28/May/2020
પીપલ્સ વેલ્ફેર સોસાયટી ડુમિયાણી કેમ્પસમાં અનેક વિધ શૈક્ષણીક સંકુલો ચાલે છે. જેમાં વિવિધ વિધાશાખા ડીગ્રી કોષૅ ચાલુ છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવરના માગૅદશૅન હેઠળ વિવિધ શૈક્ષણીક યુનીટોમા ઊંચ લાયકાત ધરાવતો સ્ટાફની સાથે અધતન બીલ્ડીગ વિશાળ લાયબ્રેરી કોમ્પ્યુટર લેબ ફીઝીકલ કેમેસ્ટ્રી બાયોલોજી વિષયની અધતન સાધનો સાથેની લેબોરેટરી પણ તૈયાર કરેલ છે.
ચાલુ વષૅ જુન-2020થી એક નવું શૈક્ષણીક યુનિટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.વી.બી.એમ સાયન્સ કોલેજ બી.એસ.સી ની મંજુરી મળેલ છે. નવી શરૂ થતી આ સાયન્સ કોલેજમાં પુણૅ લાયકાત ધરાવતા સ્ટાફની ભરતી કરવામાં આવેલ છે. આ સાયન્સ કોલેજમાં મુખ્ય વિષય કેમેસ્ટ્રી, ફીઝીકસ અને મેથ્સ નવા વષૅથી ચાલુ કરેલ છે તેવું આ સંસ્થાના મોભી બળવંતભાઈ મણવરે જણાવ્યું છે.
ઉપલેટા વિસ્તારમાં અને તેની આસપાસના 50 કી.મી વિસ્તારમાં એક પણ સાયન્સ કોલેજ હતી નહી. તેથી ઉપલેટા,ધોરાજી,જેતપુર, ભાયાવદર, જામજોધપુર, માણાવદર, કુતિયાણા, બાટવા વિસ્તારમાં રહેતા સાયન્સના વિધાથીઓ માટે બી.એસ.સી.કરવું હોયતો દુર દુર સુધી જવું પડતું હતું તેઓને અગવડતા ન પડે તેથી ધોરણ-12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીને નજીકમાં જ વિસ્તારમાં અભ્યાસની સુવિધાઓ નજીક મળી રહે તે હેતુથી કોલેજ ચાલુ કરવાની આવેલ છે.
ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ મધ્યમ અને ગરીબ વગૅને પરવડે તેવી ફી સાથે એડમીશન પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરેલ છે. બહેનો તથા ભાઈઓ માટેની અલગ અલગ હોસ્ટેલની સુવિધા પણ મળી રહશે આ બી.એસ.સી કોલેજ મંજુર થતા આજુબાજુના ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએથી રાજકીય સામાજીક અગ્રણીઓ શિક્ષણશાસ્ત્રીઓ તેમજ વિધાથીના વાલી તરફથી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીને શુભેચ્છા પાઠવેલ છૈ.