ગોંડલના હડમતાળામાંથી જુગારીઓને પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચી પાડતી રાજકોટ રૂરલ એલસીબી

SHARE THE NEWS
જુગાર રમતા પકડાયેલા જુગારીઓ

-દિનેશકુમાર રાઠોડ (મો. +91 9879914491)

કોરોના મહામારીના સંક્રમણ (Corona Virus) વધવાને લોકો જ્યારે બીમાર પડી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ના વધે તેની તકેદારીના ભાગરૂપે ઘણાં નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં, જુગાર રમવાની આદત ધરાવતા લોકો આ મહામારીમાં પણ પોતાની આદત છોડી નથી શકતા. ત્યારે ગોંડલ (Gondal) તાલુકાના હડમતાળા (Hadamtala) ગામમાંથી રાજકોટ ગ્રામ્ય એલસીબી (Rajkot Rural LCB Police) દ્વારા જુગારીઓને (Gamblers) ઝડપી પાડ્યા છે.

જેમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પીઆઈ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. રવિદેવભાઈ બારડ તથા પો.કોન્સ. પ્રકાશભાઈ પરમાર તથા નેમીષભાઈ મહેતા ને મળેલ માહિતીના આધારે ગોંડલ તાલુકાના હડમતાળા ગામની સીમમાં કબ્જા-ભોગવટાના મકાનમાં જુગાર રમતા કુલ 10 જુગારીઓને કુલ કિ.રૂ. 5,22,100/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. જેમાં રોકડા રૂપીયા 30,100/-, તથા મોબાઈલ ફોન નંગ 10 કિ.રૂ.42,000/- તથા વાહન નંગ 2 કિ.રૂ.4,50,000/- કિ.રૂ 5,22,100/-

કામગીરી કરનાર ટીમમાં

પોલીસ ઈન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ. એસ.જે.રાણા એ.એસ.આઈ. મહેશભાઈ જાની, પો.હેડ.કોન્સ. રવિદેવભાઇ બારડ, બાલક્રુષ્ણ ત્રીવેદી, મહીપાલસિંહ જાડેજા, તથા પો.કોન્સ.પ્રકાશભાઈ પરમાર, નૈમીષભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપીઓમાં

દામજીભાઈ નાનજીભાઈ સિધ્ધપુરા જાતે પટેલ, અશોકભાઈ નાથાભાઈ ઉનડકટ જાતે લોહાણા, જીતેનભાઈ હરીભાઈ વેકરીયા જાતે પટેલ, ઉમેશભાઈ બાવનજીભાઈ ઝાલાવડીયા જાતે પટેલ, વજુભાઈ રાયધનભાઈ બકોત્રા જાતે આહીર, રાજુભાઈ ગોવીંદભાઈ ઘાડીયા જાતે પટેલ, કનુભાઈ ત્રીભુવનભાઈ ગોપાણી જાતે પટેલ, વિજયભાઈ જેન્તીભાઇ ગણાત્રા જાતે લોહાણા, રામજીભાઈ ઉર્ફે જયેશ છગનભાઈ જીંજુવાડીયા જાતે કોળી, નીતેષ ઉર્ફે નીતીન નાનજીભાઈ અકબરી જાતે પટેલ, રમેશભાઈ ગાંડુભાઈ વીરડીયા (પકડવા પર બાકી)

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *