JamnagarNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jamnagarnews/ News for India Fri, 12 Nov 2021 10:15:12 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png JamnagarNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jamnagarnews/ 32 32 174330959 Jamnagar: જીલ્લાના ચેલા ગામથી મફેડ્રોન પાવડર સાથે એક ઇસમને પકડી પાડતી SOG http://revoltnewsindia.com/jamnagar-sog-nabbing-one-person-with-mefedron-powder-from-chela-village-in-the-district/4376/ http://revoltnewsindia.com/jamnagar-sog-nabbing-one-person-with-mefedron-powder-from-chela-village-in-the-district/4376/#respond Fri, 12 Nov 2021 10:06:08 +0000 https://revoltnewsindia.com/?p=4376 જામનગરના ચેલા ગામમાંથી મેફેડ્રોન પાવડર ૩૪ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા .૩,૫૦,૨૦૦ / – સાથે ઈમ્તિયાઝ રસીદભાઈ લાખા ને ઝડપી તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…

The post Jamnagar: જીલ્લાના ચેલા ગામથી મફેડ્રોન પાવડર સાથે એક ઇસમને પકડી પાડતી SOG appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગરના ચેલા ગામમાંથી મેફેડ્રોન પાવડર ૩૪ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા .૩,૫૦,૨૦૦ / – સાથે ઈમ્તિયાઝ રસીદભાઈ લાખા ને ઝડપી તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી . આરોપી …. ઇમ્તિયાઝ રસીદભાઇ લાખા ( રહે , ચેલા ગામ તા.જી. જામનગર )

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: જીલ્લાના ચેલા ગામથી મફેડ્રોન પાવડર સાથે એક ઇસમને પકડી પાડતી SOG appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-sog-nabbing-one-person-with-mefedron-powder-from-chela-village-in-the-district/4376/feed/ 0 4376
Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/ http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/#respond Fri, 29 Oct 2021 14:22:38 +0000 https://revoltnewsindia.com/?p=4190 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા…

The post Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા તમામ કર્મચારીઓનો ઓકટોબર મહિનાનો પગાર વહેલો કરી દેવાતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. વર્ગ-4ના તમામ કર્મચારીઓને નિયમ મુજબ બોનસ (Bonus)ની પણ ચૂકવણી કરી દેવામા આવી છે.

જામનગર મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને દિવાળીના તહેવાર અનુસંધાને આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓનો પહેલો પગાર કરી દેવામાં આવ્યો છે, તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને પગાર સાથે વર્ગ-4ના કર્મચારીઓને પગાર સાથે બોનસ પણ આપવામાં આવ્યું છે.

તેમાં આસિસ્ટન્ટ કમિશનર ડો ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કરાયેલા વધારાની જાહેરાતનો પ્રથમ હપ્તો પણ જામનગર મનપા દ્વારા ચૂકવી આપવામા આવ્યો છે. વર્ગ-4ના 276 કર્મચારીઓ ઉપરાંત રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને પણ નિયમ મુજબ બોનસની ચૂકવણી કરી દેવામા આવી છે.

રિપોર્ટ: વિરલ સોની,જામનગર.

Loading

The post Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/feed/ 0 4190
Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/ http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/#respond Fri, 29 Oct 2021 14:06:19 +0000 https://revoltnewsindia.com/?p=4186 જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી…

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર (Application) અપાયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નેચરલ કેલામીટી એકટ દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં અમલમાં છે.

સરકારે આ કાયદાનો અમલ બંધ થયાની કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. આ કાયદો અમલમાં હોવાથી તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ. પરંતુ તેના બદલે અત્યારે તો વાડ ચીભડાં ગળે તેવી સ્થિતિમાં ખૂદ સરકારે જ ખેડૂતોના અધિકાર પર કાતર મૂકી દીધી હોય તેમ આ કાયદાઓને કોરાણે મૂકી દીધા છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/feed/ 0 4186
Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/ http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/#respond Fri, 29 Oct 2021 13:57:34 +0000 https://revoltnewsindia.com/?p=4181 Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનોમામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ…

The post Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો
મામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર (Corruption) નો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અધિકારીઓની મિલિભગતના કારણે આ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરાયો હતો. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામની રજુઆતને લઈને મનપાના ડે. કમિશનરએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી અને સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી.

જામનગરમાં ભુગર્ભ ગટરની સુવિધાની જગ્યાએ મોટી દુવિધા ઉભી કર્યા હોવાનો વિપક્ષી નેતાઓએ કર્યો છે. અને આ દુવિધા ઉભી કરનાર પાછળ જવાબદાર કોણ? તેવા અનેક સવાલ સામે આવ્યા છે. તેમજ ડે. કમિશનર દ્વારા આપેલા નિવેદનને, ઉલ્ટા ચોર કોતવાલ કો દંડે  જેવો ઘાટ સર્જાયાનું જણાવીઆગામી સમયમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરે તો હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ દ્વારા કમિશનર કચેરી બહાર હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ માંગણી કરાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ અંગે તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે પછી વિપક્ષ હાઇકોર્ટના શરણે જશે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/feed/ 0 4181
Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/ http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/#respond Fri, 29 Oct 2021 13:37:40 +0000 https://revoltnewsindia.com/?p=4176 જામનગર (Jamnagar)  સાંસદ (Member of Parliament)  પૂનમબેન માડમ (Poonamben Maadam) ના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ, જામનગર ખાતે ભારત સરકારની લીડ બેંક જામનગર દ્વારા મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું હતું. 14 બેંકો…

The post Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar)  સાંસદ (Member of Parliament)  પૂનમબેન માડમ (Poonamben Maadam) ના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ, જામનગર ખાતે ભારત સરકારની લીડ બેંક જામનગર દ્વારા મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું હતું.

14 બેંકો દ્વારા 41.77 કરોડની 1,390 લોન મંજૂર કરી વિતરણ કરવામાં આવ્યું

ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળ પી.એમ.એમ.વાય, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા લોન, પી.એમ.ઇ.જી.પી., એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વગેરે સરકારી યોજનાઓ અંતર્ગત કુલ 14 બેંકો (એસ.બી.આઈ., યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, આઇ.ડી.બી.આઇ. બેંક,

સી.બી.આઇ.,પી.એન.બી. આર.એસ.ઇ.ટી.આઈ વગેરે દ્વારા  1,390 લોન અરજીઓ ગ્રાહ્ય રાખી કુલ 41.77  કરોડ રૂપિયાની ધિરાણ મંજૂર કરી સાંસદ તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં નાના ઉદ્યોગો અને લઘુ વેપારીઓને માઠી અસરો પહોંચી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા તમામ બેંકોને લઘુ વેપારીઓ અને ઉદ્યોગને ફરીથી સશક્ત બનાવવા માટે ઝડપભેર લોન આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.

સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાતા લઘુ વ્યાપારીઓને સરકારનો સાથ મળ્યો છે. બેંકોના કામ લોકોના જીવન અને આર્થિક વ્યવહાર સરળ અને સુગમ બનાવવા માટે ધિરાણ વધારવાનું અને વિભિન્ન સરકારી યોજનાઓનું ત્વરિત અમલીકરણ કરે એ જરૂરી છે.

લોકોને સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેંશન યોજના જેવી યોજનાઓનો લાભ લોકોને સમજાવીને લેવા પ્રેરિત કરવા જોઈએ.

આ કેમ્પમાં વિવિધ બેંકનાં સ્ટોલ વચ્ચે બેસ્ટ સ્ટોલ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં બેંક.ઓફ.બરોડાનો સ્ટોલ વિજેતા બન્યો હતો, જેમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી.

આ મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઇ ચનીયારા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ,  ગોપાલભાઇ સોરઠીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, એ.પી.એમ.સી. જામનગરના પ્રેસિડેન્ટ  પ્રવિણસિંહ ઝાલા,

એસ.બી.આઈ.ના રાજકોટ મોડ્યુલ ડીજીએમ  વિનોદ અરોરા, બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ  અમરીંદરકુમાર, ડી.આર.ડી.એના નિયામક  રાજેન્દ્ર રાયજાદા, નાયક મ્યુનિ. કમિશનર  એ.કે.વસ્તાણી,એસ.બી.આઇ. જામનગરના એ.જી.એમ ભૂપેન્દ્ર રામાણી, લીડ બેંકના ચીફ મેનેજર  દીક્ષિત ભટ્ટ તથા ૧૨ બેંકોના અધિકારીઓ, વિવિધ વિસ્તારના કોર્પોરેટરઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/feed/ 0 4176
Jamjodhpur: સત્તાપર મુકામે ત્રિવીધ અનાવરણ કાર્યક્રમ યોજાયો http://revoltnewsindia.com/a-three-way-unveiling-ceremony-was-held-at-jamjodhpur-sattapar-mukham/4069/ http://revoltnewsindia.com/a-three-way-unveiling-ceremony-was-held-at-jamjodhpur-sattapar-mukham/4069/#respond Tue, 26 Oct 2021 12:55:09 +0000 https://revoltnewsindia.com/?p=4069 જામજોધપુર(Jamjodhpur) ના સતાપર (Satapar) મુકામે માતૃશ્રી દિવંગત જીવીબેન ચનાભાઈ રાઠોડ આદરાંજલી કાર્યક્રમ અંતર્ગત બાબા સાહેબ પ્રતિમા અનાવરણ તથા લાયબેરી અનાવરણ તથા પંચશીલ બોદ્ધ વિહાર અનાવરણસમારોહ દાતાશ્રી વિજયભાઈ રાઠોડ તથા અગ્રણીઓની…

The post Jamjodhpur: સત્તાપર મુકામે ત્રિવીધ અનાવરણ કાર્યક્રમ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામજોધપુર(Jamjodhpur) ના સતાપર (Satapar) મુકામે માતૃશ્રી દિવંગત જીવીબેન ચનાભાઈ રાઠોડ આદરાંજલી કાર્યક્રમ અંતર્ગત બાબા સાહેબ પ્રતિમા અનાવરણ તથા લાયબેરી અનાવરણ તથા પંચશીલ બોદ્ધ વિહાર અનાવરણસમારોહ દાતાશ્રી વિજયભાઈ રાઠોડ તથા અગ્રણીઓની ઉપસ્થીતીમાં યોજાયો દાતાશ્રી વિજયભાઈ રાઠોડ દ્વારા પોતાના માતુશ્રીના સ્મરણર્થે સમાજ માટે આવુ કાર્ય કરી સમાજને નવો રાહ ચીંધયો છે.

અને જણાવ્યું છે કે પરિવારમાં આપણા વડીલોના મરણ પછી વિવિધ જાત નથી વિધીના નામે અનેક જાતના પૈસાનો ખર્ચ કરીએ છીએ તેમના કરતા સમાજને ઉપયોગી થાય તેવી વસ્તુનું નિર્માણ કરી સમાજને શિક્ષત અને સુશીલ બનાવાએ આ સાથે સમુહ ભોજન તથા રાત્રે ભવ્ય ભીમ ડાયરો રાખેલ હતો.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamjodhpur: સત્તાપર મુકામે ત્રિવીધ અનાવરણ કાર્યક્રમ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-three-way-unveiling-ceremony-was-held-at-jamjodhpur-sattapar-mukham/4069/feed/ 0 4069
Jamnagar: GIDCમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો http://revoltnewsindia.com/bogus-doctor-caught-from-jamnagar-gidc/4036/ http://revoltnewsindia.com/bogus-doctor-caught-from-jamnagar-gidc/4036/#respond Tue, 26 Oct 2021 06:44:32 +0000 https://revoltnewsindia.com/?p=4036 જામનગર (Jamnagar) દરેડ જી.આઇ.ડી.સી. (GIDC) માં ગેરકાયદેસર દવાખાનું (Hospital) ચાલતાની જાણ એ એસ ઇ. એલ એમ જાડેજા તથા પો . કોન્સ જયદીપસિંહ જાડેજા ને થતાં માહિતીના આધારે PSI સી.એમ.કાંટેલિયા ના…

The post Jamnagar: GIDCમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) દરેડ જી.આઇ.ડી.સી. (GIDC) માં ગેરકાયદેસર દવાખાનું (Hospital) ચાલતાની જાણ એ એસ ઇ. એલ એમ જાડેજા તથા પો . કોન્સ જયદીપસિંહ જાડેજા ને થતાં માહિતીના આધારે PSI સી.એમ.કાંટેલિયા ના અધ્યક્ષથાને રેડ કરતા હકીકત વરી જગ્યા એ એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો ઇસમ દિલીપ નથુભાઇના પ્રસાદ  ઉવ 58 ધંધો બોગસ ડોક્ટર રહે અવધ હોન્ડા શો રૂમ પાછળ પુષ્કર ધામ સોસાયટી તા.જી.જામનગર મુળ રહે તેલપા છુપરા ગામ જી , છપરા રાજ્ય બિહાર વાળાને જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શનો તથા મેડીકલના સાધનો કુલ મળી રોકડા રૂપીયા 2980/ – ના મુદામાલ સાથે પકડી એ.એસ.આઇ એમ , એલ.જાડેજા એ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: GIDCમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bogus-doctor-caught-from-jamnagar-gidc/4036/feed/ 0 4036
Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/ http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/#respond Sat, 23 Oct 2021 18:08:36 +0000 http://revoltnewsindia.com/?p=3986 જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી…

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસીબીની ઝપટે ચડેલ નાયબ મામલતદાર અગાઉ પણ લાંચ લેતા પકડાયો હતો.

જામનગર સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે. જામનગર શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામતલદાર ચેતન ઉપાધ્યાયે ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક વેપારી પાસેથી ફટાકડાના લાયસન્સ માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ ફરિયાદી વેપારી આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.

જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય રૂપિયા દસ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપી નાયબ મામલતદારની ધરપકડ કરી કચેરીએ લઇ જઈ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ અધિકારી દસકા પૂર્વે પણ લાંચ લેતા પકડાયો હતો.

જેની કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ ફરી ક્રીમ પોસ્ટ પર ગોઠવાઈ ગયો હતો. એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા જ મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એસીબીએ આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે એમ એસીબી સુત્રોએ જણાવ્યું છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/feed/ 0 3986
Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/ http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/#respond Wed, 20 Oct 2021 05:23:35 +0000 https://revoltnewsindia.com/?p=3852 જામનગર (Jamnagar)માં કાલાવડનાકા (Kalawadnaka) બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો (Attack) થયો હતો. બે વર્ષની નાનકડી બાળકીને માર મારતા ફીટકાર લાગણી સાથે રોષ ભભૂક્યો. જામનગર…

The post Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo: Symbolic image

જામનગર (Jamnagar)માં કાલાવડનાકા (Kalawadnaka) બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો (Attack) થયો હતો. બે વર્ષની નાનકડી બાળકીને માર મારતા ફીટકાર લાગણી સાથે રોષ ભભૂક્યો.

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટી નજીક આદર્શ પૂલ પાસેથી પસાર થતા દંપતી અને બે વર્ષના બાળકને રાત્રિના સમયે પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ આંતરીને આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

એકાએક થયેલા હુમલાથી દંપતી અવાચક થઈ ગયું હતું અને હુમલામાં પતિ-પત્ની અને બાળકને ઈજાઓ પહોંચી હતી

હુમલાખોરો રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પતિ-પત્ની અને બાળકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને દંપતી અને બાળક ઉપર હુમલો કરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધવા તેમજ શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/feed/ 0 3852
Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/ http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/#respond Wed, 20 Oct 2021 05:04:45 +0000 https://revoltnewsindia.com/?p=3848 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે. ત્યારે મહિલા…

The post Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo: કોર્પોરેટર રચનાબેન નંદાણીયા

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે.

ત્યારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને કરવામાં આવી હતી.

જેથી આજે સોમવારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાખી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા તંત્રમાં અફરા-તફરી સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો છે.

મહાનગરપાલિકાના પહેલા માળ પાસે આવેલા મહિલા વોશરૂમ પાસે રચનાબેન ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા બાદ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેથી મામલો થાળે પડ્યો હતો. ત્યારે જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ પાણીની અવ્યવસ્થા સર્જાય છે, તો શહેરમાં કેવી પરિસ્થિતિ હશે તેવી લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, મહિલા વોશરૂમમાં આખરે પાણી શરૂ થતા હાલ આ પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/feed/ 0 3848