આજે સમગ્ર વિશ્વમાં મહાપુરુષ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
સ્વામી વિવેકાનંદનો જુનાગઢ અને સોરઠ પંથક સાથે ખાસ નાતો રહ્યો હતો. ભારત પ્રવાસ દરમિયાન સ્વામી વિવેકાનંદે Junagadh માં ગિરનાર ક્ષેત્રમાં યોગ સાધના કરી અહીંની તપોભૂમિથી ખુબ પ્રભાવીત થયા હતા.
ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રના સમન્વય એવા Girnar ગિરનાર ક્ષેત્રમાં ધ્યાન કરી સ્વામી વિવેકાનંદે સોરઠ પંથકના કેટલાક મહત્વના સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
મહત્વનુ છે કે આજના દિવસ (12 જાન્યુઆરી) ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદ હંમેશા કહેતા હતા કે સમયની સાથે કદાચ તમારી સંપત્તિનો નાથ થાય, શરીરનું સૌંદર્ય પણ ઘટે પરંતુ જ્ઞાન જ એક એવી વસ્તુ છે જે ઉંમર વધવાની સાથે-સાથે વધતુ રહે જેથી દરેક વ્યક્તિએ રોજ નવું શીખવાની ધગસ રાખવી જોઈએ.
લેખક: પ્રતીક પંડયા, જુનાગઢ