જૂનાગઢના કાથરોટામા આંબેડકર જયંતી નિમીતે સંવિધાન જનકને નમન

SHARE THE NEWS
કાથરોટા ગામના સરપંચ

જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામમા સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરને નમન વંદન કરી ગામના સરપંચ કુમનભાઈ ચૌહાણે શ્રદ્ધાંજલિ અપૅણ કરી હતી.

ડો.આંબેડકરના તૈલીચિત્રને ફુલહાર અપૅણ કર્યા બાદ તેઓએ ભરોશો વ્યકત કર્યો કે તેઓ બાબા સાહેબના દર્શાવેલ મૂલ્યો પર ચાલી કાથરોટા ગામના તમામ વગૅના લોકોના વિકાસ માટે ઉતરોતર પ્રયાસ કરતા રહેશે.

ઉલ્લેખનિય છે કે આ વર્ષે કોરોના વાઈરસના કહેરના કારણે દેશભરમા લોકોએ સામુહીક રીતે આંબેડકર જયંતિને ઉજવવાનુ ટાળ્યુ હતુ. દેશભરમા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પણ લોકોએ સોશ્યલ ડીસ્ટન જાળવીને કર્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *