કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ

SHARE THE NEWS

અહેવાલ: મયુર વાઢેર દ્વારા…

અમેરિકાની વિશ્વ વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન ટીચર્સ કોલેજમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્હોન ડેવી પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું હતું, જેમાં શિક્ષણમાં જાતિ-આધારિત ભેદભાવના મુદ્દા પર પેનલ ચર્ચાનું આયોજન થયું હતું.

યુનેસ્કોના અધ્યક્ષ પ્રોફેસર ગીતા સ્ટેનર-ખામસી દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું

આયોજિત પ્રસ્તુત પરિસંવાદમાં અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડની અધ્યક્ષતામાં શિક્ષણ અંગે એક પેનલ ચર્ચા પણ યોજાઈ હતી. પ્રસ્તુત પેનલ ચર્ચામાં દક્ષિણ એશિયાના વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને વિવિધ પૃષ્ઠભૂમિના કર્મશીલોએ ભાગ લીધો હતો. તેમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કરવાના માર્ગમાં જાતિ-આધારિત ભેદભાવને કારણે વણસેલી તેમની દુર્દશા અને પડકારો વ્યક્ત કર્યા હતા.

ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડે પ્રસ્તુત પરિસંવાદમાં તેમના તાજેતરમાં પ્રગટ પુસ્તક, ‘ઇવોલ્યુશન ઓફ પ્રાગ્મેટિઝમ ઇન ઈન્ડિયાઃ આંબેડકર, ડેવી અને રેટરિક ઓફ રિકન્સ્ટ્રક્શન‘નું લોકાર્પણ કર્યું હતું. તેમાં લેખક ડૉ. સ્કોટે ડૉ. આંબેડકર અને તેમના કોલંબિયાનાં પ્રોફેસર ડૉ. ડેવી વચ્ચેના બૌદ્ધિક સંવાદો વિશે વાત કરી હતી. તેમણે નાગરિક અધિકારો અને ભારતમાં દલિતોના સામાજિક ન્યાયની ચળવળની શોધમાં ડૉ. આંબેડકર પર ડૉ. ડેવીના પ્રભાવને પણ ઉજગર કર્યો હતો.

ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડે ભારતમાં વ્યવહારવાદના ઇતિહાસ અને વિકાસને સમજવા માટે ડૉ. આંબેડકર જેવી બૌદ્ધિક વ્યક્તિઓને અમેરિકના શિક્ષણતંત્રમાં લાવવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમનાં બૌધ્ધિક સંબોધન પછી પેનલ ચર્ચા શરૂ થઈ હતી. પેનલ ચર્ચામાં શિક્ષક-વિદ્યાર્થી સંબંધો અને સામાજિક અને આર્થિક રીતે દબાયેલા સમાજના ઉત્થાનમાં શિક્ષણની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.

ચર્ચા માટે ત્રણ પેનલિસ્ટ હતા: વિકાસ ટાટાડ, વિદ્યાર્થી સેનેટર અને યુનિવર્સિટીની નીતિ-નિયમ સમિતિના અધ્યક્ષ, મોનાલિસા બર્મન, SIPAની વિદ્યાર્થી અને ઉત્તર-પૂર્વ ભારતના માનવ અધિકાર કાર્યકર્તા અને ડૉ. બિષ્ણુ પેરિયાર, એક દલિત નેપાળી-અમેરિકન વિદ્વાન. ટીચર્સ કોલેજમાં તુલનાત્મક શિક્ષણ નીતિમાં યુનેસ્કોના અધ્યક્ષ પ્રોફેસર ગીતા સ્ટેનર-ખામસી દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ફાઇલ ફોટો: પ્રો. જ્હોન ડેવી

પેનલિસ્ટે યુએસએની યુનિવર્સિટીઓમાં દક્ષિણ-એશિયાના સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના પડકારો અને મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો, વિકાસ ટાટાડે દલિત સમુદાયોના પર્યાપ્ત પ્રતિનિધિત્વની ગેરહાજરી પર પ્રકાશ પાડી અને દલિતોને ઉચ્ચ શિક્ષણમાં સામેલ કરવા માટે રોડમેપની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે પ્રથમ પેઢીના સ્નાતક વિદ્યાર્થી તરીકેની તેમની અંગત સફર તેમજ સિમ્બોલ ઓફ નોલેજ તરીકે વિખ્યાત ડૉ. આંબેડકરની ભૂમિકા પણ વર્ણવી હતી. ડૉ. પરિયારે નેપાળમાં દલિત હોવાને લીધે જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહેલા તેમના કડવા અનુભવો શેર કર્યા હતા. તેણીએ સમાજમાં નિમ્ન જાતિના સમુદાયો સાથે અસ્પૃશ્યતાની પ્રથાને પ્રકાશિત કરી. અંતે, તેણીએ સામાજિક ગતિશીલતા માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. એક પેનલિસ્ટ તરીકે, મોનાલિસાએ ભારતીય સમાજમાં વંશીય ખામીઓ પર પ્રકાશ પાડ્યો અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે તેના સંઘર્ષને અભિવ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…

ભારત અને નેપાળ જેવા દક્ષિણ એશિયાના દેશોના દલિતો અને આદિવાસીઓ જેવા દલિત સમુદાયોના બૌદ્ધિકોના અવાજને સમાવી લેવામાં આવ્યો હોય તે આ યુનિવર્સિટીનો પ્રથમ પ્રયાસ હતો.

ટીચર્સ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીઓ અને દેશભરની અન્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપી હતી. ઇવેન્ટનું આયોજન હાઇબ્રિડ ફોર્મેટમાં કરવામાં આવ્યું હોવાથી, પેનલ ચર્ચામાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેવા માટે વિશ્વભરમાં 3000થી વધુ નોંધણીઓ થઈ હતી.

પ્રસ્તુત અંગ્રેજી અહેવાલનો ગુજરાતી અનુવાદ યુવા લેખક મયુર વાઢેરે કર્યો છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *