5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જેતપુરમાં કરાયું વૃક્ષારોપણ
જેતપુર: સામાકાંઠા નરસંગ ટેકરી વિસ્તારમાં પ્રદુષણ મુક્ત વિસ્તાર બનાવવાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શારદાબેન વેગડાની આગેવાનીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સામાકાંઠા વિસ્તાર મુજર વર્ગની વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં સાંજના સમયે મજુર મહિલાઓને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 100થી વધારે વૃક્ષોનું રોપણ કર્યું હતું.