રાજકોટ: ધોરાજીની સરકારી હોસ્પિટલ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલ બંધ હોવાથી રવિવારે ઓપીડી વિભાગ ચાલુ રાખવામાં આવશે

SHARE THE NEWS

રીપોર્ટ કૌશલ સોલંકી, ધોરાજી

ધોરાજીની સરકારી હોસ્પિટલ દ્વારા સૌપ્રથમ વખત રવિવારે ઓપીડી વિભાગ ચાલુ રાખવામાં આવશે.કોરોના વાયરસની મહામારીના સમયે ધોરાજી સરકારી હોસ્પિટલના અધ્યક્ષ જણાવ્યું કે હાલમાં શહેરમાં Lockdown ચાલી રહ્યું છે, ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલ બંધ હોવાના લીધે લોકોને અગવડતા ન પડે તેના માટે રવિવારે ઓપીડી વિભાગ ચાલુ રાખવામાં આવ્યો છે.

ઘરેથી હોસ્પિટલ સુધીનું કોઈ વાહન ન મળે તેને ધ્યાનમાં રાખીને તમામ દર્દીઓ માટે તેમના જ ઘરમાં ડોક્ટરો સારવાર આપવા આવે તે પ્રકારની 2 એમ્બ્યુલન્સના મારફતે ડોક્ટરની ટીમ વિનામૂલ્યે સુવિધા પણ ધોરાજીની તમામ જનતા કોઈપણ સમયે હેલ્પલાઇન માં ફોન કરશે તો ડોક્ટર સેવા આપશે એવું હોસ્પિટલના અધ્યક્ષ દ્વારા જણાવ્યું હતું

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *