ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર

SHARE THE NEWS

વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા.

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રતિક પડાળીયા અને ચોરડી દરવાજા પાસે રહેતા પારસ રૈયાણી એકસાથે ગોંડલથી વીરપુર કારમાં જતા હતા.

ત્યારે વીરપુર નજીક રવિરાજ હોટલ પાસે નેશનલ હાઈવેના સેફટી ગડર સાથે કાર અથડાતા સેફટી ગડર આશરે 20 ફૂટથી પણ વધારે કારની આરપાર નીકળી ગયું હતું.

આ ભયાનક રીતે સર્જાયેલા અકસ્માતમાં બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા. બંને મિત્રો વીરપુર મિત્રના પત્નીને તેડવા જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર ટ્રક વધુ નજીક આવી જતા કાર ગડરમાં ઘુસી ગઈ હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *