તૌકતે વાવાઝોડાની રાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રમાં જન્મ્યાં 12 શિશુઓ

SHARE THE NEWS

વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં પણ ખડેપગે રહ્યાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ

રાજકોટ જિલ્લા પંચાયતના આર.સી.એચ. અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સાણથલી, વિંછીયા, જસદણ, ધોરાજી, ગોંડલ અને ઉપલેટાના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે એક એક બાળક તથા જેતપુરના આરોગ્ય કેન્દ્ર ખાતે બે બાળકોના જન્મ 17 મી મેની રાત્રીએ થયા છે. સોનુબેન શંભુભાઈ પરમારે જસદણ ખાતે, કુજીલાતબેન સરફરાઝભાઇ ગરાણાએ ધોરાજી ખાતે તથા સોનલબેન દિલીપભાઈ કુબાવતે ગોંડલ ખાતે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે તથા માતા અને બાળક બંનેની તબિયત સારી છે, તેમ ડોક્ટર ભંડેરીએ વધુમાં ઉમેર્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ વાવાઝોડાની અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પ્રસૂતા મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર સલામત પ્રસૂતિ કરાવી છે.

 1,040 Views,  4 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: