Ahmedabad: પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો દલિત સમાજની દીકરીની જાનનો વરઘોડો

SHARE THE NEWS

Ahmedabad: આજરોજ દેત્રોજ તાલુકાના ડાંગરવા ચુંવાળ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો ગામના જાહેર રસ્તેથી કાઢવામાં આવ્યો. વર્ષ 2022માં નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા માર્ટિનભાઈ મેકવાનની આગેવાનીમાં ગામના જાહેર ચોકમાં સભા કરી હતી.

સભા બાદ જાહેર ચોકથી ગામના જાહેર રસ્તાથી દલિત ફળિયા સુધી ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. અને વરઘોડો રોકનારને કાનૂની લપડાક આપી હતી.

આજરોજના ડાંગરવા ગામે ડી.જે સાથે જાનનો વરઘોડો કાઢવામાં આવતા 26/05/2022 નાં રોજ ગામના અન્ય સમાજના લોકોએ દલિત દીકરીની જાનના વરઘોડા સમયે હુમલો કર્યો હતો. અને દલિતો ડીજે સાથે વરઘોડો ન કાઢી શકે તેમ કરી હુમલો કર્યો હતો.

આ ધટના બાદ આ બનાવમાં નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, ભરત પરમાર, શાંતા સેનવા, કનુભાઈ સુમેસરા સહિત આગેવાનોએ કાનૂની મદદ પૂરી પાડીને જાહેર ચોકમાં સંમેલન કરીને ડી.જે.સાથે વરઘોડો કાઢ્યો હતો.

હાલમાં તા. 11/02/2024 નાં રોજ કાળાભાઈ મકવાણાની દીકરીના લગ્ન હતાં. તે બાબતે અગાઉથી પોલીસ અને મામલતદારને કાયદો વ્યવસ્થા જાળવવા અરજી આપવામાં વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરાએ સહકાર આપ્યો હતો.

અને આજે કાળાભાઈની દીકરીની જાન અમદાવાદ બાપુનગરથી આવી હતી. અને ગામના જાહેર ચોકથી ડીજે સાથે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ, કનુભાઈ સૂમેસરાની આગેવાનીમાં ડીજે સાથે વરઘોડો કાઢી મજબૂત સામાજિક બદલાવ લાવ્યા તે બદલ સમગ્ર ડાંગરવા અનુ.જાતિ વસ્તી પંચ જાહેર આભાર પ્રગટ કરે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *