રાજકોટના જેતપુર શહેરમાં રેશનકાર્ડમાં રદ કરવા અને નવા રેશનકાર્ડમાં પુરવઠો મંજુર કરવાનું ખૂબ મોટું કૌભાંડ ચાલતું હોવાનું મહિલા કોંગ્રેસના શારદાબેન વેગડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા
આજે શારદાબેન વેગડાની આગેવાનીમાં પોતાની સાથે દિવ્યાંગો, વિધવાઓ, અતિ શ્રમિકો, નિરાધારો અને વૃદ્ધોને મામલતદર કચેરીએ લાવી મામલતદારને રજુઆત કરવામાં આવી હતી કે આ તમામ કે જેમાંથી મોટા ભાગના તો ઝૂંપડામાં જ રહે છે તેઓને ઘણા સમયથી રેશનકાર્ડનો અનાજ પુરવઠો મળતો ન નથી.
શારદાબેન વેગડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગરીબોના રેશનકાર્ડ કોઈને કોઈ ડોક્યુમેન્ટ્સનો અભાવ બતાવી લગભગ એકત્રીસો જેવા રાશનકાર્ડ રદ કરી નાખવામાં આવ્યા છે, અને આ રદ કરવાનું કારણ જેતપુરની પુરવઠા શાખામાં ભાજપના આગેવાનો કાર્યકરો પડ્યા પાથર્યા રહતા હોય પોતાના અંગત લોકોને લાભ અપાવવા માટે પુરવઠા શાખાના કર્મચારીઓની મદદથી જેઓ ખરા હક્કદાર છે તેઓના રાશનકાર્ડ કોઈ કોઈ બહાને રદ કરાવી લાગવગીયાઓના રાશનકાર્ડ પુરવઠાના લાભાર્થીની યાદીમાં ચડાવી દેવામાં આવે છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.
આપને જણાવી આપીએ કે જેતપુર રાજ્યના પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાનો મતવિસ્તાર છે