જેતપુર (Jetpur)ના 22 ગામોમાં Covid19 રસીકરણ પૂર્ણ
રાજકોટ (Rajkot) જિલ્લામાં Covid 19 પ્રતિરોધક વેક્સિનેશનની (Vaccination) કામગીરી તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા પૂર જોશમાં ચાલી રહી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી સુંદર કામગીરી થકી રાજકોટ જિલ્લામાં વિવિધ તાલુકાના અનેક ગામોમા સો ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થયેલ છે.
તાલુકા વાઈઝ જોઈએ તો ધોરાજીના 03, ગોંડલના 07, જામકંડોરણાના 13, જસદણના 07, જેતપુરના 22, કોટડા સાંગાણીના 02, લોધિકાના 05, પડધરીના 15, રાજકોટના 12, ઉપલેટાના 02 તેમજ વીંછિયાના 04 ગામોમાં રસીકરણ 100% ટકા પૂર્ણ થયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
818 Views, 2