જેતપુરના જૂનાગઢ રોડ ઉપર થયો ગંભીર અકસ્માત

SHARE THE NEWS
ચેતવણી: આ ફોટો તમને વિચલિત કરી શકે છે.

જેતપુરના (Jetpur) જુનાગઢ રોડ (Junagadh road) પર ગ્લોબલ સિનેમાની (Global cinema) સામે અકસ્માત (Road accident) સર્જાતા  એક્ટિવા ચાલકને પૂરપાટ ઝડપે દોડતું ટ્રેક્ટરની પાછળની ટ્રોલી સાથે અથડાતા યુવકને પગ ગુમાવવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

ઘટનાની વિગત પ્રમાણે જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ ગ્લોબલ સિનેમાની સામે જેતલસરનો યુવાન મહેશ વશરામભાઈ ગોહિલ (ઉ.મ.25 ) કામ સબબ જેતપુર આવેલ હોય ત્યાર બાદ રાત્રીના સાત વાગ્યાની આજબાજુ જેતલસર પરત જઇ રહ્યો હતો.

સ્થાનિકોનું કહેવું હતું કે આ યુવક પુરપાટ ઝડપે એક્ટિવા ચલાવી ને રહ્યો હતો. ત્યારે ટ્રેક્ટરની ઠોકરે ચડાતા ટ્રેક્ટરની પાછળની ટોલી સાથે એક્ટિવા અથડાતા સાથે અકસ્માત સર્જાતા યુવકનો એક પગ કપાયો હતો. અકસ્માત સર્જતાની સાથે જ આજુબાજુના સ્થાનિકોએ 108ને જાણ કરતા યુવકને પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ત્યારબાદ જુનાગઢ રિફર કરાયો હતો.

આ અકસ્માત સર્જાતાની સાથે ટ્રેકટરચાલક ટ્રેક્ટર લઈને ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. આ આ બાબતે જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *