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/ http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/#respond Fri, 15 Oct 2021 12:15:25 +0000 http://revoltnewsindia.com/?p=3694 Jamnagar: ગૌરવ૫થ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાસે આજે સવારે હિતેનભાઈને ગાંધી નામના વ્યક્તિ બાઈક સ્લીપ થતાં ફેંકાઈ ગયા હતા. તેઓને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માતની 108 ને જાણ કરાતા…

The post Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ગૌરવ૫થ પર આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાસે આજે સવારે હિતેનભાઈને ગાંધી નામના વ્યક્તિ બાઈક સ્લીપ થતાં ફેંકાઈ ગયા હતા. તેઓને માથામાં ઈજા પહોંચી હતી. અકસ્માતની 108 ને જાણ કરાતા એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી. તેના સ્ટાફના મહેન્દ્રસિંહ વાળા તથા ભાવેશ રામ દ્વારા ઈજાગ્રસ્તને જી. જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. ઈજાગ્રસ્ત પાસેથી રૃપિયા 3000/- રોકડા, સોનાની વીંટી, મોબાઈલ, બેન્ક ડોકયુમેન્ટ વગેરે મળી આવ્યા હતા. તે તમામ વસ્તુ 108 ના સ્ટાફે ઈજાગ્રસ્તના પત્ની મનિષાબેનને સુપરત કરી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: અકસ્માતગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ પરિવારને સોંપી આપતી 108 ની ટીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-a-team-of-108-handing-over-the-items-of-the-accident-victim-to-the-family/3694/feed/ 0 3694