જેતપુરમાં આહિર સમાજ દ્વારા પ્રતિભાશાળી લોકોનો સન્માન સમારોહ યોજાયો

SHARE THE NEWS

જેતપુરમાં આહીર સમાજ દ્વારા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને સમાજના અગ્રણીઓનો સન્માન સમારોહ યોજાયો જેમાં રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.

આહિર સમાજના લોકો દ્વારા મેળવેલ સિધ્ધિઓને સન્માન આપવા માટે યોજયો આ ખાસ કાર્યક્રમ

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં જેતપુર શહેર અને તાલુકા આહિર સમાજ દ્વારા આહીર સમાજના સરકારી કર્મચારીઓ,અધિકારીઓ અને યુવાનોમાં પ્રેરણારૂપ લોકોના સન્માનને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેતપુર શહેર અને તાલુકાના આહીર સમાજના લોકો રહ્યા ખાસ ઉપસ્થિત

આ કાર્યક્રમમાં રાજકોટ રૂરલ LCB ના નારણ પંપાણીયાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું જેમને તાજેતરમાં જ રાષ્ટ્પતિ ચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યાં તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં મહીલાઓ,બાળકો,યુવાનો અને પુરૂષો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

યુવાનોમાં ગૌરવનું નિર્માણ થાય તે માટે યોજાયો કાર્યક્રમ

પોલીસ કર્મી નારણ પંપાણીયા (રાષ્ટ્પતિ ચંદ્રક વિજેતા) નું કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું

સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી અને આહીર સમાજ બહોળા પ્રમાણમાં શિક્ષિત અને સંગઠીત બને તેના પર વધુ ભાર આપ્યો હતો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *