કોવિડ_19ના વૈશ્વિક ધારાધોરણને અનુસરીને સુરત મહાનગરપાલિકા દ્વારા સિટીલિંક બસને “કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ” માં રૂપાંતર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ તથા ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે ,જેના થકી કોરોના વાઇરસનું સંક્રમણ પણ ઘટાડી શકાશે.whoની માર્ગદર્શિકા અનુસાર ‘કોવિડ_19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં મેડિકલ સાધનોથી સજ્જ ત્રણ વિભાગો- ‘પેશન્ટ’, ‘સેમ્પલ કલેક્શન’ તથા ‘ડોક્ટર’ કમ્પાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
આ યુનિટમાં જુદા જુદા એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ છે, તથા બહોળી જગ્યાના કારણે સંક્ર્મણનો ભય રહેતો નથી. લેબોરેટરી ટેક્નિશિયન અને ડોકટરના વિભાગ જુદા રાખેલા હોવાથી તેઓની સુરક્ષા જળવાઈ રહે છે.
872 Views, 2