ટંકારાના છત્તર ગામેથી એક મહિલા સહીત દસ શકુનિઓ ઝડપાયા |Tankara|

SHARE THE NEWS

પોલીસ દ્વારા કુલ રૂ. 1.76 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો.

ટંકારા|Tankara|તાલુકા પોલીસે|Police| છત્તર ગામમાંથી એક મહિલા સહીત જુગાર રમતા દસ પત્તાપ્રેમીઓને|Gambler| ઝડપી પાડીને દસેય ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

ટંકારાના છત્તર ગામે સીમ વિસ્તારમાં આવેલ દિપકભાઈ રાણાભાઈ ઝાપડાની વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો કરતા વાડી માલિક દીપકભાઈ (રહે.ટંકારા) સહીત અશોકસિંહ ગુમાનસિંહ જાડેજા (રહે. રાજકોટ), મનીષભાઈ મોહનભાઈ આડેસરા (રહે.રાજકોટ), જયેશભાઈ માનસંગભાઈ વાવેચા (રહે. બાલંભા તાલુકો જોડીયા), જયંતિભાઈ પ્રેમજીભાઈ જાવિયા (રહે. સરપદળ), જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી (રહે. ટંકારા), દિલીપભાઈ માણંદભાઈ પરમાર (રહે. રાજકોટ), અશોકભાઈ મોહનભાઇ જીવાણી (રહે. મોરબી), રોહિતભાઈ વાસુરભાઈ બસિયા (રહે. મીતાણા) અને ભક્તિબેન જયંતીભાઈ રાજગોર (રહે. રાજકોટ) ને ઝડપી પાડીને કુલ રોકડ રકમ રૂ. 1,32,700 તથા 7 નંગ મોબાઈલ મળી કુલ રૂ. 1,76,200 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ટંકારા તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *