પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ

SHARE THE NEWS

મોરબી જીલ્લાના જાંબુડીયા ગામે કારખાનામાં પ્રાણધાતક હથીયારો સાથે ધાડ પાડવાના ઇરાદે નિકળેલ ગેંગને પકડી પાડતી આર.આર.સેલ

રેન્જમાં બનતા મિલકત સબંધી ગુના અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબે આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી વી.બી.ચૌહાણ ને સુચના કરેલ જે અન્વયે સેલના પો.સ.ઇ.શ્રી તથા સ્ટાફના એ.એસ.આઇ. જયદીપભાઇ અનકડટ હેઙકોન્સ. સુરેશભાઇ હુંબલ, રામભાઇ મંઢ, રશીકભાઇ પટેલ, મદારસિહ મોરી, શિવરાજભાઇ ખાચર, કૌશીકભાઇ મણવર તથા વિપુલભાઇ ભરતભાઇ નાઓ

મોરબી જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઇ.શ્રી વી.બી.ચૌહાણ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે હિરાભાઇ રહે. થાન વાળો પોતાના સાગરીતોને સાથે રાખી ગેરકાયદેસર પ્રાણઘાતક હથીયારો ધારણ કરી મોરબી જાંબુડીયા ગામ પાવર હાઉસ રોડ ઉપર આવેલ સહયોગ મીનરલ કારખાનાની ઓફીસમાં ધાડ કરવાના ઇરાદે તૈયારી સાથે હાલ ઉંચી માંડલ ગામ મોરબી-હળવદ રોડ ઉમીયા હાર્ડવેર સામે આવેલ નાલા પાસે એકઠા થયેલ હોવાની ચોકકસ હકકીત મળતા તુરતજ હકીકત વાળી જગ્યાએ પહોંચી શંકાસ્પદ હાલતમાં ર-મોટર સાયકલ સાથે કુલ ૪ ઇસમોને આધાર પુરાવા કે લાયસન્સ વગરની રીવોલ્વર-૧, કાર્ટિસ – ૩, છરી-૧, લોખંડનો પાઇપ-૧ તથા લાકડાનો ધોકો-૧ સાથે મળી આવતા સદર આરોપીઓનુ નામ-ઠામ પુછતા (૧) હીરાભાઇ કરશનભાઇ રંગપરા રહે, ખાખરાથળ ચોકડી મશરૂસવાની વાડીમા તા. થાન (૨) વિશાલ અક્ષયબર યાદવ રહે, હાલ રૂમ નં ૭ ઓરીંડા વીટ્રીફાઇડ માંડલ ગામ પાસે તા.જી.મોરબી મુળ રહે, બસંતપુર જી. આઝમગઢ યુ.પી (૩) સુરેશભાઇ મોહનભાઇ હતવાણી રહે, ધારઇ-ઢોકળવા તા. ચોટીલા (૪) અશોકભાઇ જેમાભાઇ સારદીયા રહે, ખાખરાથળ ધોરો સીમ વાડીમાં તા. થાન જી. સુરેન્દ્રનગર વાળા હોવાનુ જણાવતા તમામ આરોપીઓને મોરબી-હળવદ રોડ ઉંચીમાંડલ ગામ પાસેથી ધોરણસર અટક કરી પ્રાણધાતક હથીયારો, મોટરસાયકલ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૧૩,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે. ગુનો રજી. કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *