Jamnagar: ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આજી-4 ડેમના 7 દરવાજા 12 ફૂટ ખોલવાની ફરજ પડી

SHARE THE NEWS

જામનગર (Jamnagar) શહેરમાં 5 ઇંચ, કાલાવડ (Kalawad) માં 4 ઇંચ, લાલપુર (Lalpur) 5 ઇંચ, જામજોધપુર (Jamjodhpur) માં અઢી ઇંચ, સમાણા (Samana) ગામમાં 9 ઇંચ, મોટાખડબા ગામમાં 6 ઇંચ, શેઠવડાલાં 5 ઇંચ, વસઈ ગામમાં 4 ઇંચ.

જામનગરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આજી-4 ડેમના 7 દરવાજા 12 ફૂટ ખોલવાની ફરજ પડી હતી.

જામનગર શહેરમાં બપોરના સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકોની હાલાકી વધી હતી. થોડા દિવસ પહેલા શહેરના નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

જેથી ફરીએકવાર જામનગર શહેરમાં અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા લોકોની ચિંતા વધી છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલા આજી-4 ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની ભરપૂર આવક થતા ડેમના સાત દરવાજા 12 ફૂટ ખોલવામા આવ્યા હતા.

ડેમના હેઠવાસમાં આવતા બાલંભાસ, રણજીતપર, હીરાપર, મોરાણા, તારાણા, માધાપર, જામપર, માણામોરા, ભીમકટા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તાકીદ કરવામા આવી છે.

શહેરના મુખ્ય રોડ પર સુમસામ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પણ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં અને નદીના પટમાં અવરજવર ન કરવા પ્રતિબંધ મૂક્યો છે અને તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા અડધો કલાક થયા શહેરમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ભારે વરસાદની આગાહી હોવાના કારણે તંત્ર એક્શનમાં આવી ગયું છે.

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકરથી લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકો સ્થાનાંતર જગ્યાએ સ્થાઈ થઈ જાય ત્યારે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ જોવા મળી રહ્યું છે અને પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાઉન્ડ અને માઇક દ્વારા સુચના આપી રહ્યા છે.

જ્યારે રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં જેમકે દરેડ ચંદા ચેલા નવાનાગના જુનાનાગના સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકર અને સાઉન્ડ દ્વારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે

રિપૉર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *