Jetpur: ફાઇનાન્સ પેઢીને આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા

SHARE THE NEWS

Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરની પેઢી શ્રીજી ફાઇનાન્સને લોન ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા તથા રૂ 41,600/- અંકે રૂપિયા એકતાલીસ હજાર છસો પુરા વળતર ચુકવવા હુકમ.

શ્રીજી ફાઇનાન્સમાંથી લીધેલ લોન ચુકવવા આપેલ ચેક પરત ફરવાના ગુનામાં જેતપુરના મહે. એડી. ચીફ જયુડી. મેજી. સાહેબે 16/01/2024 ના રોજ વિરપુરના લોન ધારક મહેબુબભાઈ હબીબભાઈ કુરેશીને એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી એક માસમાં રૂ 41,600/- અંકે રૂપિયા એકતાલીસ હજાર છસો પુરા વળતર તરીકે ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે.

આ પણ વાંચો: Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ

કેસની ટુંકમાં વિગત એવી છે કે, જેતપુરમાં શ્રીજી ફાઇનાન્સના નામે ધંધો કરતા અરવિંદભાઈ પ્રાગજીભાઈ લુણાગરીયા પાસેથી વિરપુરના રહિશ મહેબુબભાઈ હબીબભાઈ કુરેશીએ બે કટકે કુલ રૂ 40,000/- અંકે રૂપિયા ચાલીસ હજાર પુરાની અંગત લોન લીધેલ હતી.

જે લોન અને તેના પરના વ્યાજની ચુકવણી પેટે આરોપીએ ફરીયાદીને તેમની પેઢી શ્રીજી ફાઇનાન્સના નામ જોગનો ચેક આપેલ. અને આરોપીએ પાકુ વચન અને વિશ્વાસ આપેલ કે સદરહું ચેક બેંકમાં જમા કરાવશો એટલે તમારી બાકી લોન ધિરાણની રકમ તમને મળી જશે.

જેથી ફરીયાદીએ, આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજુ કરતા સદર ચેક ફંડસ ઈનસફીશીયન્ટના શેરા સાથે વગર વસુલાતે પરત ફરેલ. જે અંગેની ફરીયાદ અદાલતમાં આરોપી વિરૂદ્ધ દાખલ કરવામાં આવી હતી.

એડવોકેટ હાર્દિક વી. ચોવટીયા

આ કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ હાર્દિક વી. ચોવટીયાએ નામદાર કોર્ટ સમક્ષ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદા સાથે કરેલી રજુઆતો ધ્યાને લઈ આરોપી મહેબુબભાઈ હબીબભાઈ કુરેશીને એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી એક માસમાં રૂ 41,600/- અંકે રૂપિયા એકતાલીસ હજાર છસો પુરા વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે.

અને જો આરોપી વળતર રકમ ચુકવવામાં કશુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *