Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાનને નિર્દયતાથી માર મારવામાં આવતા હાલ આ દલિત યુવાન હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
શું છે પૂરો મામલો
મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામના વતની અને હાલ વંથલી તાલુકાના કણજા ગામે રેતીના ફેરા કરવા માટે ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા બિપિન જયસુખભાઈ પરમાર (32) ઉપર ખનીજ માફિયાઓ દ્વારા ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર દલિત યુવાન બિપિન જયસુખભાઈ પરમાર વંથલી તાલુકાના કણજા ગામે પ્રદીપ મિયાત્રાના રેતી ચારવાના ચારણે આવેલા મકાનમાં રહે છે.
આ પણ વાંચો: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ
ભોગ બનનાર દલિત યુવાન બિપિન કોડીનાર બાજુ રેતીનો ફેરો કરવા ગયેલ હતો. ત્યારે એક ગ્રાહકે તેને રેતીના ફેરાનો ભાવ પૂછ્યો હતો. આ ગ્રાહક કેશોદ તાલુકાના મંગલપુર ગામના સતિશ મરઢ અને અર્જુન પાસેથી પણ રેતી મંગાવતા હોય જેથી બિપિન પાસેથી રેતી લે છે તેવું તેઓને જણાઈ આવ્યું હતું.
જેને લઈને ખનીજ માફિયાઓ દ્વારા અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિનને ફોન કરીને તું કેમ રેતીના ફેરાના ભાવ ઓછા કરીને ભાવ બગાડે છે. તેમ કહીને ગાળા-ગાળી કરી હતી.
બાદમાં આ ખનીજ માફિયાઓ દ્વારા કણજા ગામ પાસે એસયુવી ગાડીમાં આવીને આ અત્યાચારનો ભોગ બનનાર યુવાન બિપિનને આંતરીને બેફામ રીતે લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો.
જેના કારણે દલિત યુવાન બિપિનના પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ આ ગુંડાઓ દ્વારા દલિત યુવાન બિપિનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!
તેમજ આ યુવાનને જાતિ પ્રત્યે પણ હડધૂત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બિપિનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
વંથલી પોલીસે દલિત યુવાન બિપિનની ફરિયાદ લઈને પાંચેય ગુંડાઓ વિરુદ્ધ જુદા જુદા કાયદાઓ મુજબ ગુનો દાખલ કરીને ફરિયાદ દાખલ કરી છે. આ કેસની તપાસ ડીવાયએસપી ડી વી કોડિયાતર ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?
FIR મુજબ આરોપીઓના નામ
- સતિશ મરંઢ આહીર
- અર્જુન મરંઢ આહીર
- તથા તેની સાથે સ્કોર્પિયોમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમો.
કઈ-કઈ કલમો મુજબ ગુનો થયો દાખલ
જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં આઇપીસી 326, 325, 249(b),506(2),143,147,148,149,120(b). તેમજ અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ મુજબ સેક્શન 3(2)(v),3(1)(r),3(1)(s) અને જીપી એક્ટ મુજબ સેક્શન 135 મુજબ વંથલી પોલીસ સ્ટેશનમાં તા. 14/12/2023ના રોજ FIR દાખલ થયેલ છે.
ઉલ્લેખનીય છે કે IPC, SC/ST act જેવા કાયદાઓ હોવા છતાં પણ ગુજરાતમાં એક બાદ એક દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જાણે ગુનેગારોને તંત્રનો કોઈ ડર જ ન હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો: ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર