Coronavirus Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/coronavirus/ News for India Wed, 19 Jan 2022 15:48:39 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Coronavirus Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/coronavirus/ 32 32 174330959 એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/ http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/#respond Wed, 19 Jan 2022 15:32:08 +0000 http://revoltnewsindia.com/?p=5584 કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની…

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સેવા કરી હતી. તેમાંના એક એટલે જેતપુર (Jetpur) તાલુકાના પેઢલા (Pedhala) ગામના ભૂપતભાઈ ડાભી કે જેઓ પોતે એક સામાન્ય રીક્ષા (Rickshaw) ચાલક છે, પણ તેમની સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડે એમ છે. વાત એમ છે, કે ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં પણ ખુમારીની વાત આવે તો ભૂપતભાઈ ડાભી પાછા પડે એમ નથી.

તેમણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા (Free service) આપી હતી. આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી ડરતા હતા. ત્યારે ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોતાની મફત સેવા આપી હતી.

આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ લોકો પણ હતા. જેમણે પૈસા કમાવવાનો એક મોકો પણ ગુમાવ્યો નહોતો. ત્યારે ભૂપતભાઈ જેવા દેવદૂત લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની મફત સેવા આપીને માનવતાની મહેક મહેકાવી હતી. હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલુ જ રાખ્યું છે.

Loading

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/feed/ 0 5584
આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/ http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/#respond Wed, 31 Mar 2021 09:48:30 +0000 https://revoltnewsindia.com/%e0%aa%86%e0%aa%96%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8/ કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ…

The post આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

છેલ્લે પત્રકારોને પણ ગણવામાં આવ્યા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજરોજ 31 માર્ચે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે જેતપુરના 18 જેટલા વિવિધ મીડિયાના માધ્યમો જેવા કે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોને કોરોનાની રસી એટલે કે ‘કોવિશિલ્ડ’ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

જેમાં જોઈએ તો ETV ભારતના રાજકોટ રૂરલના રિપોર્ટર દિનેશકુમાર રાઠોડ, ઓરિકયા ન્યૂઝના રિપોર્ટર સંજયરાજ બારોટ, કનેક્ટ ગુજરાત રિપોર્ટર જયેશ સરવૈયા, જેતપુર અપડેટના તંત્રી હિતેશ રાઠોડ સહિત કુલ 18 જેટલા પત્રકારોએ ‘કોવિશિલ્ડ’ ની રસી લીધી હતી.

પત્રકારોએ ઉત્સાહ સાથે વેકસીનનો ડોઝ તો લીધો પણ સાથે એક આક્રોશ પણ જોવા મળ્યો

પત્રકારોને સૌથી છેલ્લે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણાતા તેઓમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. તેઓનું કહેવું હતું કે સરકારી કર્મચારીઓ અધિકારીઓ જેવા કે પોલીસ, શિક્ષક, હોમગાર્ડ, જીઆરડી તમામ ને જો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આવતા હોય અને પ્રથમ તેઓને રસી આપવામાં આવતી હોય તો પત્રકારો સાથે આવું ઓરમાયું વર્તન કેમ ? આવી કોરોના જેવી વૈશ્વિક મહામારી પણ પત્રકારો એ લોકો સુધી માહિતી પહોંચાડવાની પોતાની ફરજ બિનચુક નિભાવી હોય છતાં પત્રકારોને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આટલી ઢીલ સરકારી તંત્ર દ્વારા કેમ થઈ તેવું પત્રકારો આક્રોશ સાથે જણાવી રહ્યા હતા.

Loading

The post આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/feed/ 0 1660
છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/ http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/#respond Thu, 31 Dec 2020 11:51:49 +0000 http://revoltnewsindia.com/?p=1458 By Pratik Pandya, Junagadh ચીનમાં જન્મેલ Corona Virus નામના ભૂતે માર્ચ, 2020 મહિનો પૂર્ણ થાય એ પહેલાં ભારતમાં બિહામણુ અટહાસ્ય શરુ કરી દીધું હતું. ભારત સહિત વિશ્વના અનેક આધુનિક સવલતોથી…

The post છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

By Pratik Pandya, Junagadh

ચીનમાં જન્મેલ Corona Virus નામના ભૂતે માર્ચ, 2020 મહિનો પૂર્ણ થાય એ પહેલાં ભારતમાં બિહામણુ અટહાસ્ય શરુ કરી દીધું હતું.

ભારત સહિત વિશ્વના અનેક આધુનિક સવલતોથી સંપન્ન દેશો કોરોના વાઈરસ સામે સરેન્ડર થઈ ગયા હતા.

India માં પહેલા જનતા કરફ્યુ અને બાદમાં 25 માર્ચથી દેશભરમાં ઐતિહાસીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. અંતે ચાર તબક્કા સુધી લોકડાઉન લંબાવી કુલ 68 દિવસનું કરવામાં આવ્યું હતું.

વાહન વ્યવહાર સદંતર બંધ રહ્યો, ટ્રેનો બંધ રહી અને હવાઈ સેવા સદંતર બંધ રહી હતી. આ વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક વાઈરસના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

2020 ના વર્ષને કદાચ સમગ્ર વિશ્વની પ્રજા ભુલવા માગશે તો પણ તે ક્યારેય ભૂલી નહીં શકે.2020 ના વર્ષમાં કોરોના એ આપણા શબ્દકોશમાં Lockdown, Social distance, Sanitization, Unlock સહિતના અનેક શબ્દો શીખવ્યા જેનાથી આપણામાંના ઘણા ખરા લોકો અજાણ હતા અને આ શબ્દો સાથે કંઈ પણ લેવા દેવા ન હતા.

આધુનિક સમયમાં પોતાની પાસે સમય ન હોવાનું રટણ કરતો મનુષ્ય અને માનવજાત ગમે તે કાર્ય કરી શકે એ માનનાર વર્ગને અતિસૂક્ષ્મ વાયરસે એક ક્ષણમાં સમગ્ર વિશ્વને થોભાવી દીધા હતા.

પણ બી પોઝિટીવ, ગમે તેવી ઘોર અંધારી રાત ભલે હોય તો પણ સવારે સોનેરી સૂર્યઉદય થતો હોય છે એવી જ રીતે આપણે આશા રાખીએ કે 2020 ના આ અતિ કષ્ટદાયક વર્ષ બાદ હવે આગામી 2021 નું નવું વર્ષ સમગ્ર વિશ્વ સમુદાય માટે એક નવી આશા સાથે સમૃદ્ધિનું વર્ષ સાબિત થાય.

Loading

The post છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/feed/ 0 1458
ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/ http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/#respond Sat, 06 Jun 2020 06:25:02 +0000 http://revoltnewsindia.com/?p=1103 ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9,887 નવા કેસ, કુલ સક્રિય કેસ 1.15 લાખને પાર દેશમાં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે…ભારત સરકાર મહામારીના બચાવ માટે તમામ સંભવ પ્રયાસ કરી…

The post ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર appeared first on REVOLT NEWS INDIA.

]]>

ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9,887 નવા કેસ, કુલ સક્રિય કેસ 1.15 લાખને પાર

દેશમાં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે…ભારત સરકાર મહામારીના બચાવ માટે તમામ સંભવ પ્રયાસ કરી રહી છે…આમ છતાં, દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે…છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 9,887 નવા કેસ સામે આવ્યા છે….આજે સવારે 8 વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં, 1 લાખ 15 હજાર 942 કેસ સક્રિય છે, તો અત્યાર સુધી 1 લાખ 14 હજાર 72 લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે,

તો અત્યાર સુધી 6,642 દર્દીઓ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે…આ સાથે જ દેશમાં નોંધાયેલા કેસનો કુલ આંકડો 2 લાખ 36 હજાર 657 થઇ ચૂક્યો છે…દેશમાં કોરોનાનું એપી સેન્ટર બની ચૂકેલા મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 80 હજારને પાર પહોંચી ચૂક્યા છે…તો કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં તામિલનાડુ બીજા નંબર પર છે, જ્યાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 28,694 પર પહોંચ્યો છે..તો ત્રીજા નંબર પર આવતા દિલ્લીમાં 26 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.

Loading

The post ભારત કોરોના અપડેટ : પાછલા 24 કલાકમાં પોઝિટિવ કેસ 1.15 લાખને ઉપર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/india-corona-update-positive-cases-above-1-15-lakh-in-last-24-hours/1103/feed/ 0 1103
રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/ http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/#respond Fri, 29 May 2020 05:52:19 +0000 http://revoltnewsindia.com/?p=1001 Report by Dineshkumar Rathod રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા 10 તબીબોએ એકીસાથે રાજીનામા આપ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા એવા ડો. એસ.કે ગઢવીની અચાનક ભાવનગર ખાતે…

The post રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા appeared first on REVOLT NEWS INDIA.

]]>
File Photo

Report by Dineshkumar Rathod

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા 10 તબીબોએ એકીસાથે રાજીનામા આપ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા એવા ડો. એસ.કે ગઢવીની અચાનક ભાવનગર ખાતે બદલી થતા મેડીસીન વિભાગમાં ફરજ બજાવતા અન્ય 10 જેટલા તબીબોમાં રોષ જોવા મળ્યો હતો.

તેમજ આ મામલે તબીબોએ પ્રથમ હોસ્પિટલના ડિન. ડો ગૌરવી ધ્રુવને રજૂઆત કરી હતી અને આ મામલનું નિરાકરણ નહિ આવે તો રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારબાદ આ તબીબો રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને પણ આ મામલે રજુઆત કરવા પહોંચ્યા હતા.

પરંતુ તબીબોની સમસ્યાનું સમાધાન ન થતા અંતે મોડીરાત્રે 10 જેટલા તબીબોએ ડિનને રાજીનામા આપ્યા હતા.બીજી તરફ મેડીસીન વિભાગના ડો. એસ.કે ગઢવી મામલે પણ હજુ સુધી તંત્ર દ્વારા બદલી અંગનો કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા પણ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે, રાજીનામા આપનાર 10 તબીબો હાલ કોવિડ 19 ની સ્થિતિને લઈને પોતાની સેવા ચાલુ રાખવાના છે તેવું પણ જાણવા મળ્યું છે.

Loading

The post રાજકોટ: સિવિલ હોસ્પિટલના 10 તબીબોએ આપ્યા રાજીનામા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-10-doctors-of-civil-hospital-resigned/1001/feed/ 0 1001
અમરેલી: લોકડાઉનના 50 દિવસ પછી નોંધાયેલ પ્રથમ 2 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત http://revoltnewsindia.com/amreli-the-first-2-patients-of-corona-virus-defeated-corona/991/ http://revoltnewsindia.com/amreli-the-first-2-patients-of-corona-virus-defeated-corona/991/#respond Thu, 28 May 2020 09:33:55 +0000 http://revoltnewsindia.com/?p=991 28/May/2020 ડોક્ટર્સની મહેનત અને દર્દીઓના મનોબળે કોરોનાને પછાડ્યો. સુરતથી આવેલા 67 વર્ષીય વૃદ્ધા તેમજ બગસરાના 11 વર્ષીય કિશોરે અંતે મેળવી કોરોના સામે જીત અમરેલી જિલ્લામાં લોકડાઉનના અંદાજે 50 દિવસ બાદ…

The post અમરેલી: લોકડાઉનના 50 દિવસ પછી નોંધાયેલ પ્રથમ 2 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત appeared first on REVOLT NEWS INDIA.

]]>

28/May/2020

ડોક્ટર્સની મહેનત અને દર્દીઓના મનોબળે કોરોનાને પછાડ્યો. સુરતથી આવેલા 67 વર્ષીય વૃદ્ધા તેમજ બગસરાના 11 વર્ષીય કિશોરે અંતે મેળવી કોરોના સામે જીત

અમરેલી જિલ્લામાં લોકડાઉનના અંદાજે 50 દિવસ બાદ તા. 13 મે ના રોજ સૌપ્રથમ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. સુરતથી આવેલી એસ.ટી.બસમાં 67 વર્ષીય વૃદ્ધાને ચાવંડ ચેકપોસ્ટ ખાતે ચેક કરવામાં આવતા તાવ-શરદી જેવા લક્ષણો જણાતાં તેમનું સેમ્પલ લેવાયુ હતું. અને ત્યારબાદ એમનો રિપોર્ટ પોઝિટિવ આવેલો હતો.

ઉપરાંત મૂળ બગસરાના અને સુરતથી બસમાં અમરેલી આવેલા કિશોરનો રિપોર્ટ કરાવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેની પણ સિવિલ ખાતે સારવાર શરૂ હતી. આ બન્ને દર્દીઓ હાલ કોરોનાને મહાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઇ ચૂક્યા છે તેમજ આજરોજ તેમને સિવિલમાંથી રજા પણ આપવામાં આવી છે.

આ વૃદ્ધા તેમજ કિશોરએ સિવિલ ખાતે સતત કોરોના સામે જંગ ખેલી અને અંતે જીત હાંસિલ કરી છે. આ દિવસો દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે તેમને નિષ્ણાંત ડોકટર્સ દ્વારા કોરોનાને લગતી ઉત્તમ સારવાર આવી હતી. ડોકટર્સની મહેનત અને આ દર્દીઓના મનોબળને કારણે અંતે તેમણે કોરોનાને હરાવ્યો છે અને તેમને સિવિલમાંથી રજા આપવામાં આવતા તમામ આરોગ્યકર્મીઓ તેમજ દર્દીઓના ચહેરા પર ખુશીઓ છવાઈ ગઈ હતી.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે આ દર્દીઓને શુભેચ્છાઓ સહ વિદાય આપી હતી.

Loading

The post અમરેલી: લોકડાઉનના 50 દિવસ પછી નોંધાયેલ પ્રથમ 2 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/amreli-the-first-2-patients-of-corona-virus-defeated-corona/991/feed/ 0 991
ઉપલેટા: જુગાર રમતા શખ્સોને પકડી પાડતી ઉપલેટા પોલીસ http://revoltnewsindia.com/upleta-police-catch-gamblers/987/ http://revoltnewsindia.com/upleta-police-catch-gamblers/987/#respond Thu, 28 May 2020 09:06:10 +0000 http://revoltnewsindia.com/?p=987 28/May/2020, By Rajesh Chauhan ઉપલેટા પી.આઈ વી.એમ.લગારીયા તથા પોલીસ સ્ટાફના ગગુભાઈ ગઢવી તથા નીરવભાઈ ઉટડીયાને હકીકત મળતા ઉપલેટા ખાટકીવાળામાં રહેતાં મોહીન દિલાવર શેખ મુલ્લા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો…

The post ઉપલેટા: જુગાર રમતા શખ્સોને પકડી પાડતી ઉપલેટા પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

28/May/2020, By Rajesh Chauhan

ઉપલેટા પી.આઈ વી.એમ.લગારીયા તથા પોલીસ સ્ટાફના ગગુભાઈ ગઢવી તથા નીરવભાઈ ઉટડીયાને હકીકત મળતા ઉપલેટા ખાટકીવાળામાં રહેતાં મોહીન દિલાવર શેખ મુલ્લા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવી રહયો હોવાની હકીકત મળતા રેઇડ કરતા આરોપી મોહીન દિલાવર શેખ મુલ્લા રહેવાસી ઉપલેટા,રજાક ઉર્ફે અકુડો કાસમભાઈ કટારીયા રહે. ઉપલેટા,ઇકબાલ મોહમદ હુસેન બુખારી રહે.ઉપલેટા, નવાઝ દિલાવર શેખ રહે.ઉપલેટા ખાટકી વાળામાથી કુલ રોકડ રૂ. 20960/-સાથે પકડી પાડી જુ.ધા. કલમ 4-5 મુજબ ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં પો.ઇન્સ..વી.એમ.લગારીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Loading

The post ઉપલેટા: જુગાર રમતા શખ્સોને પકડી પાડતી ઉપલેટા પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/upleta-police-catch-gamblers/987/feed/ 0 987
ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/ http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/#respond Thu, 28 May 2020 07:06:54 +0000 http://revoltnewsindia.com/?p=977 28/May/2020, By Kaushal Solanki Dhoraji ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશને અનુસાર ધોરાજી અને આજુબાજુ ચાર તાલુકાઓ વચ્ચે સેમ્પલ કલેક્શન ચાલુ કરવામાં આવેલ છે. તેમાં અત્યાર સુધીના 250 સેમ્પલ લેવામાં આવ્યા…

The post ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

28/May/2020, By Kaushal Solanki Dhoraji

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશને અનુસાર ધોરાજી અને આજુબાજુ ચાર તાલુકાઓ વચ્ચે સેમ્પલ કલેક્શન ચાલુ કરવામાં આવેલ છે. તેમાં અત્યાર સુધીના 250 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાં ગઈ કાલ સુધીના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, અને આજરોજ 29 સેમ્પલના રિપોર્ટ વેઇટિંગમાં છે. અંતે સરકારી હોસ્પિટલ દરરોજ 12:30 વાગ્યા થી 6 વાગ્યા સુધી શંકાસ્પદ દર્દીઓના ગળાના અને નાકના શો કલેક્ટ કરી ગાઈડ લાઈન મુજબ પેકિંગ કરી અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે વાહન મારફતે મોકલવામાં આવે છે અને સવારે આવતા તમામ દર્દીઓ માટે સેનિટાઇઝર અને હેન્ડવોશની સુવિધા કરવામાં આવી છે.સોશ્યિલ ડીસ્ટન્સ જાળવવામાં આવે છે.

RMO ડોક્ટર બેરા સાહેબ, બ્રધર સોલંકીભાઈ હોસ્પિટલના લેબોરેટરી ટેકનીશીયન પાંચાભાઇ હેલ્થ વર્કર જસ્મીન ભાઈ તથા રતનબેન સેવા પૂરી પાડી હતી એવું ડોક્ટર જયેશ દ્વારા જણાવ્યું હતું

Loading

The post ધોરાજી હોસ્પિટલ ખાતે Covid_19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/samples-of-covid-19-suspected-patients-were-taken-at-dhoraji-hospital/977/feed/ 0 977
દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/ http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/#respond Wed, 27 May 2020 10:00:49 +0000 http://revoltnewsindia.com/?p=952 કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4337 લોકોના મોત થયા દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે રિકવરી રેટ વધતા ચોક્કસ રાહતના સમાચાર છે. બુધવારના આંકડાઓ પર…

The post દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4337 લોકોના મોત થયા

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જોકે રિકવરી રેટ વધતા ચોક્કસ રાહતના સમાચાર છે. બુધવારના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં હાલ કોરોના વાયરસના 83 હજાર એક્ટિવ કેસ છે. જ્યારે 64 હજારથી વધુ લોકો સાજા થઈ ઘરે પહોંચ્યા છે. તો આ તરફ 4300થી વધુના કોરોના વાયરસથી મોત થયા છે. કેન્દ્રિય આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ

83,004 એક્ટિવ કેસ
64,425 સાજા થયા
4,337 મૃત્યુથયા

Loading

The post દેશમાં 83 હજારથી વધુ એક્ટિવ કેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/more-than-83000-active-in-the-country/952/feed/ 0 952
चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/ http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/#respond Wed, 20 May 2020 10:04:29 +0000 http://revoltnewsindia.com/?p=929 जम्मू और कश्मीर में कोरोना वायरस के कारण चल रहे लॉकडाउन ने हर उद्योग को बुरी तरह प्रभावित किया है, फल उद्योग से जुड़े फल उत्पादक भी लॉकडाउन के कारण…

The post चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>

जम्मू और कश्मीर में कोरोना वायरस के कारण चल रहे लॉकडाउन ने हर उद्योग को बुरी तरह प्रभावित किया है, फल उद्योग से जुड़े फल उत्पादक भी लॉकडाउन के कारण अपने भविष्य को लेकर चिंतित हैं।

कश्मीर में इन दिनों, चेरी फल जिसे स्थानीय भाषा में ग्लास कहा जाता है, पकने के लिए तैयार है। हालांकि, चेरी उत्पादकों को डर है कि यदि राष्ट्रव्यापी लॉकडाउन जारी रहता है, तो फल उद्योग पर इसका नकारात्मक प्रभाव पड़ सकता है।

चेरी उत्पादकों का कहना है कि लॉकडाउन ने पिछले वर्षों की तुलना में अधिक समस्याएं पैदा की हैं।

इस वर्ष चेरी को ठीक से नहीं लगाया गया है क्योंकि इसकी खेती प्रणाली लॉकडाउन से प्रभावित हुई है। चाहे वह दवा का छिड़काव हो या खाद डालना , यह लॉकडाउन और कोरोना वायरस के खतरों के कारण ठीक से नहीं किया जा सका, जिससे उत्पादन में काफी कमी भी आईं।यह आशंका है कि इस साल चेरी की फसल उतना मुनाफ़ा नहीं हो सकता है

Loading

The post चेरी फल कश्मीर घाटी में तैयार है, लेकिन लॉकडाउन के कारण चेरी उत्पादकों को डर है कि वे इस साल लाभ नहीं कमाएंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jammu-kashmir-news-cherry-fruit-is-ready-in-kashmir-valley-but-due-to-lockdown-cherry-growers-fear-they-will-not-make-profit-this-year/929/feed/ 0 929