મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફ્રરન્સની મદદથી રાજકોટ ખાતે નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન લોન્ચ કર્યું

SHARE THE NEWS

  રાજકોટ ખાતે મેક ઈન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલના કોરોના વાયરસના સંક્ર્મણ સામે સુરક્ષા કવચ એવી પી.પી.ઈ.કીટ સીલિંગથી 100% સુરક્ષિત બની રહે છે તે જાણી તેમણે ઉત્પાનદકર્તા તેમજ આઈ.એમ.એ રાજકોટના ડોક્ટર્સને આ ઈન્વેનશન માટે અભિનંદન પાઠવ્યા હતાં, તેમજ જણાવ્યું હતું કે “મેડિકલ સ્ટાફ હાલ કોરોના સામે બાથ ભીડી રહ્યો છે જેમને સંપૂર્ણ સુરક્ષિત રાખવા જરૂરી છે.”


કલેકટર કચેરી ખાતે કોન્ફ્રન્સિંગથી હોટ એર સીમ સીલિંગ મશીન વિશે માહિતી આપતા મેકપાવર સી.એન.સી. ના ડિરેક્ટર રુપેશ મેહ્તાએ મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, હાલ આ મશીન વિદેશથી આયાત કરવું પડે છે જેની કિંમત વધારે હોવાનું તેમજ ડીલીવરી સમય 3 થી 4 મહિના હોઈ પી.પી.ઈ કીટ સીલિંગ માટે સ્વદેશી મશીનનું નિર્માણ કરવા આઈ.એમ.એ. – રાજકોટના માર્ગદર્શન હેઠળ ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. વિદેશી મશીન કરતા કિંમત 50% જેટ્લી ઓછી રહેશે.

હાલ કંપની દ્વારા પ્રથમ બેચમાં 200 યુનિટ તૈયાર કરવામાં આવશે જેની કિંમત 4 લાખ રૂપિયા જેટલી થશે.

 1,060 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: