Gujarat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/category/gujarat/ News for India Mon, 18 Mar 2024 18:29:09 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Gujarat Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/category/gujarat/ 32 32 174330959 Rajkot: રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા http://revoltnewsindia.com/202-weapons-were-deposited-by-police-in-rajkot-district-in-two-days/7960/ http://revoltnewsindia.com/202-weapons-were-deposited-by-police-in-rajkot-district-in-two-days/7960/#respond Mon, 18 Mar 2024 18:25:10 +0000 http://revoltnewsindia.com/?p=7960 લોકસભા સામાન્ય ચુંટણી – 2024 પોલીસ વિભાગે છેલ્લા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા: બે હથિયાર જપ્ત કરાયા Rajkot: રાજકોટ તા. 18 માર્ચ – લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની ચૂંટણી પ્રક્રિયા રાજકોટ…

The post Rajkot: રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic image

લોકસભા સામાન્ય ચુંટણી – 2024 પોલીસ વિભાગે છેલ્લા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા: બે હથિયાર જપ્ત કરાયા

Rajkot: રાજકોટ તા. 18 માર્ચ – લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની ચૂંટણી પ્રક્રિયા રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય, તે માટે પરવાનાવાળા હથિયારધારકો પાસેથી તેમના હથિયારો પોલીસ વિભાગમાં જમા કરાવવામાં આવે છે.

જે અન્વયે છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લામાં કુલ 1212 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 202 હથિયારો જમા લેવામાં આવેલ છે. તા.16/03/2024થી 18/03/2024 દરમિયાન બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, તેમ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.

Loading

The post Rajkot: રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/202-weapons-were-deposited-by-police-in-rajkot-district-in-two-days/7960/feed/ 0 7960
Rajkot: વાહન અકસ્માત યોજના, જેમાં અકસ્માતગ્રસ્તને મળશે રૂ.50 હજાર સુધીની ફ્રી સારવાર http://revoltnewsindia.com/rajkot-vehicle-accident-scheme-in-which-the-accident-victim-will-get-free-treatment-up-to-rs-50-thousand/7932/ http://revoltnewsindia.com/rajkot-vehicle-accident-scheme-in-which-the-accident-victim-will-get-free-treatment-up-to-rs-50-thousand/7932/#respond Mon, 04 Mar 2024 14:04:28 +0000 https://revoltnewsindia.com/?p=7932 માનવ જીવન બચાવવા યોગદાન આપવા લોકોને અપીલ Rajkot: રાજકોટ, તા. 04/03/2024 વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા પર અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. વાહન અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય…

The post Rajkot: વાહન અકસ્માત યોજના, જેમાં અકસ્માતગ્રસ્તને મળશે રૂ.50 હજાર સુધીની ફ્રી સારવાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

માનવ જીવન બચાવવા યોગદાન આપવા લોકોને અપીલ

Rajkot: રાજકોટ, તા. 04/03/2024 વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા પર અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. વાહન અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડતું હોય છે. તેમાં પણ ઘરની મુખ્ય જવાબદાર વ્યક્તિનું જ્યારે અકસ્માતથી મૃત્યુ થાય તો આખુ કુટુંબ માનસિક તથા આર્થિક રીતે નિરાધાર થઇ જાય છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો અકસ્માતગ્રસ્ત વ્યક્તિને પ્રથમ એક કલાક (ગોલ્ડન અવર)ની અંદર હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તો મહત્તમ લોકોને બચાવી શકાય છે અને 50% મૃત્યુ દરને ટાળી શકાય છે.

અકસ્માત પછી તાત્કાલિક (ગોલ્ડન અવર)એ પ્રથમ કલાક છે, જેમાં ઇમર્જન્સી મેડીકલ સારવાર જરૂરી છે અને જો આવી કોઈ સારવાર આપવામાં આવે તો પીડીતને બચાવી શકાય છે એ હેતુ સિધ્ધ કરવા ગુજરાત સરકાર દ્રારા વાહન અકસ્માત યોજના કાર્યરત છે.

વાહન અકસ્માત યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળી શકે?

ભારતના કોઇપણ નાગરિકને વાહન અકસ્માતમાં ઇજા થાય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં રૂ. પચાસ હજારની મર્યાદામાં કોઇપણ સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીને વિનામુલ્યે મેડીકલ સારવાર આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે આવકની કોઈ મર્યાદા નથી. અકસ્માત ગુજરાત રાજ્યની હદમાં થયેલ હોય તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અકસ્માત થયાના 48 કલાકની અંદર જ સારવાર કરેલ હોવી જોઇએ.

આ યોજનાના લાભાર્થીએ જે તે સારવાર લીધેલ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલને જાણ કરવાની રહેશે અને ત્યાર બાદ પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલે સરકાર દ્વારા નક્કી કરેલ કચેરીને જાણ કરવાની રહેશે.

અકસ્માત સહાય યોજના માટે કોઇ પણ અકસ્માત પામેલ વ્યક્તિને સારવાર આપી સરકારે નિયુક્ત કરેલ સંસ્થાને જાણ કરવાની રહેશે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી તથા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ ચીફ ડીસ્ટ્રીક્ટ મેડીકલ ઓફિસર, પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટને સ્થાનિક નિયુકત સંસ્થા જાહેર કરેલ હોય,

રાજકોટ જિલ્લામાં સારવાર આપનાર હોસ્પિટલોએ તેને જાણ કરવાની રહેશે. વધુ માહીતી માટે કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલોએ ચીફ ડીસ્ટ્રીક મેડીકલ ઓફિસર, પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

આ યોજનાનો લોકો વધુમાં વધુ બહોળો પ્રચાર કરે અને અનેક લોકોના જીવન બચાવવા લોકો યોગદાન આપે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. કે. સિંગની યાદી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Loading

The post Rajkot: વાહન અકસ્માત યોજના, જેમાં અકસ્માતગ્રસ્તને મળશે રૂ.50 હજાર સુધીની ફ્રી સારવાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-vehicle-accident-scheme-in-which-the-accident-victim-will-get-free-treatment-up-to-rs-50-thousand/7932/feed/ 0 7932
Junagadh: મહાશિવરાત્રીના મેળામાં વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર http://revoltnewsindia.com/junagadh-district-collector-inspecting-site-of-arrangements-in-mahashivratri-fair/7927/ http://revoltnewsindia.com/junagadh-district-collector-inspecting-site-of-arrangements-in-mahashivratri-fair/7927/#respond Mon, 04 Mar 2024 13:44:46 +0000 https://revoltnewsindia.com/?p=7927 જિલ્લા કલેકટરએ ભવનાથ તળેટી, દામોદર કુંડ, પાર્કિંગ સ્થળો, ટ્રાફિક પોઇન્ટ સહિતના સ્થળની મુલાકાત કરી: સંબંધિત અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી…

The post Junagadh: મહાશિવરાત્રીના મેળામાં વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર appeared first on REVOLT NEWS INDIA.

]]>

જિલ્લા કલેકટરએ ભવનાથ તળેટી, દામોદર કુંડ, પાર્કિંગ સ્થળો, ટ્રાફિક પોઇન્ટ સહિતના સ્થળની મુલાકાત કરી: સંબંધિત અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી

જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરુરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યુ હતુ.

જિલ્લા કલેકટરએ ભરડાવાવ, દામોદર કુંડ ઉપરાંત વિવિધ પાર્કિંગ સ્થળો અને ભાવિકોની વધારે ભીડ રહે છે તેવા પોઇન્ટની મુલાકાત કરી, યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે તેવા ભવનાથના પ્રકૃતિ ધામની પણ જિલ્લા કલેક્ટરએ મુલાકાત કરી હતી, ફાયર, પીવાના પાણી, વાહન પાર્કિંગ જરુરી અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા કલેક્ટરએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગીકુંડ ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ હતુ.

જિલ્લા કલેકટરએ આ સ્થળ મુલાકાત પૂર્વે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, મહાશિવરાત્રીના મેળા સંદર્ભે પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.

જૂનાગઢ તા.04 માર્ચ, 2024 (રવિવાર) મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરુરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ

આ બેઠકમાં આરોગ્ય, વીજળી, સફાઈ, પીવાના પાણી સહિતના મુદ્દે જરુરી પરામર્શ કર્યો હતો.

આ સ્થળ મુલાકાત અને બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર ઝાપડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post Junagadh: મહાશિવરાત્રીના મેળામાં વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરતા જિલ્લા કલેકટર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-district-collector-inspecting-site-of-arrangements-in-mahashivratri-fair/7927/feed/ 0 7927
Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/ http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/#respond Mon, 04 Mar 2024 13:24:16 +0000 https://revoltnewsindia.com/?p=7921 Junagadh: જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.…

The post Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક appeared first on REVOLT NEWS INDIA.

]]>
જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા

Junagadh: જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.

મહિલા સમૃધ્ધિ યોજના અને માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજના હેઠળ રુ.01 લાખની લોન ઉપરાંત વ્યક્તિગત લોન યોજના હેઠળ રુ.02 લાખની.

અને સીધા ધિરાણ (ધંધા-વ્યવસાય- વ્હીકલ) યોજના હેઠળ રુ. 15 લાખની લોન સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી સફાઇ કામદાર કે તેના આશ્રિતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે.

આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને (ઉંમર મર્યાદા18 વર્ષથી ઓછી નહિ અને 50 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

તેમજ સફાઇ કામદાર કે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

આ યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ તા.23-03-2024 સુધી નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તેમજ વાહન માટે અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. જૂનાગઢ જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોએ આ અંગેની નોંધ લેવી.

આ અંગેની વધુ વિગતો મેળવવા માટે આ કચેરીનો સંપર્ક કરવો, તેમ જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીએ એક યાદીમાં જણાવ્યું છે.

Loading

The post Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/feed/ 0 7921
Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/ http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/#respond Mon, 04 Mar 2024 12:36:37 +0000 https://revoltnewsindia.com/?p=7918 Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી…

The post Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” appeared first on REVOLT NEWS INDIA.

]]>
જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના

Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી અને અન્ય દ્રવ્યોનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.

08 માર્ચ 2024ને શુક્રવારના રોજ આ મહાશિવરાત્રીનો અનેરો અવસર આવી રહ્યો છે. કહેવાય છે કે આ દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્ર નો અંશ હોય છે.

જેતપુરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ પર્વને ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

મહાશિવરાત્રી, 08 માર્ચ 2024ને શુક્રવારના રોજ સવારે 07:30થી રાજધાની પાર્ટી પ્લોટ, સરદાર ચોક, નકલંક આશ્રમ રોડ ખાતે “સમૂહ રૂદ્રાભિષેક” યોજાશે.

જ્યાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકસાથે શિવ આરાધના કરી શિવજીને રિઝવવાનો પ્રયત્ન કરશે. કાર્યક્રમના અંતે મહાઆરતી અને સાથે ફરાળ પ્રસાદ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

Loading

The post Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/feed/ 0 7918
Ahmedabad: પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો દલિત સમાજની દીકરીની જાનનો વરઘોડો http://revoltnewsindia.com/ahmedabad-wedding-procession-of-dalit-community-girl-took-place-amidst-police-presence/7903/ http://revoltnewsindia.com/ahmedabad-wedding-procession-of-dalit-community-girl-took-place-amidst-police-presence/7903/#respond Sun, 11 Feb 2024 13:17:16 +0000 http://revoltnewsindia.com/?p=7903 Ahmedabad: આજરોજ દેત્રોજ તાલુકાના ડાંગરવા ચુંવાળ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો ગામના જાહેર રસ્તેથી કાઢવામાં આવ્યો. વર્ષ 2022માં નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા માર્ટિનભાઈ મેકવાનની આગેવાનીમાં ગામના જાહેર…

The post Ahmedabad: પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો દલિત સમાજની દીકરીની જાનનો વરઘોડો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Ahmedabad: આજરોજ દેત્રોજ તાલુકાના ડાંગરવા ચુંવાળ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો ગામના જાહેર રસ્તેથી કાઢવામાં આવ્યો. વર્ષ 2022માં નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા માર્ટિનભાઈ મેકવાનની આગેવાનીમાં ગામના જાહેર ચોકમાં સભા કરી હતી.

સભા બાદ જાહેર ચોકથી ગામના જાહેર રસ્તાથી દલિત ફળિયા સુધી ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. અને વરઘોડો રોકનારને કાનૂની લપડાક આપી હતી.

આજરોજના ડાંગરવા ગામે ડી.જે સાથે જાનનો વરઘોડો કાઢવામાં આવતા 26/05/2022 નાં રોજ ગામના અન્ય સમાજના લોકોએ દલિત દીકરીની જાનના વરઘોડા સમયે હુમલો કર્યો હતો. અને દલિતો ડીજે સાથે વરઘોડો ન કાઢી શકે તેમ કરી હુમલો કર્યો હતો.

આ ધટના બાદ આ બનાવમાં નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, ભરત પરમાર, શાંતા સેનવા, કનુભાઈ સુમેસરા સહિત આગેવાનોએ કાનૂની મદદ પૂરી પાડીને જાહેર ચોકમાં સંમેલન કરીને ડી.જે.સાથે વરઘોડો કાઢ્યો હતો.

હાલમાં તા. 11/02/2024 નાં રોજ કાળાભાઈ મકવાણાની દીકરીના લગ્ન હતાં. તે બાબતે અગાઉથી પોલીસ અને મામલતદારને કાયદો વ્યવસ્થા જાળવવા અરજી આપવામાં વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરાએ સહકાર આપ્યો હતો.

અને આજે કાળાભાઈની દીકરીની જાન અમદાવાદ બાપુનગરથી આવી હતી. અને ગામના જાહેર ચોકથી ડીજે સાથે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ, કનુભાઈ સૂમેસરાની આગેવાનીમાં ડીજે સાથે વરઘોડો કાઢી મજબૂત સામાજિક બદલાવ લાવ્યા તે બદલ સમગ્ર ડાંગરવા અનુ.જાતિ વસ્તી પંચ જાહેર આભાર પ્રગટ કરે છે.

Loading

The post Ahmedabad: પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો દલિત સમાજની દીકરીની જાનનો વરઘોડો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ahmedabad-wedding-procession-of-dalit-community-girl-took-place-amidst-police-presence/7903/feed/ 0 7903
Jetpur: ફાઇનાન્સ પેઢીને આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા http://revoltnewsindia.com/jetpur-accused-gets-one-year-sentence-for-returning-check-given-to-finance-firm/7896/ http://revoltnewsindia.com/jetpur-accused-gets-one-year-sentence-for-returning-check-given-to-finance-firm/7896/#respond Sun, 11 Feb 2024 11:58:31 +0000 http://revoltnewsindia.com/?p=7896 Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરની પેઢી શ્રીજી ફાઇનાન્સને લોન ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા તથા રૂ 41,600/- અંકે રૂપિયા એકતાલીસ હજાર છસો પુરા વળતર ચુકવવા હુકમ.…

The post Jetpur: ફાઇનાન્સ પેઢીને આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરની પેઢી શ્રીજી ફાઇનાન્સને લોન ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા તથા રૂ 41,600/- અંકે રૂપિયા એકતાલીસ હજાર છસો પુરા વળતર ચુકવવા હુકમ.

શ્રીજી ફાઇનાન્સમાંથી લીધેલ લોન ચુકવવા આપેલ ચેક પરત ફરવાના ગુનામાં જેતપુરના મહે. એડી. ચીફ જયુડી. મેજી. સાહેબે 16/01/2024 ના રોજ વિરપુરના લોન ધારક મહેબુબભાઈ હબીબભાઈ કુરેશીને એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી એક માસમાં રૂ 41,600/- અંકે રૂપિયા એકતાલીસ હજાર છસો પુરા વળતર તરીકે ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે.

આ પણ વાંચો: Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ

કેસની ટુંકમાં વિગત એવી છે કે, જેતપુરમાં શ્રીજી ફાઇનાન્સના નામે ધંધો કરતા અરવિંદભાઈ પ્રાગજીભાઈ લુણાગરીયા પાસેથી વિરપુરના રહિશ મહેબુબભાઈ હબીબભાઈ કુરેશીએ બે કટકે કુલ રૂ 40,000/- અંકે રૂપિયા ચાલીસ હજાર પુરાની અંગત લોન લીધેલ હતી.

જે લોન અને તેના પરના વ્યાજની ચુકવણી પેટે આરોપીએ ફરીયાદીને તેમની પેઢી શ્રીજી ફાઇનાન્સના નામ જોગનો ચેક આપેલ. અને આરોપીએ પાકુ વચન અને વિશ્વાસ આપેલ કે સદરહું ચેક બેંકમાં જમા કરાવશો એટલે તમારી બાકી લોન ધિરાણની રકમ તમને મળી જશે.

જેથી ફરીયાદીએ, આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજુ કરતા સદર ચેક ફંડસ ઈનસફીશીયન્ટના શેરા સાથે વગર વસુલાતે પરત ફરેલ. જે અંગેની ફરીયાદ અદાલતમાં આરોપી વિરૂદ્ધ દાખલ કરવામાં આવી હતી.

એડવોકેટ હાર્દિક વી. ચોવટીયા

આ કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ હાર્દિક વી. ચોવટીયાએ નામદાર કોર્ટ સમક્ષ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદા સાથે કરેલી રજુઆતો ધ્યાને લઈ આરોપી મહેબુબભાઈ હબીબભાઈ કુરેશીને એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી એક માસમાં રૂ 41,600/- અંકે રૂપિયા એકતાલીસ હજાર છસો પુરા વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે.

અને જો આરોપી વળતર રકમ ચુકવવામાં કશુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.

Loading

The post Jetpur: ફાઇનાન્સ પેઢીને આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-accused-gets-one-year-sentence-for-returning-check-given-to-finance-firm/7896/feed/ 0 7896
Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/ http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/#respond Wed, 07 Feb 2024 17:16:41 +0000 http://revoltnewsindia.com/?p=7884 Jetpur: આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ…

The post Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ પ્રતિકાત્મક રીતે બજેટને પણ આગ ચાંપવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આંગણવાડીમાં કામ કરતાં બહેનો ઉમટી પડ્યાં હતા.

વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો…

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેનું મુખ્ય કારણ જણાવતા આંગણવાડીમાં કામ કરતાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે,

”સરકારને વહેલી ચૂંટણી યોજવાની ઉતાવળને કારણે વચગાળાનું બજેટ રજૂ કરવું પડયું જે દુઃખદ બાબત છે. આ વચગાળાના બજેટમાં પણ સરકાર ઘણું આપી શકી હોત. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાવેલ વચગાળાના-કેન્દ્રીય બજેટથી દેશ અને ગુજરાતના લાખો (Anganwadi workers) આંગણવાડી વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો ભારે નીરાશ થઈ છે. રોષ ઉભો થયો છે. મહિલા અને બાળ વિકાસ અને આરોગ્ય વિભાગ તળેની કેન્દ્ર સરકારની અતિ મહત્વની સેવા બજાવતી યોજના

આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર

હોવાં છતાં, 2019ની ચૂંટણી પૂર્વે 2018માં 27 લાખ આંગણવાડી અને 14 લાખ આશા વર્કર- ફેસીલીએટરના માનદ વેતનમાં તથા વળતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં વધારો જાહેર કયાં બાદ, પાંચ વર્ષ બાદ પણ માનદ વેતનમાં કેન્દ્ર સરકારે કોઈ જ વધારો જાહેર કરેલ નથી.

જયારે કોરોના કાળમાં તથા કુપોષણ સામેની સેવામાં ખૂદ વડાપ્રધાને જાહેરમાં પ્રશંસા કરી છે. અને કામના બોજામાં જબ્બર વધારો કર્યો છે. દેશના ઈતિહાસમાં ખુદ વડાપ્રધાન અને મહિલા બાળ વિકાસ મંત્રી તથા આરોગ્ય મંત્રીની પાંચ વર્ષની ટર્મ કંઈ પણ આપ્યા વિના પૂર્ણ થશે.

લાખો બહેનોને ખાલી હાથ રાખ્યા છે. આંગણવાડી વર્કર-હેલ્પર તથા આશા વર્કર- ફેસીલીએટર બહેનોને આ મોદી સરકાર પાસે ધણી બધી આશાઓ રાખી હતી જેથી આ બહેનોમાં ખૂબજ હતાશા નિરાશા- રોષ ઉભો થયો છે.

લાખ્ખો આંગણવાડી બહેનો તથા આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને લાંબા સમયથી સેવા ને કારણે કાયમી કરવા, સરકારી નોકરીયાતને મળતું લઘુતમ વેતન આપવા, પેન્શન, ગેચ્યુઈટી આપવા, ઈએસ.આઈ. તથા પ્રોવીડંન્ટ ફંડ યોજનાનો લાભ આપવા, પ્રમોશનમાં વય મર્યાદા દુર કરવા, નિવૃત્તિ વય મર્યાદા દેશભરમાં સરખી રાખવા તથા પોષણ ટ્રેકરનું કામ (મોબાઈલ) ઓછુ કરવા માંગણી માટે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલ છે.

તાજેતરમાં સુપીમ કોર્ટની બેન્ય દ્વારા કેન્દ્ર તથા રાજય સરકારોને સ્કીમ વર્કર (આંગણવાડી મધ્યાહન ભોજન)ની સર્વિસ કન્ડીશન સુધારવા આદેશ આપેલ છે. તથા 42-43 મી સરકાર દ્વારા યોજાતી લેબર કોન્ફરન્સે પણ સ્કીમ વર્કરને રેગ્યુલાઈઝ કરવા ભલામણ કરેલ છે.

કેન્દ્રીય બજેટને કાળુ બજેટ ગણાવી તા : 4-5- ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતમાં કાળો દિવસ તરીકે કાળા કપડા પહેરી દેખાવો યોજી બજેટની હોળી કરવા નિર્ણય કરાયો છે.” જે કાર્યક્ર્મ આજે જેતપુરમાં યોજવામાં આવ્યો હતો.

Loading

The post Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/feed/ 0 7884
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો પૂરી માહિતી http://revoltnewsindia.com/information-about-chief-minister-gyan-sadhana-merit-scholarship-scheme/7874/ http://revoltnewsindia.com/information-about-chief-minister-gyan-sadhana-merit-scholarship-scheme/7874/#respond Wed, 31 Jan 2024 18:28:04 +0000 http://revoltnewsindia.com/?p=7874 રાજકોટ જિલ્લાના 1054 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષામાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ધો 09થી…

The post મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો પૂરી માહિતી appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ જિલ્લાના 1054 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષામાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ધો 09થી 10ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. 22 હજાર તેમજ ધોરણ 11થી 12ના અભ્યાસ માટે રૂ. 25 હજારની નાણાંકીય સહાય મળવાપાત્ર

આ વર્ષ માટે વિદ્યાર્થીઓ 09 ફેબ્રુઆરી સુધીમાં સ્કોલરશીપ મેળવવા માટે અરજી કરી શકશે

Rajkot: તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-09માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

જે અંતર્ગત દર વર્ષે રાજયના 25 હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાના 1054જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા હતાં.

આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવે છે. ધોરણ-01થી 08માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-08નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

વધુમાં બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE Act, 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, 2012 અન્વયે 06થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-01માં પ્રવેશ મેળવીને ધોરણ-08 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

શિષ્યવૃત્તિ માટે પરીક્ષા દ્વારા પસંદ થયેલ વિદ્યાર્થીને સ્કોલરશીપનો લાભ ધોરણ 09થી શરૂ કરીને ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી મળે છે. આ અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી નાપાસ થાય, શિક્ષણ છોડી દે કે ગંભીર શિસ્તભંગ કરે તો નિયમાનુસાર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી.

નિયત ધારાધોરણ મુજબની સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 09માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને ધોરણ 09થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 22 હજાર તેમજ ધોરણ 11થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 25 હજારની નાણાંકીય સહાય આપવામાં આવે છે.

સરકારી અથવા કોઈ પણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 09માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત ધોરણ 09થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 06 હજાર તેમજ ધોરણ 11થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 07 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે.

આ વિધાર્થીઓને સ્કોલરશીપની રકમ ઉપરાંત મફત બસ પાસની સુવિધા પણ આપવામાં આવે છે.

આ પરીક્ષા માટે કોઈ ફી આપવાની રહેતી નથી. વિદ્યાર્થી નિ:શુલ્ક અંગ્રેજી કે ગુજરાતી પૈકી પોતે પસંદ કરેલ માધ્યમમાં પરીક્ષા આપી શકે છે. બૌદ્ધિક યોગ્યતા કસોટી (MAT) અંતર્ગત 40 પ્રશ્નો અને શૈક્ષણિક યોગ્યતા કસોટી (SAT) અંતર્ગત 80 પ્રશ્નો એમ કુલ મળીને 120 એમ.સી.કયુ. પ્રકારનાં પ્રશ્નોના 150 મિનીટની સમય મર્યાદામાં જવાબ આપવાના હોય છે.

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર હોય છે. બૌધ્ધિક યોગ્યતા કસોટીમાં એનાલોજી, વર્ગીકરણ, ન્યુમેરિકલ સીરીઝ, પેટર્ન, છુપાયેલી આકૃતિનાં ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો હોય છે. શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ધોરણ-૮ના અભ્યાસક્રમનાં ગણિત, વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વિષયના પ્રશ્નો હોય છે.

આ પરીક્ષા માટે ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે. આ માટે સરકારી તેમજ અનુદાનિત પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ શાળા દ્વારા https://schoolattendancegujarat.in/ પર અને સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ જાતે અથવા શાળા દ્વારા http://sebexam.org/ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ તા.29/01/2024થી તા. 09/02/2024 સુધીમાં અરજી કરી શકશે. આ યોજનાની પરીક્ષા 30 માર્ચ 2024ના રોજ લેવાશે.

પરિણામ જાહેર થયા બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની આખરી મેરીટ યાદી ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. નિયામક, શાળાઓની કચેરી દ્વારા આ વિદ્યાર્થીઓની ખરાઈ કરીને સ્કોલરશીપની રકમ ડીબીટી દ્વારા તેમના ખાતામાં આપવામાં આવે છે.

આ યોજનાની વિસ્તૃત વિગતો https://gssyguj.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરીક્ષા અંગેની અપડેટ્સ તેમજ પરિણામ અને મેરીટ લીસ્ટ http://sebexam.org વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવે છે.

આ માટે સમયે સમયે વેબસાઈટની મુલાકાત લેવી. આ વર્ષે સ્કોલરશીપ માટે નવા લાયક વિદ્યાર્થીઓ 09 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે.

Loading

The post મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો પૂરી માહિતી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/information-about-chief-minister-gyan-sadhana-merit-scholarship-scheme/7874/feed/ 0 7874
Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/ http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/#respond Wed, 31 Jan 2024 17:44:04 +0000 http://revoltnewsindia.com/?p=7871 Jetpur: જેતપુર તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નોના ન્યાયિક તેમજ અસરકારક નિવારણ માટે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ સવારે 11.00 કલાકે મામલતદારની કચેરી,…

The post Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: જેતપુર તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નોના ન્યાયિક તેમજ અસરકારક નિવારણ માટે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ સવારે 11.00 કલાકે મામલતદારની કચેરી, જેતપુર ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે.

જેમાં સંબંધકર્તા અરજદારોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સંબધિત કચેરીને રજુઆત કર્યાં બાદ અનિર્ણિત હોય તેવા પ્રશ્નો તા.10 ફેબ્રુઆરી, 2024 સુધી રજૂ કરી શકાશે.

એક જ વિષયને લગતી રજુઆત અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખી બે (2) નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે નિયત તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે.

ત્યારબાદ રજુ થયેલ અરજીઓનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ તેમ જેતપુર ગ્રામ્ય મામલતદાર એ. પી. અંટાળા તથા જેતપુર શહેર મામલતદાર વી. એન. ભારાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Loading

The post Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/feed/ 0 7871