ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે!

SHARE THE NEWS

કર્ણાટકના (Karnataka) જિલ્લા જજ મલ્લિકાર્જુન ગૌડાએ; 26 જાન્યુઆરી 2022ના રોજ ગણતંત્ર દિને (Republic day of India) આયોજિત સમારંભમાં મંચ ઉપર ગાંધીજીની (Gandhiji) તસ્વીરની બાજુમાં ડો.આંબેડકર (Dr B R Ambedkar) ની તસ્વીર હતી. તે હટાવી દેવાની સૂચના કરતા ડો. આંબેડકરની તસ્વીર ત્યાંથી દૂર કરવામાં આવી હતી. ડો. આંબેડકરનો આ અનાદર હતો.

જેથી બેંગલુરુમાં 19 ફેબ્રુઆરી 2022ના રોજ દોઢ લાખ દલિતો (Dalit federations) એ એક જબરજસ્ત વિરોધ-રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું સમાપન ફ્રીડમ પાર્ક (Freedom park Karnataka) ખાતે થયું હતું; ત્યાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પ્રદર્શનકારીઓની મુલાકાત લઈને જજ સામે કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. ગુજરાતમાં આ શક્ય નથી, કેમકે ગુજરાતમાં દલિતો ઉપર સત્તાપક્ષના ‘હિન્દુત્વ’એ કબજો કરી લીધો છે!

આ પણ વાંચો

જજની બદલી થઈ ગઈ છે. બદલી એ સજા નથી. જજને ફરજમોકૂફ કરવા તથા તેમની સામે FIR નોંધવાની માંગણી દલિતો કરી રહ્યા છે. જજની દલીલ છે કે ડો. આંબેડકરનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો ! દરમિયાન 4 ફેબ્રુઆરીના રોજ કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની દરેક કોર્ટને આદેશ આપ્યો છે કે કોર્ટના કોઈપણ સમારંભમાં ડો. આંબેડકરની તસ્વીરને સ્થાન આપવાનું રહેશે !

શું આ કિસ્સામાં જજે કોઈ કોગ્નિઝેબલ ગુનો કર્યો છે?

એટ્રોસિટી એક્ટની કલમ-3 (1) (V) કહે છે : “by words either written or spoken or by any other means disrespects any late person held in high esteem by members of the Scheduled Castes or the Scheduled Tribe; અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો કોઈપણ સ્વર્ગસ્થ વ્યક્તિને ઉચ્ચ આદર આપતા હોય, તેમને કોઈ પ્રકારે અનાદર કરે તો ગુનેગારને છ મહિનાથી ઓછી ન હોય તેટલી અને પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ થાય.”

નોંધ : આ લેખ રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)ની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *