ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરૈયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે, જે ખૂબ જ દુઃખદ વાત છે.
માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે.
તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો વ્યવસ્થા કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ અવ્યવસ્થાઓ સામે આવી રહી છે.
રોજગાર બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે. બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિકો બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.