Coronanewsingujarati Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/coronanewsingujarati/ News for India Sat, 19 Jun 2021 18:01:05 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Coronanewsingujarati Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/coronanewsingujarati/ 32 32 174330959 જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/ http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/#respond Sat, 19 Jun 2021 17:59:20 +0000 https://revoltnewsindia.com/%e0%aa%9c%e0%aa%b8%e0%aa%a6%e0%aa%a3-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%a2%e0%aa%a1%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%97%e0%aa%be/ કોરાના Corona કાળે લોકોને ઓકસીજનનું મહત્વ સમજાયું છે. વિશ્વ આખું જયારે કલાઇમેટ ચેન્જની અસરથી ગ્રસ્ત છે. ત્યારે વાયુ પ્રદુષણ ઘટે તથા ભાવિ પેઢીને શુધ્ધ Oxygen ઓકસીજનયુકત વાતાવરણ મળે અને પર્યાવરણીય…

The post જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરાના Corona કાળે લોકોને ઓકસીજનનું મહત્વ સમજાયું છે. વિશ્વ આખું જયારે કલાઇમેટ ચેન્જની અસરથી ગ્રસ્ત છે. ત્યારે વાયુ પ્રદુષણ ઘટે તથા ભાવિ પેઢીને શુધ્ધ Oxygen ઓકસીજનયુકત વાતાવરણ મળે અને પર્યાવરણીય સંતુલન સધાય તે માટે ગ્રામ્ય કક્ષાએથી લોકોને સહભાગી બનાવવાના પ્રયત્નો થાય તે જરૂરી છે. રાજયના પાણી પુરવઠામંત્રી Kunvarji Bavaliya કુંવરજી બાવળીયાએ જસદણ Jasdan તાલુકાના ગઢડીયા ખાતેથી “મારૂં ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરી હતી.

ગઢડીયા ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરતા મંત્રી કુંવરજી બાવળીયાએ ગામની તમામ ખુલ્લી જગ્યાઓમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા ગામલોકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષોને પણ પુજવામાં આવે છે. ત્યારે આ વૃક્ષોનું આરોપણ જતન અને સંવર્ધનએ ગ્રામજનોની નૈતિક જવાબદારી બને છે. ગ્રામલોકો ગામના પાદરમાં, રસ્તાની બન્ને બાજુ, ઘરના આંગણામાં તથા સ્કુલ, પંચાયતઘર, કોમ્યુનિટી હોલ, મંદિર જેવા જાહેર સ્થળોએ વૃક્ષો વાવી તેને ઉછેરી સુંદર અને રળીયામણું ગ્રામ બનાવે. ખેડૂતો પોતાના શેઢાપાળે આંબળા, જાંબુ, સરગવો, બદામ જેવા વૃક્ષોનું વાવેતર કરી વધારાની આવક પણ રળી શકે છે.

ખાસ કરીને ‘‘મીશન મંગલમ’’ અંતર્ગત સખીમંડળોની બહેનો અને ‘‘મનરેગા’’ હેઠળ શ્રમીકો પણ વૃક્ષારોપણ દ્વારા ઘર આંગણે આવક રળી શકે છે.

મંત્રી બાવળીયાએ આ અભિયાન અંતર્ગત જસદણ વિધાનસભા મતવિસ્તારના તમામ ગામોમાં તબ્બકાવાર ઓછામાં ઓછા 105 વૃક્ષોનું વાવેતર થાય તેવા લક્ષ્યાંક સાથે શરૂ કરેલા આ અભિયાનમાં સરકારના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત રેવન્યુ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, આશાવર્કરો, સખીમંડળોની બહેનો, આંગણવાડી કાર્યકરો સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ, મહિલામંડળો અને સ્વૈચ્છિક સંસ્થા તથા ગ્રામજનોને સહભાગી બનાવી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટેની ઝૂંબેશનો ગઢડીયા ખાતેથી પ્રારંભ કર્યો છે.

આ પ્રસંગે મંત્રી બાવળિયાએ કોરોના સંક્રમણ સમયમાં પોતાની જિંદગી દાવ પર લગાવી લોકોની સેવા કરનાર આરોગ્ય કર્મીઓ અને તમામ સહભાગી લોકોને બિરદાવ્યા હતા. તેઓએ કોરોનાની રસી એ એક માત્ર કોરોના સામેનું સુરક્ષા કવચ હોઇ કોઇ પણ જાતની અફવાથી દુર રહેવા અને ગ્રામજનોને સવેળાએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી કોરોના સામેના રાજય સરકારના અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી.

પ્રાંત અધિકારી ગળચરે લોકોને અભિયાનમાં સહભાગી બની હરીયાળું ગ્રામ બનાવવા ગ્રામલાકોને વુક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું જતન અને સંવર્ધન કરવા અનુરોધ કરતા પ્રાચીન વેદ અને ધાર્મિક આધારોના ઉલ્લેખ સાથે વૃક્ષોનું માનવજીવનમાં મહત્વ વિશે ઉપસ્થિતોને વિગતવાર માહિતી આપી હતી.

આ તકે મંત્રીએ પાણી, વિજળી, શિક્ષણ, આરોગ્ય સહિતના વિકાસ કામો અંગેના ગ્રામજનોના પ્રશ્નોની સમીક્ષા કરી સ્થળ પર નિરાકરણ કર્યું હતું.

કાર્યક્રમના અંતે સરપંચ, મહાનુભાવો અને ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ફુલ છોડના રોપાઓનું વિતરણ પણ મંત્રી બાવળીયા અને મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગઢડીયા સહીત આસપાસના ગામના સરપંચશ્રીઓ, નાયબ તાલુકા વિકાસ અધિકારી પરમાર, વનવિભાગના અધિકારીઓ માલમ, તથા એસ.આર.રાઠવા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, આશાવર્કરો, સખી મંડળની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જસદણ તાલુકામાં ગઢડીયા ઉપરાંત ગોખલાણા, શીવરાજપુર, માધવીપુર ગોંડલાધાર, વડોદ, નવાગામ અને આંબરડી ગામે પણ “મારૂં ગામ હરિયાળુ ગામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

Loading

The post જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/feed/ 0 1776
જેતપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરાતા લોકોમાં વ્યાપ્યો આક્રોશ http://revoltnewsindia.com/outrage-spread-among-the-people-who-are-being-run-by-their-husbands-instead-of-elected-women-members-in-jetpur-taluka-panchayat/1762/ http://revoltnewsindia.com/outrage-spread-among-the-people-who-are-being-run-by-their-husbands-instead-of-elected-women-members-in-jetpur-taluka-panchayat/1762/#respond Sat, 19 Jun 2021 08:47:44 +0000 http://revoltnewsindia.com/%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%aa%be%e0%aa%af%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળમાં જ યોજવામાં આવી હતી જેમાં મોટાભાગના મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યા હતા ત્યારે ચૂંટાયેલા મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનો કારણે…

The post જેતપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરાતા લોકોમાં વ્યાપ્યો આક્રોશ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળમાં જ યોજવામાં આવી હતી જેમાં મોટાભાગના મહિલા સભ્યો ચૂંટાઈને આવ્યા હતા ત્યારે ચૂંટાયેલા મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરવામાં આવી હોવાનો કારણે અરજદાર દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને કારોબારી ચેરમેન વિરુદ્ધ અરજી કરવામાં આવી છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પગલાં ન ભરાય તો ઊંચ કક્ષાએ કરશે રજુઆત પણ કરવામાં આવે તેવું જણાઈ આવ્યું છે.

જેતપુર તાલુકા પંચાયત યેનકેન પ્રકારે ચર્ચામાં રહેતી હોવાનું સામે આવતું હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળ દરમિયાન જ યોજવામાં આવી હતી. જેમાં મોટાપ્રમાણમાં મહિલાઓ ચૂંટાઈ આવી હતી અને જેતપુર તાલુકા પંચાયતના સંચાલનની જવાબદારી આવી હતી. પરંતુ ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ કામગીરી કરતા વિવાદ સર્જાયો છે જેમાં પેઢાલાના રહેવાસી મનગભાઈ વાલેરા દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ રૂપી એક અરજી કરવામાં આવી છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે પેઢલા ગામની તાલુકા પંચાયતની સીટ પરથી ભાવનાબેન ખૂંટ ચૂંટાઈ આવેલા હતા અને તેઓ હાલ જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં કારોબારી ચેરમેન પદ હોઈ પરંતુ હાલ તેમની જગ્યાએ તેમના પતિ નવનિતભાઈ ખૂંટ કામગીરી કરતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

ચૂંટાયેલા મહિલા સભ્ય ગેરહાજર હોય ત્યારે તેમની જગ્યાએ તેમના પતિ હાજર ?

પેઢલાના સામાજિક કાર્યકર અને અરજદાર મગનભાઈ વાઢેર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો કારોબારી ચેરમેન ભાવનાબેન ખૂંટ પોતાને મળેલા અને લોકોએ આપેલા હોદ્દાનો પોતે ઉપયોગ કરી શકતા ન હોય તો પોતે રાજીનામુ આપી દેવું જોઈએ પરંતુ પોતાના પતિને સત્તાનો દુરુપયોગ કરતા અટકાવવા જોઈએ તેવી પણ માંગ કરાઈ છે અને સાથે જ અરજદારે મીડિયાને જણાવ્યું હતું કે જો તાલુકા વિકાસ અધિકારી ગેરરીતિ અટકાવશે નહિ તો ઉપરી અધિકારીને પણ આ અંગેની ફરિયાદ કરવામાં આવશે તેવું પણ જણાવેલ હતું.

જુઓ વિડિઓ:

Loading

The post જેતપુર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરાતા લોકોમાં વ્યાપ્યો આક્રોશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/outrage-spread-among-the-people-who-are-being-run-by-their-husbands-instead-of-elected-women-members-in-jetpur-taluka-panchayat/1762/feed/ 0 1762
લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે કાર્યરત જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામનું કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર http://revoltnewsindia.com/community-corona-care-center-at-devki-galol-village-in-jetpur-taluka/1701/ http://revoltnewsindia.com/community-corona-care-center-at-devki-galol-village-in-jetpur-taluka/1701/#respond Fri, 14 May 2021 14:06:12 +0000 http://revoltnewsindia.com/%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%a1%e0%ab%87-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b/ Corona કોરોના કાળમાં પણ લોકાશાહિની પરંપરાને જીવંત રાખી મહામારી સામે અડીખમ એવું Jetpur જેતપુર તાલુકાનું Devki Galol દેવકી ગાલોળ ગામ આસપાસના ગામો માટે સંજીવની સમાન Rajkot: આપણા દેશને લોકોશાહિની સાથે…

The post લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે કાર્યરત જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામનું કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર appeared first on REVOLT NEWS INDIA.

]]>

Corona કોરોના કાળમાં પણ લોકાશાહિની પરંપરાને જીવંત રાખી મહામારી સામે અડીખમ એવું Jetpur જેતપુર તાલુકાનું Devki Galol દેવકી ગાલોળ ગામ આસપાસના ગામો માટે સંજીવની સમાન

Rajkot: આપણા દેશને લોકોશાહિની સાથે સંઘશક્તિના પાઠ ગળથુથીમાં મળ્યા છે. આજ કારણ છે કે આપણો દેશ આજે કોરોના મહામારીની બીજી લહેરમાં પણ હજુ અડીખમ ઉભો છે. સહકાર થી સિધ્ધિના આગવા ગુણોને આત્મસાત કરી આપણો દેશ અનેક મુશ્કેલીઓમાંથી સફળતાપુર્વક પસાર થઇ ચૂકયો છે. એમાંય ગુજરાત એ તો મહાત્મા ગાંધીજીની જન્મ અને કર્મભૂમી. સહકારની ભાવના અહીં અખુટ હોય તે સ્વાભાવીક છે.

જેનું જવલંત ઉદાહરણ છે. જેતપરુ તાલુકાનું નાનું એવું પણ જાગૃત ગામ દેવકી ગાલોળ….

કોરોના મહામારીમાં વધતી જતી સંખ્યા અને તેમાંય ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટેની મુશ્કેલીને દુર કરવા ગુજરાતના સ્થાપના દિન 1 લી મે ના રોજ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દુરદર્શીતા સાથે ‘‘મારૂ ગામ કોરોના મુકત ગામ’’ અભિયાનને અમલી બનાવ્યું હતું.

જેમાં ગ્રામ્ય વિસ્તારના કોરોના દર્દીઓને ઘરઆંગણે જ આરોગ્યલક્ષી કોરોનાની સારવાર મળી રહે તથા કુટુંબના અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત ન બને તેવા ઉમદા હેતુસર ગ્રામ્યકક્ષાએ જ લોકો દ્વારા લોકો વડે અને લોકો માટે કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

જેતપુર તાલુકાના વડોદ પી.એચ.સી. સેન્ટરના વિસ્તારમાં આવતા નાના એવા ત્રણેક હજારની વસ્તી ધરાવતા ગામના લોકોએ આગવો સંઘશક્તિનો પરીચય આપી ગામની જ શ્રી જે.એચ.આડતીયા હાઇસ્કુલ ખાતે કોમ્યુનીટી કોરોના કેર સેન્ટર શરૂ કર્યું છે.

ગામના સરપંચ શ્રી રશ્મીબેન સાતાસીયા અને ઉપસરપંચ શ્રી બ્રીજેશભાઇ પાનસેરીયાના વડપણ હેઠળ ગામના લોકોએ રૂા.1000 થી 5000 સુધીનો લાકોફાળો એકત્ર કરી કુલ રૂપિયા એક લાખ પંચોતેર હજારની સારી એવી રકમ એકત્ર કરી છે. જેમાંથી હાઇસ્કુલ ખાતે 10 બેડના પુરૂષ અને 10 બેડના મહિલાઓ માટેના આગવા વોર્ડની કોમ્યુનીટી કોરોના કેર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરી છે.

જેને વડોદ પી.એચ.સી. સેન્ટર, સંજીવની રથ તથા ગામ ફાળાના સહયોગથી તમામ દવાઓ અને ઓકસીજન સીલીન્ડર જેવી સુવિધાઓથી સજ્જ કરાયું છે.

ગામના જ ઉત્સાહિ એવા રાઠોડભાઇ અને કલેશભાઇ રાદડીયા જેવા યુવાનોની ટીમ સેવાકિય સહયોગ આપી રહ્યા છે. સહકારી મંડળીના અનુભવી અને કુશળ મંત્રી રમેશભાઇના માર્ગદર્શન હેઠળ આ ટીમ દવાઓ લઇ આવવી, ઓકસીજનના સીલીન્ડરો ભરાવી તૈયાર રાખવા, પેશન્ટને આરોગ્ય વિભાગના માર્ગદર્શન અનુરૂપ સમયસર દવાઓ અને ઓકસીમીટર વડે ઓકસીજન લેવલ માપવું, પેશન્ટને લાવવા – લઇ જવા વાહનની વ્યવસ્થા, જેવી તમામ કામગીરી ગામના જ યુવાનોની તાલીમબધ્ધ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

રમેશભાઇ જણાવે છે કે, દેવકી ગાલોળ ઉપરાંત આસપાસના ખારચીયા, ભેડા પીપળીયા, થાણા ગાલોળ, રેશમડી ગાલોળ તથા પાસેના ભેંસાણ તાલુકાના માંડવા જેવા અનેક ગામોના પ્રારંભિક દોરના કુલ કોરોના સંક્રમિત ૨૮ થી વધુ દર્દીઓ અહીંજ સારવાર આપી સ્વસ્થ થયા બાદ સ્વગૃહે પરત ફર્યા છે.

એટલું જ નહીં દેવકી ગાલોળ ગામના વીપુલભાઇ ઠુંમરને ઓકસીજન લેવલ ઓછું હોય અહીં જ આરોગ્ય વિભાગના ડો. કાનાણી અને FHW જે. એન. જાદવ સહિતના સ્થાનીક કર્મચારીના માર્ગદર્શન હેઠળ ઓકસીજન પર ત્રણ દિવસ રાખ્યા બાદ નોર્મલ થયે આગળની સારવાર આપી કોરોના મુકત કર્યા છે. કોરોના મહામારીમાં અહીં આવનાર તમામને નિશુલ્ક સારવાર આપી ફરી સ્વસ્થ બનાવવાની એકમાત્ર ભાવના સાથે કાર્યરત ગામના લોકોની સહકારથી સિધ્ધિની આ અનોખી પહેલ અન્ય ગામો માટે પણ સંજીવની સમાન બની રહી છે.

દેવકી ગાલોળ ગામનું આ કોમ્યુનીટી કોરોના કેર સેન્ટર Rajkot રાજકોટ જિલ્લાના અનેક ગામો માટે માર્ગદર્શક પણ બની રહયું છે.

Loading

The post લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે કાર્યરત જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામનું કોમ્યુનિટી કોરોના કેર સેન્ટર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/community-corona-care-center-at-devki-galol-village-in-jetpur-taluka/1701/feed/ 0 1701
બળાત્કાર, છેડતી, ઘરેલું હિંસા કે મહિલા અત્યાચારમાં આખરે પરીવાર સમાધાન કેમ કરી લે છે?: નેલ્સન પરમાર http://revoltnewsindia.com/guj_article_on_domeastic_violence_and_rape/1601/ http://revoltnewsindia.com/guj_article_on_domeastic_violence_and_rape/1601/#respond Sat, 06 Mar 2021 16:46:12 +0000 https://revoltnewsindia.com/%e0%aa%ac%e0%aa%b3%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9b%e0%ab%87%e0%aa%a1%e0%aa%a4%e0%ab%80-%e0%aa%98%e0%aa%b0%e0%ab%87%e0%aa%b2%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%bf/ આપણે જોઈએ છીએ કે, મહિલા અત્યાચાર, બળાત્કાર, કે પછી કોઈ ગંભીર ઘટનામાં છોકરી અથવા તો છોકરીના પરીવાર વાળા સમાધાન કરી લેતાં હોય છે. ન્યાય માટે લડતાં હોતાં નથી. પણ આમ…

The post બળાત્કાર, છેડતી, ઘરેલું હિંસા કે મહિલા અત્યાચારમાં આખરે પરીવાર સમાધાન કેમ કરી લે છે?: નેલ્સન પરમાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic image

આપણે જોઈએ છીએ કે, મહિલા અત્યાચાર, બળાત્કાર, કે પછી કોઈ ગંભીર ઘટનામાં છોકરી અથવા તો છોકરીના પરીવાર વાળા સમાધાન કરી લેતાં હોય છે. ન્યાય માટે લડતાં હોતાં નથી. પણ આમ કરવા પાછળ ઘણાં બધાં કારણો જવાબદાર છે. આપણી સિસ્ટમ એટલી નબળી છે કે, ન્યાય મેળવવા માટેનુ મોરલ પહેલાથી જ તુટી જાય છે. ઘટના બની હોય ત્યારથી લઈ અદાલતનાં ફેસલા સુધી તો એ છોકરી અને પરીવારને ઘટના કરતાં પણ વધારે વેદનાં સહન કરવી પડે છે. આવાં સમયે પરીવાર આખરે સમાધાનો સરળ માર્ગ અપનાવી લે છે. ઘણીવાર આપણે આવા લોકો ને ગાળો આપતાં હોઈએ છીએ કે બોલતાં હોઈએ છીએ. પણ એ પરિસ્થિતિ શું હોય છે એ તો ફ્કત એ વ્યક્તિ અને એ પરીવાર જ જાણતું હોય છે. અહીં કેટલાક કારણો સાથે રજુઆત કરું છું.

પોલીસતંત્રનું વર્તન – આપણે સહુ જાણીએ જ છીએ કે પોલીસ તંત્રનું વર્તન કેવું હોય છે. પરિસ્થિતિ એવી છે કે, તમે સાવ નિર્દોષ હોવ છતાં તમને પોલીસ સ્ટેશન જતા ડર લાગે. પોલીસને જોઈને સલામતી અનુભવવાને બદલે લોકો આજે એમનાથી ડરી રહ્યા છે. આપણે ઘણી ઘટનાઓમાં જોયું જ છે કે, ઘટના બન્યા પછી વિકટમ અને પરીવાર પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા માટે જાય ત્યારે તેમની ફરીયાદ લેવામાં આવતી નથી. અને સામે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે છે. સામાન્ય લોકો તો સાચા હોવા છતાં પોલીસની માથાકૂટમાં પડવાં માંગતા જ નથી હોતાં. કારણ કે, પોલીસની નેગેટીવ ઈમેજ. અને એ ઈમેજ એટલી હદે ખરાબ છે કે, ભોગ બનનાર પહેલા પગાથિયાએ જ હારી જાય છે. ન્યાય મળવાની આશા છોડી દે છે. ઘણીવાર પોલીસ ખુદ આવા કેસમાં ફરિયાદ લેવાને બદલે સમાધાન કરાવી દેતી હોય છે. આવા સમયે પોલીસની નૈતિકતા સામે હંમેશાથી સવાલ ઉઠે છે. એટલે કેટીકલાર ભોગ બનનાર મહિલા અને પરીવારજનો પોલીસની માથાકૂટથી બચવા ફરીયાદ કરતાં નથી અથવા તો સમાધાન કરી લે છે.

આર્થિક પરિસ્થિતિ – આર્થિક પરિસ્થિતિની વાત કરીએ ત્યારે આપણે ભોગ બનનાર અને આરોપી બન્નેની પરિસ્થિતિ વિશે વાત કરીશું. આમ જોવા જઈએ તો મોટાભાગના કેસમાં ભોગ બનનારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. એવા સમયે તેઓ પાસે મોંધા વકીલ રોકી શકતાં નથી, આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પોલીસ સ્ટેશન, કોર્ટના ધક્કા ખાવા અઘરા પડી જાય છે. ઘરનું ગુજરાન ચલાવે કે પછી પૈસા આ કેસ પાછળ ખર્ચે એ પ્રશ્ન આવીને ઉભો રહે છે. હા, અમુક કેસોમાં આર્થીક વળતર મળવાનું હોય છે એટલે ઘણાં લડતાં હોય છે. પણ જ્યારે ભોગ બનનારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે ત્યારે એમની પાસે સમાધાનુ ઓપ્શન હોય છે. અને એ સમાધાન કરી લેતાં હોય છે. જ્યારે આગળ પણ નુકશાન જ સહન કરવાનું હોય ત્યારે લેવળ દેવળ કરી બધું ઘરમાં જ પતાવી દેતા હોય છે. આપણી સિસ્ટમ પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે ભોગ બનનાર ને એ વિશ્વાસ નથી હોતો કે ખરેખર ન્યાય મળશે જ એને‌ એવી જ રીતે સામે આરોપી પૈસા પાત્ર હોય એટલે સારા વકીલ રોકતાં હોય છે. જે સાચાનુ ખોટું ને ખોટાનું સાચું કરી દેતા હોય છે. એટલે જ્યારે વિકટમ આર્થિક રીતે નબળું હોય ત્યારે એને ‌લડવા કરતાં સમાધાન કરી લેવાનું સરળ લાગે છે. જ્યારે આરોપીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે ભોગ બનનાર લડી પણ લેતા હોય છે. એટલે બળાત્કાર, મહિલા અત્યાચાર, ધરેલું હિંસામાં આર્થિક પરિસ્થિતિ મહત્વનો ભાગ ભજવે છે. ઘરેલુ હિંસામાં ન્યાય મળવા સાથે ઘણીવાર આર્થિક વળતર પણ મળવાનું હોય ત્યારે ભોગ બનનાર હિંમત કરી આવા સમયે લડી લેતું હોય છે.

કોર્ટની કાર્યવાહી, ધીમી ન્યાય પ્રક્રિયા – આપણે એ વાત સ્વીકારવી જ પડશે કે આપણી ન્યાય પ્રક્રિયા ઘણી ધીમી છે. અને જટીલ પણ છે. ન્યાય મેળવવા માટે ઘણીવાર તો દસ થી પંદર વર્ષ રાહ જોવી પડે છે. એમાંય પાછું તારીખો પર હાજર થવાનુ. પોલીસ તપાસ, પુરાવા, ડોક્યુમેન્ટ

એ બધી પ્રક્રિયા ઘણી કઠીન લાગતી હોય છે. કોર્ટની કાર્યવાહીમાં ઘણીવાર સમય અને નાણાં બન્નેનો વેડફાટ થતો હોય એમ લાગતું હોય છે ભોગ બનનાર ને. કેટલાંક કેસમાં એવું પણ બનતું હોય છે કે શરુઆતમાં લડત આપતાં હોય અને પછી કંટાળી સમાધાન કરી લેતાં હોય છે. ઘણીવાર ભોગ બનનાર કોર્ટ પરથી વિશ્વાસ ગુમાવી દેતાં હોય છે કે, ન્યાય નહીં જ મળે ગમે તેટલું કરીશું તોય આવા સમયે પછી બનીલી ઘટનાં ભુલી વિકટમ અને પરીવાર સમાધાનનો સરળ માર્ગ અપનાવી લેતા હોય ‌છે.

ધાકધમકી, લોભ-લાલચ – મહિલા અત્યાચાર, બળાત્કાર કે ઘરેલુ હિંસામાં પણ ધાકધમકી અને લોભ લાલચ આપવામાં આવે છે. આરોપીઓ ધણીવાર દંબગ ટાઈપના હોય છે. અથવા તો નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો ધરાવતા હોય, પૈસા પાત્ર હોય ત્યારે એ લોકો ભોગ બનનારને ધાક ધમકી આપતાં હોય છે. જેમાં જાનથી મારી નાખવાની ધમકી, હાથ પગ તોડી નાંખવાની ધમકી કે પછી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન કરી લેવા અથવા તો કેસ પાછો ખેંચી લેવા, નિવેદન બદલવા, કે કોઇપણ રીતે આરોપી ને બચાવવાં માટે ધાકધમકી નો ઉપયોગ કરતાં હોય છે આવા સમયે ભોગ બનનાર પાસે કોઈ સામાજિક ટેકો ન હોય, એમની પડખે કોઈ ન હોય, પોલીસ વિભાગ કોઈ સહાય ન કરતું હોય ત્યારે આવી ધાકધમકી ને વશમાં થવા‌ સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી એમાં પણ આરોપીઓની ઊંચી ઓળખણ મહત્વનો ભાગ ભજવે છે. ડરવાવા ધમકાવવા માટે આરોપીઓ એમની આ ઓળખાણ કામે લાગેડતા હોય છે. ઘણીવાર આરોપી દ્વારા ધાકધમકી સાથે પૈસાની ઓફર પણ કરવામાં આવતી હોય છે. એટલે એવું પણ બનતું હોય કે ધણીવાર ધાકધમકી થી ન માને એ લોભલાલચમાં આવી માની જતાં હોય છે અપે આખરે સમાધાન કરી લેતાં હોય છે ‌

વકીલોની મિલીભગત – ઘણીવાર આ બાબત પણ નોંઘ કરવા જેવી છે કે, ઘણીવાર ઘણાં કેસમાં આરોપીનો વકીલ અને ભોગ બનનારના વકીલ પણ અંદરોઅંદર સમજુતા કરી લેતાં હોય છે. ઘણીવાર વકીલ પણ સામાધાન કરાવવા માટે કહેતાં હોય છે. ઘણાં કેસમાં તો વકીલને પણ આરોપીઓની ડર સતાવતો હોય છે. ઘણીવાર ભોગ બનનારના વકીલ આરોપી પાસેથી પૈસા લઈ કેસને ખોટી દિશામાં લઈ જવાની વાતો પણ સાંભળવા મળે ‌છે. વકીલ સાચી સલાહ ન આપવાનાં કારણે પણ ભોગ બનનારને હેરાનગતિ સહન કરવાની આવે છે. એટલે આ એક કરણ પણ સમાધાન માટે જવાબદાર છે.

પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા, રૂઢીવાદી માનસિકતા – આપણે એ વાત સ્વીકારવી પડશે કે આપણો સમાજ પુરુષ પ્રધાન છે અને એ વ્યવસ્થા કોઈકને કોઈ રીતે સ્ત્રીઓ સાથે અન્યાય કરે છે. જ્યારે પણ મહિલા અત્યાચાર, બળાત્કાર, ઘરેલુ હિંસાની ઘટનામાં આખરે દોષનો ટોપલો સ્ત્રીઓ પર જ ઢોળાઇ છે.આપણે હજૂય એ સ્વીકારી શકતાં નથી કે સ્ત્રી એકલી પણ જીવી શકે છે. આપણાને એમ જ છે કે સ્ત્રીઓને કોઈકનો ને કોઈકનો સહારો જોઈએ જ, એ સ્વતંત્રતા ન રહી શકે, કોઈ ઘટના બને પછી મહિલા ને ખરીખોટી સંભાળવામાં આવે છે. ચારિત્ર્યનું સર્ટીફીકેટ આપવામાં આવે છે. બદનામ કરવામાં આવે છે. એની સામે હિન ભાવાના રાખવામાં આવે છે. એમ માની લેવામાં આવે છે કે એ કહેવાતા સમાજનો હિસ્સો નથી. અપવિત્ર થઈ ગઈ છે. ચાલ બાજ છે. પૈસા પડાવવા માટે ખોટો આરોપ મુકે છે. આવાં તો કેટલાંય મેંહણા સ્ત્રીઓને સાંભાળવા પડે છે. એમ કહી શકાય કે, શારીરિક બળાત્કાર થયા પછી સમાજ અને સરકારી તંત્ર મળી ફરી એકવાર માનસિત બળાત્કાર કરે છે. આટ આટલાં સ્ત્રી તરફી કાયદા હોવાં છતાં ન્યાય મેળવવા માટે રેલીઓ, સભાઓ, વિરોધ પ્રદર્શન, અને સમાજને આગળ આવવું પડે છે. ત્યારે આવાં સમયે સમાજમાં બદનામીના ડરથી, લોકો શું કહેશે એ ડરથી, ઈજ્જત, સ્વમાન આ બધા કારણોથી અને માનસિક બળાત્કારથી બચવા માટે આખરે સમાધાનો માર્ગ અપનાવી લેવામાં આવે છે. પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામા આ તકલીફ તો રહેવાની જ છે એના થી ઉપર આજે પણ લોકો નથી ઉઠી શક્યા.

સ્વાર્થવૃતિ, પલાયનવૃતિ – ઘણીવાર એવું પણ બનતું હોય છે કે, ભોગ બનનાર મહિલા કે એના પરીવાર પરિસ્થિતિ થી દુર ભાગતા હોય છે. અને ઘણીવાર સ્વાર્થી પણ હોય છે. આરોપી તરફથી મોટી રકમ મળતી હોય ત્યારે નૈતિકતા, ન્યાય જેવું કંઈ હોતું નથી અને આસાનીથી સમાધાન કરી લેતાં હોય છે.અને ઘણાની તો પરિસ્થિતિથી દુર ભાગવાની આદત હોય છે જેથી પહેલાથી જ આ બધી પ્રક્રિયામાં પડવાં કરતાં સમાધાનો સરળ માર્ગ અપનાવી લેવામાં આવે છે.

એડજેસ્ટમેન્ટ – કાયદા તો સારા જ છે પણ ખરેખર ન્યાય મળે અને ઝડપી ન્યાય મળે એવી સિસ્ટમ નિમાર્ણ કરવાની જરુર તો ખરી જ તે.

© નેલ્સન પરમાર

૭૮૭૪૪૪૯૧૪૯

Loading

The post બળાત્કાર, છેડતી, ઘરેલું હિંસા કે મહિલા અત્યાચારમાં આખરે પરીવાર સમાધાન કેમ કરી લે છે?: નેલ્સન પરમાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/guj_article_on_domeastic_violence_and_rape/1601/feed/ 0 1601
કોરોના વાયરસની સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતા સાબરમતીજેલના કેદીઓ, જુઓ વિડિઓ http://revoltnewsindia.com/sabarmati-jail-prisoners-gave-their-contibution/806/ http://revoltnewsindia.com/sabarmati-jail-prisoners-gave-their-contibution/806/#respond Mon, 11 May 2020 10:47:09 +0000 http://revoltnewsindia.com/?p=806 સાબરમતી જેલમાં કેદીઓ બનાવે છે સેનીટાઇઝ ટનલ, PPE કિટ અને માસ્ક હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ જવાનોના કોરોના સામે રક્ષણ માટે બનાવવામાં આવે છે આ માસ્ક અને કિટ જે રાજ્યના બીજી…

The post કોરોના વાયરસની સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતા સાબરમતીજેલના કેદીઓ, જુઓ વિડિઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>

સાબરમતી જેલમાં કેદીઓ બનાવે છે સેનીટાઇઝ ટનલ, PPE કિટ અને માસ્ક

હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ જવાનોના કોરોના સામે રક્ષણ માટે બનાવવામાં આવે છે આ માસ્ક અને કિટ જે રાજ્યના બીજી 28 જેલોમાં મોકલાશે

Loading

The post કોરોના વાયરસની સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતા સાબરમતીજેલના કેદીઓ, જુઓ વિડિઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/sabarmati-jail-prisoners-gave-their-contibution/806/feed/ 0 806