Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ

SHARE THE NEWS

Lok Sabha Elections 2024: બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી-2024 માટે ઉત્તરપ્રદેશમાંથી તેમના 16 ઉમેદવારો (BSP Candidates List)ના નામની જાહેરાત કરી દીધી છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડીનેટર આકાશ આનંદે આ માહિતી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X-એક્સ (ટ્વિટર) પર શેર કરી છે, ત્યારે વાંચો કોને ક્યાંથી ટિકિટ મળી.

બહુજન સમાજ પાર્ટીએ રવિવારે ઉત્તરપ્રદેશમાંથી આગામી લોકસભા ચૂંટણી-2024 માટે 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બસપાએ સાત મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.

જેમાં સહારનપુર સીટ પર સપા-કોંગ્રેસ ગઠબંધનના ઈમરાન મસૂદ સામે માજીદ અલીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કૈરાના લોકસભા સીટ પરથી શ્રીપાલ સિંહનો મુકાબલો ઇકરા હસન સામે થશે.

દારા સિંહ પ્રજાપતિ મુઝફ્ફરનગર સીટથી, વિજેન્દ્ર સિંહ બિજનૌરથી મેદાનમાં છે. સુરેન્દ્ર પાલ સિંહને BSP તરફથી નગીના (SC)થી ટિકિટ મળી છે. મોહમ્મદ ઈરફાન સૈફીને મુરાદાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જીશાન ખાન રામપુર બેઠક પરથી ચૂંટણી લડશે.

શૌલત અલીને સંભલ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ શફીકુર રહેમાન બર્કના અનુગામી ઝિયાઉર રહેમાન સાથે સ્પર્ધા કરશે.

બસપાએ અમરોહા લોકસભા સીટ પરથી મુજાહિદ હુસૈનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમનો મુકાબલો ભાજપના કંવર સિંહ તવર અને સપા-કોંગ્રેસ ગઠબંધનના દાનિશ અલી સાથે થશે.

ઉત્તરપ્રદેશમાંથી 16 ઉમેદવારોની યાદી:

સહારનપુર સીટથી માજીદ અલી,
કૈરાના લોકસભા સીટથી શ્રીપાલ સિંહ,
મુઝફ્ફરનગર બેઠક પરથી દારા સિંહ પ્રજાપતિ,
બિજનૌર લોકસભા સીટથી વિજેન્દ્ર સિંહ,
નગીના (SC) બેઠક પરથી સુરેન્દ્ર પાલ સિંહ,
મુરાદાબાદથી મોહમ્મદ ઈરફાન સૈફી,
રામપુરથી જીશાન ખાન,
સંભલથી શૌલત અલી,
અમરોહા મુજાહિદ હુસૈન,
મેરઠથી દેવવ્રત ત્યાગી,
બાગપતથી પ્રવીણ બંસલ,
ગૌતમ બુદ્ધ નગરથી રાજેન્દ્રસિંહ સોલંકી,
બુલંદશહેર (SC)બેઠક પરથી ગિરીશ ચંદ્ર જાટવ,
આંવલાથી આબિદ અલી,
પીલીભીતથી અનીસ અહેમદ ખાન ઉર્ફે ફૂલબાબુ,
શાહજહાંપુર (SC)બેઠક પરથી ડો. દોદરામ વર્મા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *