ભાજપના ઉમેદવાર જેલમ ચોકસી વિરુદ્ધ વિરમગામ ટાઉન પો.સ્ટેશનમાં દલિત અધિકાર મંચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી

SHARE THE NEWS

વડોદરાના ભાજપ ઉમેદવાર જેલમ ચોકસી દ્વારા અનુ.જાતિ વિરુદ્ધ  અભદ્ર ટીપ્પણીને વખોડવામાં આવી

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંગે જુદા જુદા રાજકીય પક્ષના ઉમેદવારો ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. ગઈ તા. 18/02/2021 ના રોજ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના વોર્ડ – 14 ના ભાજપના ઉમેદવાર જેલમબેન રાકેશભાઈ ચોકસી દ્વારા એક ખાનગી ચેનલમાં પોતાનો ઈન્ટરવ્યું આપ્યો જેમાં તેઓએ “ ગામ હોય ત્યાં *વાડો ” હોય તે નિવેદનના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે.

જેને લઈને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ અને અનુ.જાતીના આગેવાનો દ્વારા અમદાવાદના વિરમગામ ટાઉન પોલિસ સ્ટેશનમાં વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા અનુસુચિત જાતિના અગ્રણીઓ દ્વારા વિરોધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 


આ અંગે કિરીટ રાઠોડ, નવઘણ પરમાર, મહેશ સોલકી દ્વારા વિરમગામ ટાઉન પોલિસ સ્ટેશના પી.આઈ તેમજ વિરમગામ વિભાગીય ડી.વાય.એસ.પી ડૉ લવીના સિંહા (આઈ.પી.એસ)ને મળીને વડોદરાના વોર્ડ -14 ના ભાજપના ઉમેદવાર જેલમબેન ચોકસી દ્વારા અનુ.જાતી સમાજનું જાહેરમાં અપમાનિત કરતા અને ગેર બંધારણીય અને કાયદાથી પ્રતિબંધિત શબ્દોનો પ્રયોગ કરવા બદલ તેમના વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી ફરિયાદ દાખલ કરવા સારું સી.આર.પી.સી ૧૫૪(૧) મુજબ લેખિત ફરિયાદ આપી હતી. આ બાબતે વધુ કાર્યવાહી માટે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વડોદરાના સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જરૂરી કાર્યવાહી મોકલી આપશે.

વડોદરામાં ભાજપના ઉમેદવારની ગેર બંધારણીય ટીપ્પણી બાબતે કિરીટ રાઠોડે  (સંયોજક. દલિત અધિકાર મંચ) જણાવ્યું કે ભાજપ દ્વારા ડૉ બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાની સૂચિમાં સામેલ નહી કરી અપમાનિત કરવામાં આવ્યા બાદ વધુ એક ભાજપના જ ઉમેદવાર દ્વારા સમગ્ર અનુસુચિત જાતી સમાજને જાહેરમાં અપમાનિત શબ્દો વાપરીને તેમની માનસિકતા છતી કરી છે.

જેને ગુજરાતના અનુ.જાતી સમાજ સાખી નહી લે. અને સમાજનું અપમાન કરનાર વિરુદ્ધ રાજ્યમાં દેખાવો અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેવું વધુમાં કિરીટ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *