UpletaSamachar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/upletasamachar/ News for India Fri, 20 Jan 2023 10:13:45 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png UpletaSamachar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/upletasamachar/ 32 32 174330959 ઉપલેટામાં ટ્રેન નીચે આવી જતા એક વ્યક્તિનું થયું મોત http://revoltnewsindia.com/person-died-after-being-hit-by-train-in-upleta/7418/ http://revoltnewsindia.com/person-died-after-being-hit-by-train-in-upleta/7418/#respond Fri, 20 Jan 2023 10:13:42 +0000 http://revoltnewsindia.com/?p=7418 ઉપલેટા રેલવે સ્ટેશનમાં લાંબા અંતરની ટ્રેનમાં મૂકવા આવેલ પરિવારના સભ્યનું અકસ્માતે થયું મોત

The post ઉપલેટામાં ટ્રેન નીચે આવી જતા એક વ્યક્તિનું થયું મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટના ઉપલેટામાં ટ્રેન હેઠળ આવી જતા એક વ્યક્તિનું થયું મોત

ઉપલેટા રેલવે સ્ટેશનમાં લાંબા અંતરની ટ્રેનમાં મૂકવા આવેલ પરિવારના સભ્યનું અકસ્માતે થયું મોત

ધોરાજીના મલેક અલ્તાફ અજીજ નામના 52 વર્ષીય વ્યક્તિનું થયું મોત

પરિવારના સભ્યોને મૂકવા આવ્યા બાદ ટ્રેનમાંથી ઉતરતા સમયે બની હતી આ ઘટના

પોરબંદર-સંત્રાગાચી ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપાડી ત્યારે બની હતી આ અકસ્માતની ઘટના

ઘટના અંગે જાણ થતાં તુરંત 108 ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી

108 ની ટીમના તબીબે અકસ્માતના ભોગ બનનાર વ્યક્તિને કર્યો મૃત જાહેર કરેલ

ઘટના બાદ મૃતકના મૃતદેહને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાયો

ધોરાજીના પરિવારને મૂકવા આવેલ વ્યક્તિનું ઉપલેટા રેલવે સ્ટેશનમાં અકસ્માતે મોત થયા પરિવાર પર આભ ફાટ્યું

Loading

The post ઉપલેટામાં ટ્રેન નીચે આવી જતા એક વ્યક્તિનું થયું મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/person-died-after-being-hit-by-train-in-upleta/7418/feed/ 0 7418
Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ http://revoltnewsindia.com/rajkot-in-upleta-daughters-performed-fathers-funeral-and-gave-an-example-of-son-and-daughter-being-equal/7242/ Tue, 03 May 2022 07:14:44 +0000 https://revoltnewsindia.com/?p=7242 રાજકોટ (Rajkot) જીલ્લાના ઉપલેટા (Upleta) માં અનોખી રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં મૃતકની દીકરીઓ તેમજ મૃતકની બહેન દ્વારા કાંધ તેમજ સ્મશાનમાં અગ્નિદાહ આપીને તેમની અંતિમવિધિ (Funeral of Father) કરવામાં આવી હતી.

The post Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: ઉપલેટા (Upleta) શહેરના જીરાપા પ્લોટમાં રહેતા 61 વર્ષીય જમનભાઈ ઉકાભાઈ મુરાણીનું અવસાન થયું હતુ. ત્યારે તેઓને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી તેમની અંતિમવિધિ (Funeral of Father) એટલે કે કાંધ તેમજ અગ્નિદાહ અવસાન પામનારની બહેન તેમજ તેમની દીકરીઓએ આપી અને સમાજમાં એક સંદેશો ફેલવાયો છે કે દીકરો-દીકરી (Equality between son and daughter)  એક સમાન હોય છે.

મૃતક જમનભાઈનું બીમારી સબબ અમદાવાદ (Ahmedabad) ખાતે અવસાન થયું હતું ત્યારે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં કાંધ તેમની બહેન અને દીકરીઓએ આપી હતી. અને સ્મશાનમાં પણ તેમને અગ્નિદાહ પણ તેમની બહેન અને દીકરીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો:

ઉપલેટા શહેરમાં રહેતા આ 61 વર્ષીય વ્યક્તિની અવસાન થયું હતું. જેમાં તેમની અંતિમવિધિ તેની બહેન અને દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ અગાઉ પણ જ્યારે અવસાન પામનારના પિતાનું આજથી છ વર્ષ પહેલા અવસાન થયું હતું ત્યારે અવસાન પામનાર અપંગ હોવાથી ત્યારે પણ તેમને આવી જ રીતે કાંધ આપીને તેમની પણ આવી જ રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે સમાજમાં પણ આવી રીતે દીકરીઓએ પણ પિતાના અવસાન બાદ દીકરીઓ તરીકે કાંધ આપીને સમાજમાં પણ નવા વિચારોનું વાવેતર કરીને સમાજમાં દાખલા સમાન કર્યો કરવા જોઈએ તેવું જણાઈ આવે છે.

Loading

The post Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
7242
Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/ http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/#respond Sat, 23 Oct 2021 06:11:33 +0000 https://revoltnewsindia.com/?p=3931 ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા…

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન (Farmer Laedar) પાલભાઈ આંબલિયા (Palbhai Ambaliya) પણ જોડાયા હતા.

Rajkot: જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જે રીતે સમગ્ર ઉપલેટા પંથકના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા અપાયેલ સુચના અનુસાર જે સર્વે કરવામાં આવ્યું છે ત્યારે આ સર્વે બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવેલ છે ત્યારે તેમાં ઘણા ખરા ઉપલેટા તાલુકાના ગામો કે જે ખરેખર નુકસાન ગ્રસ્ત છે તેમને સહાયની યાદીમાંથી બાકાત રખાતા ઉપલેટા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ત્યારે આ રોષને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ આગેવાનો સાથે મળી અને ઉપલેટા પંથકના ખેડૂતો સાથે ઉપલેટા શહેરના જાહેર માર્ગો પર જનાક્રોશ રેલી કાઢી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવી પહોંચ્યા હતા.

આ જનાક્રોશ રેલીમાં ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયા પણ રેલીમાં જોડાયા હતા અને રેલી બાદ નુકસાની અંગે સરકાર દ્વારા જાહેર કરાયેલ નીતિનિયમો વિશે ખેડૂતોને માહિતગાર કાર્ય હતા અને તાજેતરમાં જે વીજળીના પ્રશ્નો ઉદભવતા જોવા મળી રહ્યા છે તેને લઈને આવેદનપત્ર પાઠવી અને આ સાથે ખાસ રજુઆત કરી હતી.

રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ).

Loading

The post Upleta: વિવિધ માંગો સાથે ખેડૂતો દ્વારા યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/farmers-outrage-rally-in-upleta/3931/feed/ 0 3931
Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/ http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/#respond Fri, 06 Aug 2021 18:40:16 +0000 https://revoltnewsindia.com/?p=2005 રાજકોટ (Rajkot) જિલ્લાની ઉપલેટા  પોલીસે (Upleta Police) ઇંગલિશ દારૂના (Foreign Liquor) મોટા જથ્થા પર ઘોસ બોલાવી અને ઉપલેટા તાલુકાના મેખાટીંબી (Mekhatimbi) ગામ પાસેથી ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ધાંધલે રેડ…

The post Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
Upleta Police Station

રાજકોટ (Rajkot) જિલ્લાની ઉપલેટા  પોલીસે (Upleta Police) ઇંગલિશ દારૂના (Foreign Liquor) મોટા જથ્થા પર ઘોસ બોલાવી અને ઉપલેટા તાલુકાના મેખાટીંબી (Mekhatimbi) ગામ પાસેથી ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ધાંધલે રેડ કરી અને કુલ 705 પેટી ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે જેમાં પોલીસે રૂપિયા 34,12,620/- નો દારૂ તેમજ એક ટ્રક, બે યુટિલિટી, એક મોટર સાયકલ અને 705 પેટી ઇંગલિશ દારૂ ઝડપી પાડયો છે.

એક ટ્રક, બે યુટિલિટી, એક સ્પ્લેન્ડર સહિત કુલ 61,42,620/- નો મુદ્દામાલ ઝડપેલ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તે સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમય થી ગુજરાતની અંદરથી મોટા પ્રમાણની અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે ત્યારે આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીનો કેટલો અમલ થાય છે અને દારૂબંધી કેટલી છે તે આવા મોટા જથ્થાઓ જ્યારે પકડાતા હોય છે ત્યારે જોવા મળતું હોય છે.

ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. ધાધલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ગગુભાઇ ચારણ તથા વનરાજભાઇ રગિયા તથા હિમાંશુભાઇ હુણને ચોક્કસ બાતમીરાહે હકિકત મળેલ કે, મેખાટીંબી ગામ તરફ જવાના રોડની ડાબી બાજુ વેણુ નદીના કાંઠે સરકારી ખરાબાની જમીનમાં ઇંગ્લીશ દારૂના મોટા જથ્થાનુ અમુક માણસો કટીંગ કરી હેરાફેરી કરનાર છે તેવી હકીકત આધારે રેઇડ કરતા ટ્રડ નં GJ-02-XX-5158, બે મહિન્દ્રા બોલેરો પીકઅપ GJ-03-BW-0264 તથા GJ-27-7-1872 તેમજ એક હીરો સ્પ્લેન્ડર GJ-11-BS-0123 નંબર વાળા વાહનો સાથે જુદી જુદી બ્રાંડના ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ઝડપી લીધેલ.

અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા (રાજકોટ)

Loading

The post Upleta: પોલીસે દારૂનું કટિંગ થાય તે પહેલાં જ મેખાટીંબી ગામ પાસેથી 705 પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/upleta-police-seized-705-cartons-of-english-liquor-from-mekhatimbi-village-just-before-the-liquor-was-cut/2005/feed/ 0 2005
Upleta: હેલ્થ અને વેલનેશ સેન્ટરના નર્સની સમજણ અને સતર્કતાથી સગર્ભા મહિલાને મળ્યું નવજીવન http://revoltnewsindia.com/the-nurses-understanding-and-vigilance-gave-new-life-to-the-pregnant-woman/1750/ http://revoltnewsindia.com/the-nurses-understanding-and-vigilance-gave-new-life-to-the-pregnant-woman/1750/#respond Mon, 07 Jun 2021 17:57:29 +0000 http://revoltnewsindia.com/upleta-%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a5-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6-%e0%aa%b8%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0%e0%aa%a8/ ડીલિવરી બાદ માતાને પોસ્ટ હેમરેજ (પી.પી.એચ) ની ત્વરિત સારવાર ઉપલબ્ધ કરી સ્વાસ્થ્ય પ્રદાન કરતુ ઉપલેટા આરોગ્ય કેન્દ્ર (Upleta Health Center) રાજકોટ તા. 7, જુન – રાજયના દુર સુદુર ગ્રામ્ય વિસ્તારમાં…

The post Upleta: હેલ્થ અને વેલનેશ સેન્ટરના નર્સની સમજણ અને સતર્કતાથી સગર્ભા મહિલાને મળ્યું નવજીવન appeared first on REVOLT NEWS INDIA.

]]>

ડીલિવરી બાદ માતાને પોસ્ટ હેમરેજ (પી.પી.એચ) ની ત્વરિત સારવાર ઉપલબ્ધ કરી સ્વાસ્થ્ય પ્રદાન કરતુ ઉપલેટા આરોગ્ય કેન્દ્ર (Upleta Health Center)

રાજકોટ તા. 7, જુન – રાજયના દુર સુદુર ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યની નિઃશૂલ્ક સેવાઓ ઉપલબ્ધ થાય અને દેશનો નાગરીક આર્થિક કારણોસર સારવાર વગરનો ન રહે તે માટે રાજય રસકાર દ્વારા તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેટા આરોગ્ય કેન્દ્ર તથા હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ કાર્યરત કરાયા છે. જયાં લોકો ખાસ કરીને ડાયાબીટીઝ, સગર્ભા બહેનો અને બી.પી. કે હાર્ટની બીમારી ધરવતા લોકોની નિયમીત તપાસ અને પ્રાથમિક તપાસ પણ કરાય છે. રાજય સરકારની આ સેવાઓ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અનેક પ્રકારે ઉપકારક બની રહી છે.

તાજેતરમાં જ મુળ ઉપલેટા તાલુકાના અને હાલ જાળગામના રહેવાસી એવા સગર્ભા રસીલાબેન કેશુભાઇ કિડિયાને ખારચીયા ગામે કાર્યરત હેલ્થ અને વેલનેશ સેન્ટરની સેવાઓએ અને તેના કાર્યરત કર્મચારીઓની સતર્કતાએ માતા અને બાળકને નવજીવન આપ્યું છે.

રસીલાબેન કિડિયા સગર્ભા હોઇ તેમનું અર્લી રજીસ્ટ્રેશન કરાયું હતું. આ ગામ ખારચિયા હેલ્થ અને વેલનેશ સેન્ટરના નેજા હેઠળ આવતું હોઇ ત્યાં તેમની નિયમિત તપાસ કરાઇ રહી હતી. પરતું તેમનું વજન માત્ર ૪૦ કિલો અને લોહીનું પ્રમાણ સાવ ઓછું ૭.૫ હતું. આ ઉપરાંત અગાઉ 2009 માં પણ ડીલીવરી થઇ હોવાથી તેઓની હાઇરીસ્ક એ.એન.સી. નોંધ કરાઇ હતી. આથી તેઓને આયર્ન સોર્સની બોટલ પણ ચડાવાઇ હતી. જેથી લોહીનું પ્રમાણ વધીને 10.5 થયું હતું. તા. 21/05/2021 ના રોજ તેઓને પી.એચ.સી. સેન્ટર મોટી પાનેલી ખાતે બે કિલો અને 200 ગ્રામ વજનના બાળકનો જન્મ થયો હતો.

પરંતુ ત્યાર બાદ તેઓને પોસ્ટ હેમરેજ(પી.પી.એચ) શરૂ થઇ જતાં સ્ટાફ નર્સ રીનાબેન સુવા દ્વારા સતર્કતા દાખવી તેઓને પ્રાથમિક સારવાર આપી હેલ્થ અને વેલનેશ સેન્ટર ખારચીયાના ડો. નારણ ડાંગર તથા પી.એચ.સી. સેન્ટર મોટી પાનેલીના ડો. વોરાને તુરત જ જાણ કરી હતી. જેના કારણે તેઓ લાભાર્થી રસીલાબહેન સાથે તુરત ઉપલેટા ખાતે સામુહીક અરોગ્ય કેનદ્ર ખાતે પહોચી ગયા હતા. એટલું જ નહીં માર્ગમાં જ તાલુકા હેલ્થ ઓફીસર ડો. હેપ્પીને જાણ કરવામાં આવતાં તેઓએ લાભાર્થી પહોંચે તે પહેલા જ ગાયનેક તબીબને ઉપલેટા ખાતે હાજર રાખ્યા હતા.

રસીલાબેનને ત્વરિત સારવાર હેઠળ લઇને ગાયનેક ડોકટર અને તેની ટીમ દ્વારા સ્ટીચ (ટાંકા) લેવામાં આવ્યા ઉપરાંત લોહિનું પ્રમાણ 5.5 થઇ જતાં એક યુનીટ બ્લડ પણ ચડાવાયું હતું. ત્યાર બાદ બીજા દિવસે તેઓને રજા આપવામાં આવી હતી.

હાલ રસીલાબેનને આયર્ન સોર્સ પી.એચ.સી. સેન્ટર પાનેલી ખાતે ચાલુ છે. તથા માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. રસીલાબેનને નવજીવન મળતાં પરીજનો દ્વારા નર્સ રીનાબેન તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આભાર વ્યકત કરાયો હતો.

આમ હેલ્થ અને વેલનેશ સેન્ટરના સ્ટાફ નર્સ રીનાબેનની સમયસુચકતા અને સતર્કતાએ રસીલાબેન તથા બાળકને નવજીવન આપ્યું હતું. રાજય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ શરૂ કરાયેલ આરોગ્ય સેવાઓ અનેક આર્થીક નબળા અને જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

Loading

The post Upleta: હેલ્થ અને વેલનેશ સેન્ટરના નર્સની સમજણ અને સતર્કતાથી સગર્ભા મહિલાને મળ્યું નવજીવન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-nurses-understanding-and-vigilance-gave-new-life-to-the-pregnant-woman/1750/feed/ 0 1750