જેતપૂરમાં બેકારીનાં ખપ્પરમાં જીવ હોમાયો: યુવાને વૃક્ષ પર દોરડું બાંધી ખાધો ગળે ફાંસો

SHARE THE NEWS
ચેતવણી: આ ફોટો તમને વિચલિત કરી શકે છે.

જેતપુરના ટાકુડી પરા વિસ્તારમાં રહેતા એક યુવકે સાડીનાં કારખાનામાં કામ ઓછુ થતુ હોય બેકારીથી કંટાળી ઝાડ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર જેતપુર શહેરના ટાકૂડી પરા વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ થી મજૂરી અર્થે આવેલા સંજય મગનલાલ મકવાણા (ઉ.વ.34) નામના યુવકે સાડી ના કારખાનામાં મજૂરી કામ કરતો હોય કામ ઓછુ ચાલતુ હોય અને ટેનશનમાં રહેતો હોય બેકારીથી કંટાળી ઝાડ સાથે દોરડુ બાંધી આપઘાત કરી લીધેલ લાશ જેતપુરના ખીરસરા રોડ પર આવેલ જોડિયા હનુમાન મંદિર પાસે લીમડાના વૃક્ષ પર ગળાફાંસો ખાધેલી લાશ જોવા મળતા સાથે યુવાનના મૃતદેહ પાસે બાઈક પડેલું જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરતા જેતપુર સિટી પોલીસ સ્ટાફ સ્થળ પર આવી લાશને નીચે ઉતારી પી એમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *