આજે ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી પર યાદ કરીએ. એક મહાન વ્યક્તિત્વએ અપાર જ્ઞાનની સાથે આશીર્વાદ આપ્યા, તેમણે શિક્ષણ અને સામાજિક સશક્તિકરણ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું. તેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પણ સરાહનીય નેતૃત્વ પ્રદાન કર્યું.