Jamnagar: કારમાં થતી શરાબની હેરાફેરી ઝડપી લેતી LCB પોલીસ

SHARE THE NEWS

જામનગર (Jamnagar)ના ગાંધીનગર મચ્છરનગર વિસ્તારમાંથી કારમાં દારૂ (Liquor)ના જથ્થા સાથે શખ્સ પસાર થવાની એલસીબી (LCB Police) ના ભગીરથસિંહ સરવૈયા અને દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર,  ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે બાતમી મુજબની જીજે-10-એફ-4487 નંબરની કારને આંતરી લીધી હતી.

એલસીબીની ટીમે કારની તલાસી લેતા તેમાંથી રૂા.34,400 ની કિંમતની 86 બોટલ દારૂ અને રૂા.21,600 ની કિંમતના 216 નંગ ચપટા તથા રૂા.7000 ની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂા.1 લાખની કિંમતની એક કાર સહિત કુલ રૂા.1,63,000 ના મુદ્દામાલ સાથે કરણસિંહ હરપાલસિંહ ગોહિલ અને શકિતસિંહ ધીરુભા જાડેજા નામના બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ભચાઉ તાલુકાના કાકરવા ગામ પાસે રહેતા શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. જેથી એલસીબીની ટીમે ઝડપાયેલા બન્ને શખ્સોનો કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *