અનામત માત્ર ને માત્ર અસ્પૃશ્યતા નાબૂદી (untouchablity abolition) માટે જ હોઇ શકે. બીજા માપદંડ જ ખોટા છે: મદ્રાસ હાઈકૉર્ટ

SHARE THE NEWS

દેશમાં અનામતના (Reservation) સતત વધતા પ્રવાહ સાથે, જાતિ વ્યવસ્થા (Caste system) ખતમ થવાને બદલે કાયમી બની રહી છે. હવે તેનો અંત દેખાતો નથી.  બુધવારે કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) આ વાત કહી હતી. 

હાઈકોર્ટની બેન્ચે કહ્યું, ‘જાતિ પ્રથાને નાબૂદ કરવાને બદલે, વર્તમાન વલણ તેને વધુ કાયમી બનાવી રહ્યું છે. અનંત સમય માટે આરક્ષણ પ્રણાલીના વિસ્તરણને કારણે આવું થઈ રહ્યું છે.  જ્યારે ગણતંત્રમાં અસમાનતા દૂર કરવા માટે તે માત્ર થોડા સમય માટે હતો. 

તે સાચું છે કે દેશની ઉંમર મનુષ્યોની ઉંમર સાથે જોડી શકાતી નથી. પરંતુ ઓછામાં ઓછી પાકતી મુદત 70 વર્ષમાં આવવી જોઈએ.  ‘

મદ્રાસ હાઇકોર્ટે ઓલ ઈન્ડિયા ક્વોટા કેટેગરીમાં મેડિકલ સીટોમાં અનામતના મામલાની સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. કોર્ટે MBBS માં પ્રવેશ માટે 10% ટકા EWS ક્વોટા ફગાવી દીધો છે. 

કોર્ટે કહ્યું કે આ 10 ટકા અનામતને કારણે ક્વોટાની 50 ટકા મર્યાદા દૂર થઈ જશે, જે ખોટું છે. આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે અનામતનો સમગ્ર ખ્યાલ ખોટો છે.

કોર્ટે કહ્યું, ‘તેમાં સતત સુધારો અને વધારો થઈ રહ્યો છે.  આને કારણે, જાતિ વ્યવસ્થા પણ મજબૂત થઈ રહી છે.  એટલું જ નહીં તે એવા સ્થળોએ પણ મજબૂત બની રહ્યું છે જ્યાં તેની હાજરી ઓછી હતી. હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે નાગરિકોને સશક્ત બનાવવાને બદલે જાતિવાદમાં અનામત વધી રહી છે.  પરિસ્થિતિઓ ઉભી થતી નથી કે યોગ્યતા કંઈપણ નક્કી કરી શકે છે.

ઉપરોક્ત વાત મદ્રાસ હાઈકોર્ટની ! હવે  અમારી વાત :

આર્થિક રીતે સા આધાર પર અનામત આપવા અંગેનો બંધારણીય સુધારો તદ્દન ગેરબંધારણીય

તાજેતરમાં ભારતીય બંધારણનો 103 માં સુધારાનો કાયદો તાત્કાલિક પાર્લામેન્ટમાં પાસ કરી આર્થિક આધાર શિક્ષણ અને જાહેર નોકરી/સેવાઓ માટે 10% ટકા વધારાની અનામતની જોગવાઈ અંગે બંધારણના આર્ટીકલ 15 અને 16 બંનેમાં સબ ક્લોઝ 6 નો ઉમેરો કરી આર્થિક રીતે નબળા વર્ગને અનામતનો લાભ આપવાની જાહેરાત કરી.

જાન્યુઆરી 2019 ના શિતકાલીન લોકસભાના સત્રના તા. 08/01/2019 ના છેલ્લા દિવસે મીનીસ્ટર ઓફ સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ થાવરચંદ ગેહલોતે બંધારણીય 124 માં સુધારાનું બીલ મુકવાનો પ્રસ્તાવ લોકસભામાં મુકેલ તે બિલકોઈ જાતની ચર્ચા વગર કે કોઈ વિરોધ વગર 323 સાંસદોના વોટીંગથી પાસ થયા પછી બીજા દિવસે સંસદનું સત્ર સમાપ્ત થવાનું હતું છતાં તેનો એક દિવસ વધારીને રાજ્યસભામાં પણ કોઈપણ જાતની ડીબેટ કે વિરોધ વગર પસાર થાય છે.

રાષ્ટ્રપતિ આ બિલને મંજુરીની મહોર મારી દેતા તે જ દિવસે એટલે કે તા. 12/01/2019 ના રોજ આ બીલ પાસ થઈ જતા તે 103 મો બંધારણીય સુધારાનો કાયદો બની જાય છે.

આ બંધારણીય સુધારા મુજબ આર્ટિકલ 15 ની પેટાકલમ 6 ઉમેરી તે મુજબ આર્થિક રીતે નબળા વર્ગના નાગરીકોને શિક્ષણમાં એટલે કે સરકારી અને ખાનગી રીક્ષણિક સંસ્થાઓમાં વધુમાં વધુ દસ ટકા સુધી અનામતના ધોરણે એડમીશન મળી શકશે.

બીજું આર્ટિકલ 16 માં પેટા ક્લમ 6 ઉમેરી, તે મુજબ આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને જાહેર/સરકારી નોકરીઓમાં જે તે  કેટેગરીમાં વધુમાં વધુ દસ ટકા સુધી અનામતના ધોરણે ભરતીનો લાભ મળશે. ઉપરોક્ત બંને સુધારા મુજબ શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં માત્ર આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો સિવાય SC/ST/OBC નો કોઈ સમાવેશ નથી. તે જોતા બંધારણના આર્ટીકલ-14 સમાનતાના હકનો ભંગ ગણાય.

આ બંધારણીય સુધારા પછી તરત મીડીયા મોટે ભાગે સમાચારો એવા આપે છે કે સવર્ણોને આર્થિક ધોરણે દસ ટકા અનામત આપવાની સરકારે બંધારણમાં સુધારો કરી જાહેરાત કરી પરંતુ સવર્ણોની આનામતથી SC/ST અને OBC સિવાયનો તમામ વર્ગ જાટ, શીખ, મુસ્લિમ, પાટીદાર અને આવો તમામ વર્ગ તેમાં આવી જાય છે અર્થાત્ આર્થિક રીતે નબળા વર્ગ (Weaker Section) માટેની આ વાત છે.

સવર્ણ શબ્દ વાપરી પ્રજામાં ગુંચવાડો ઉભો કરી અમુક મોટાવર્ગને રાજી રાખવા મીડીયાએ અપપ્રચાર કર્યો. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું ત્યારે ભારતીય સમાજ વ્યવસ્થામાં જે જાતિગત ધોરણે ભેદભાવ, અસમાનતા અને અસ્પૃશ્યતા પ્રવર્તમાન હતા એટલે પ્રત્યેની આભડછેડ દૂર થાય અને આ વર્ગ પ્રજાના સામાન્ય વર્ગમાં ભળી જાય તેવા હેતુથી બંધારણના આમુખમાં સાર્વભૌમિક સમાજવાદી, બિનસાંપ્રદાયિક લોકશાહી સ્થાપવાની, નાગરીકોને સામાજિક ન્યાય આપવાની તથા દરજ્જા અને તકની સમાનતા આપવાના ખ્યાલને આવરી લીધેલ.

ઉપરોક્ત સામાજિક અસમાનતા, ભેદભાવ અને આભડછેડને દૂર કરવા આ સમાજના પછાત (Backward) વર્ગને માટે અનામતની જોગવાઈ કરેલી.

આમ બંધારણ ઘડાયું ત્યારે બંધારણ નિર્માતાનો હેતુ માત્રને માત્ર સામાજિક સમાનતાનો જ હતો અને તેથી જ જે તે વખતે આર્થિક ધોરણે અનામત આપવાની બંધારણમાં ક્યાંય જોગવાઈ કરવામાં આવેલ નથી.

ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે બંધારણના ઘડવૈયાઓએ ભવિષ્યના સમય પરિવર્તન સાથે જરૂર પડ્યે બંધારણમાં સુધારા કરવા પડશે તેનો ખ્યાલ રાખીને બંધારણના આર્ટીક્લ 368 માં બંધારણ સુધારવાની સંસદની સત્તા અને તે અંગેની કાર્યવાહીની જોગવાઈ કરેલી.

ઘણી ખરી જોગવાઈઓ અંગે સંસદ બંધારણમાં સુધારા કરી શકે છે. અમુક સુધારા એવા કરવાના થાય કે તેમાં રાજ્યની વિધાનસભા/વિધાન મંડળોની ઓછામાં ઓછી અર્ધી સંખ્યાએ પસાર કરેલ અનુમોદન મેળવવું જરૂરી છે.

કારણ આપણું બંધારણ સમવાયી અને પરિવર્તનશીલ છે. AIR 1973 SC 1461 કેશવાનંદ ભારતી વિ. યુનિયન ઓફ ઈન્ડીયાના કેસમાં 13 ન્યાયાધિશોની બંધારણીય બેંચ સમક્ષના કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવી આપેલ છે કે ભારતીય બંધારણનો મૂળભૂત ઢાંચો (Basic Structure of Constitution) નષ્ટ (destroy) થાય તે રીતે બંધારણમાં સુધારા વધારા કરવાની સત્તા સંસદને નથી.

અને તેથી બંધારણના આર્ટીલ 14,15 અને 16 તે મૂળભૂત અધિકારો છે અને તેનો સમાવેશ બંધારણના મૂળભૂત ઢાંચામાં થતો હોવાથી તેમાં આપેલ નાગરીકોના મૂળભૂત અધિકારો નષ્ટ થાય તે રીતે બંધારણીય સુધારો કરવાની સત્તા સંસદને નથી.

બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણમાં આર્ટીક્લ-14 થી નાગરીકોને સમાનતાનો હક આપવામાં આવેલ છે.

તેથી આ રીતે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાનો બંધારણીય સુધારોબંધારણની મૂળભૂત ભાવના વિરૂધ્ધનો છે તેથી ગેરબંધારણીય છે. AIR 2007 Sc 71 એમ. નાગરાજ વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે સમાનતાનો અધિકાર તે લોશાહીનો અર્ક છે અને તે બંધારણનું મળભૂત માળખું છે.

વધુમાં આ કેસમાં SC/ST ને નોકરીમાં પ્રમોશનનો લાભ આપવાનું ઠરાવેલ છે તેમાં ક્યાંય આર્થિક પછાતપણાની વાત નથી.

AIR 2017 SC 4609 ના સાયરાબાનોના કેસમાં પણ નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે ત્રિપલ તલ્લાકની મુસ્લિમ પુરૂષોને મળેલ છૂટાછેડાની છૂટછાટ તે બંધારણના આર્ટીક્લ 14 સમાનતાના અધિકારનો ભંગ છે.

નામદાર સુપ્રિમ કોર્ટે ઈન્દ્રાસાહની અને એમ. નાગરાજના ચુકાદાઓમાં અનામતની સીલીંગ લીમીટ 50 ટકા સુધીની કરેલ છે તેનાથી વધુ નહીં. આ રીતે સમાનતાના અધિકાર બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાઓની ભાવના જોતા 50 ટકાની અનામતની સીલીંગમર્યાદાનો ભંગ કરી આર્થિક ધોરણે વધારાના દસ ટકા અનામતની જોગવાઈ કરતો બંધારણીય સુધારો તે બંધારણની equality code ના ભંગસમાન છે.

Equality Code મુજબ પચાસ ટકા સીલીંગ લીમીટ તે Basic Structure of Constitution નો એક ભાગ છે તેમાં જે દસ ટકા વધારો કર્યો તે ગેરબંધારણીય ગણાય.

AIR 1980 SC 1789 મીનરવા મીલના કેસમાં પણ નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે બંધારણના આર્ટીલ 368 થી પણ સંસદને બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરવાની કોઈ સત્તા નથી.

આમ જોકે સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા તો છે પણ તે બંધારણના પાયાના માળખાને બદલી શકે નહીં. બંધારણનું અર્થઘટન કરવાનું અને તેનું મૂલ્ય જાળવવાનું કામ ન્યાયતંત્રનું છે.
આમ બંધારણના પાયાના માળખાને જાળવી રાખવાની નામદાર સુપ્રિમ કોર્ટે સંખ્યાબંધ કેસોમાં તરફેણ (favour) કરી છે જ.

બંધારણના આર્ટીક્લ 32 થી આ દેશના નાગરીકોને બંધારણીય ઉપચારોનો મૂળભૂત અધિકાર બક્ષેલ છે જે પણ બંધારણના પાયાના મૂળભૂત માળખાનો એક ભાગ જ છે.

1992 Supp 3 Scc 217 Indra Sawhney Vls Union of India -4 324zi za grotta બંધારણીય બેંચે ચુકાદો આપેલ છે કે પછાત (Backward) વર્ગનું પછાતપણું નક્કી કરવા માટે આર્થિક માપદંડ ધ્યાને લઈ શકાય નહિં.

માત્ર માત્ર સામાજિક પછાતપણું જ જોઈ શકાય. રાજ્ય નીતિના માર્ગદર્શક સિધ્ધાંતોના પ્રકરણમાં આર્ટીકલ-46 mi tenere qud (Weaker Section) – Puct (Concept) છે તે બંધારણના આર્ટીક્લ 16 (4) ના સંદર્ભમાં જે પછાત વર્ગ (Backward Class) થી તદ્દન જુદો છે. પછાત વર્ગ (Backward Class)ને નોકરીમાં અનામત આપવાની વાત છે તેનો સામાજિક હેતુ એવો છે કે, સવર્ણ વર્ગ (Forward Class) ના અમુક જૂજ લોકોની સરકારી નોકરીમાં મોનોપોલી છે તેમાંથી તેવા પછાત વર્ગને હિસ્સો મળે.

નિર્ધનતા (ગરીબી) તે સરકારી નોકરીમાં અનામત આપવાનું માપદંડ કે ધોરણ ન બની શકે. અર્થાત આવી બાબતમાં ધનિક અને ગરીબનું માપદંડ નહોઈ શકે. ઈન્દ્રાસાહનીના કેસમાં નવ જજોની બંધારણીય બેંચે નોકરીમાં અનામત આપવા માટે આર્થિક માપદંડની જોગવાઈને ગેરબંધારણીય ઠરાવેલ છે જ, તે સંજોગો જોતા આ દેશની સંસદને આવો આર્થિક માપદંડ આધારિત અનામત આપવાનો સુધારો ગેરબંધારણીય છે જ.

કેશવાનંદ ભારતીના ચુકાદા મુજબ બંધારણનો મૂળભૂત ઢાંચો નષ્ટ થાય તે હદે બંધારણીય સુધારો ન જ થઈ શકે. તો પણ તેનો ભંગ કરીને SC/ST/OBC વર્ગને બાકાત કરી સંસદે બંધારણીય સમાનતાના હકનો ભંગ કરી જે કંઈ આર્થિક ધોરણે દસ ટકા વધારાની અનામત આપવાનો બંધારણીય સુધારો કર્યો ગેરબંધારણીય છે જ.

માત્રને માત્ર સામાન્ય વર્ગ કે જે SC/ST/ OBC નથી તે જનરલ કેટેગરીને જ આ લાભ મળશે તો તે બંધારણના આમુખના સામાજિક ન્યાય (Social Justice) ના ભંગ સમાન છે. કેશવાનંદ ભારતીના જજમેન્ટ મુજબ આમુખ તે પણ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે.

AIR 2003 SC 355 TMA PAI Foundation ના કેસમાં તથા (2005) AIR 2005 SC 3236 PA Inamdar ના કેસમાં સર્વોચ્ચ અદાલતે નક્કી કરેલ છે કે સરકારી મદનલેતી (Unaided) રીક્ષણિક સંસ્થાઓ અને સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ ન લેતી રીક્ષણિક સંસ્થાઓ ઉપર એડમીશન માટે રાજ્ય સરકાર કોઈ રીઝર્વેશન પોલીસી લાગુ પાડી શકે નહીં,

પરંતુ આવીનીતિયોગ્ય, પારદર્શક અને બિનરોષણારક અને મેરીટ પર આધારિત હોવી જોઈએ તો પછી આવી Un| aided or Nongranted શૈક્ષણિક સંસ્થાઓને અનામત આપવા ફરજ પાડી શકાશે ખરી ? સંસદે પાછળથી 93 મો. બંધારણીય સુધારો કરીને ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અનામત દાખલ કરેલ છે.

આવા આર્થિક માપદંડ પર અનામત આપવાની જોગવાઈ ભવિષ્યમાં અનેક ગૂંચવણો અને ગોટાળા ઉભા કરશે એક વખત કોઈ નાગરીક કે કુટુંબને આર્થિક અનામતનો લાભાર્થી બને અને તે જ નાગરીક કે કુટુંબ સંજોગો અને સ્થિતિ સુધરતા આર્થિક રીતે સધ્ધર થાય તો તેના માટે કોઈ ઉપાય ખરો?

આ બંધારણીય સુધારા પહેલા આ દેશનો મેરીટની તરફેણ કરતો આખો વર્ગ અનામતનો તદ્દન વિરોધ કરતો હતો તે આજે અનામતની તરફેણ કરતો થઈ ગયો છે.

ટૂંકમાં અનામત તે કોઈ અમૂક જ્ઞાતિ કે વર્ગ પુરતી સિમીત નહીં રહેતા દરેક વર્ગ માટે એક સામાન્ય  Generalised Category બની ગઈ છે.

બંધારણીય 103 માં સુધારાના કાયદાને નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ યુથ ફોર ઈક્વાલિટી અને બીજાઓએ પડકારી આ સુધારાને ગેરબંધારણીય ઠરાવવા માટે આર્ટીક્લ 32 નીચે રીટ પીટીશન દાખલ કરવામાં આવેલ છે.

ઉપરાંત દેશભરમાંથી અમુક નાગરીકો અને એન.જી.ઓ. એ અમુક હાઈકોર્ટ સમક્ષ રીટ પીટીશનો કરી પડકારેલ છે.આમ તમામ સંજોગો જોતા અને સર્વોચ્ચ અદાલતોની જુદી જુદી બંધારણીય બેંચોના ચુકાદાઓ જોતા આ બંધારણીય સુધારો તદ્દન ગેરબંધારણીય છે.

નોંધ: આ લેખ કે.બી. રાઠોડ-નિવૃત્ત એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *