અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર

SHARE THE NEWS

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા, ઉષાબેન પરમાર તેમજ યુથ કોંગ્રેસના એડવોકેટ અઝર રાઠોડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના (Amdavad Municipal Corporation) વિપક્ષના નવ નિયુક્ત યુવા નેતા શેહઝાદ ખાનને ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) ના અમલીકરણ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શું છે ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2)?

બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરાના જણાવ્યા અનુસાર, ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) માં સ્પષ્ટ જણાવ્યું છે કે SC, ST અને OBC વર્ગના વિસ્તારોમાં પાણી, પુરવઠા, ગટર, સફાઈ, લાઈટના થાંભલા, તબીબી સહાય અને ગંદા વિસ્તારોની નાબુદી જેવી મૂળભૂત સગવડ અને તેવી બીજી બાબતોનો પ્રબંધ કરવાના હેતુ માટે કોર્પોરેશનની આવકના પ્રતિવર્ષ 10% રકમ આ વર્ગના વિકાસ માટે ફાળવવામાં આવે તેવી જોગવાઈ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *